• Gujarati News
  • Sports
  • Cricket
  • Mini IPL Will Be Seen In South Africa League, Most Of The Teams Bought IPL Players In This League As Well.

ભાસ્કર વિશેષ:દક્ષિણ આફ્રીકા લીગમાં જોવા મળશે મિની આઈપીએલ, મોટાભાગની ટીમોએ આઈપીએલના ખેલાડીને જ આ લીગમાં પણ ખરીદ્યા

કેપટાઉન12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતા વર્ષ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ટી20 લીગ શરૂ થશે, 6 ટીમ આઈપીએલ ફ્રેન્ચાઈઝીએ જ ખરીદી

આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રીકામાં શરૂ થઈ રહેલી નવી ટી20 લીગમાં મિની આઈપીએલ જોવા મળશે. છ ટીમવાળી આ ટૂર્નામેન્ટમાં તમામ ટીમો વર્તમાન આઈપીએલ ફ્રેન્ચાઈઝીએ જ ખરીદી છે. સોમવારે થયેલી ખેલાડીની હરાજી પ્રક્રિયાઓમાં પણ ટીમોએ મોટાભાગે એ ખેલાડીઓ પર જ વિશ્વાસ મુક્યો છે, જેમની સાથે તે આઈપીએલમાં રમી રહી છે કે અગાઉ રમી ચુકી છે. એક ટીમને પોતાની ટૂકડીમાં 17 ખેલાડી સામેલ કરવાની મંજૂરી હતી, જેમાંથી 7 ખેલાડી વિદેશી હોઈ શકે છે, જ્યારે 10 ખેલાડી દ.આફ્રીકાના પસંદ કરવાના હતા.

દક્ષિણ આફ્રીકા ટી20 લીગમાં અનેક વિદેશી ખેલાડી પોતાની આઈપીએલ ફ્રેન્ચાઈઝીના સ્થાને બીજી ટીમ તરફથી પણ રમતા જોવા મળશે. પ્રિટોરિયસ, ક્લાસેન, રબાડા, ડુસેન, રાશિદ ખાન, સેમ કરેન, લિવિંગસ્ટોન, એનગિડી, મોર્ગન, જેસન રોય, સ્ટબ્સ વગેરે જુદી-જુદી ટીમોમાં જોવા મળશે.

આ તમામ ખેલાડી આઈપીએલ રમી ચુક્યા છે અને હવે દક્ષિણ આફ્રિકા ટી20 લીગમાં પણ રમશે. રાજસ્થાન રોયલ્સના માલિકીવાળી પાર્લ રોયલ્સે સૌથી વધુ પોતાના આઈપીએલ ખેલાડી પર વિશ્વાસ મુક્યો છે. ફ્રેન્ચાઈઝીએ ડેવિલ મિલરને કેપ્ટન બનાવીને જોસ બટલર, ડેવિડ મિલર, તબરેજ શ્મસી, ઓબેડ મેક્કોય અને કોર્બિન બોશને ટીમમાં સામેલ કર્યા છે.

દક્ષિણ આફ્રિકા ટી20 લીગની ટીમો
સુપર જાયન્ટ્સ :
ડિકોક, પ્રિટોરિયસ, ક્લાસેન, મહારાજ, કાઈલ એબટ, જુનિયર ડાલા, જોન્કર, મુલ્દર, હાર્મર, હોલ્ડર, મેયર્સ, ટોપ્લે, કીમો પોલ, મદુશંકા, જોનસન ચાર્લ્સ, સુબ્રાયેન, બ્રિટ્ઝકે
સુપર કિંગ્સ : પ્લેસિસ, મલાન, રીઝા, વેરિન, લિઝાડ વિલિયમ્સ, તીક્ષ્ણા, શેપર્ડ, બ્રુક, ગાર્ટન, અલઝારી, ગ્રેગરી, કોએટ્ઝી, પ્લોય, ફેરેરા, બર્ગર, સિબોતો, સલેકા
એમઆઈ કેપટાઈન : રબાડા, રિકલ્ટન, લિન્ડે, હેન્ડરિક્સ, ડુસેન, રાશિદ, લિવિંગસ્ટોન, સેમ કરેન, સ્ટોન, સલામખેલ, ઓડિયન, સ્મિથ, બ્રેવિસ, ડુઆન જાનસેન, ડેલાનો, રોલ્ફસેન, માર્શલ, જિયાદ
પાર્લ રોયલ્સ : મિલર, એનગિડી, શમ્સી, રોય, વિલાસ, ફોર્કયુઈન, લુબ્બે, બટલર, મેક્કોય, રોય,
મોર્ગન, સિમન્ડ્સ, બોશ, એડમ્સ, મેનાક, ઈવાનમ બુરેન, યુસુફ
કેપિટલ્સ : નોર્કિયા, મેગેલ પ્રિટોરિયાસ, રૂસો, પાર્નેલ, ડે બ્રુન, ડ્યુપાવિલન, સાલ્ટ, જોશ લિટિલ, આદિલ રશીદ, વિલ જેક્સ, મેન્ડિસ, નીશમ, વોન બર્ગ, ડેલીપોર્ટ, માર્કો મેરાઈસ, એથન, ડેડસ્વેલ
સનરાઈઝર્સ : માર્કરમ, માર્કો જોનસેન, સ્ટબ્સ, મગાલા, સ્મટ્સ, એર્વી, ક્રેન, કોક્સ, વાન ડર મર્વ, એબેલ, કાર્સ, રોસિંગટન, બાર્ટમેન, દાઉદ, એકરમેન, ફુલર, કમાને

અન્ય સમાચારો પણ છે...