તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Michael Vaughan Calls Team India Useless After Defeat In Leeds Test | Virat Kohli Ajinkya Rahane| India Vs England 3rd Test

વાંકા બોલા વોને ઈન્ડિયાને 'યુઝલેસ' કહ્યું:લીડ્સમાં હાર્યા પછી પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન બોલ્યો- કોહલી તો DVD પ્લેયર છે; એક જ શોટ વારંવાર રમીને આઉટ થાય છે

21 દિવસ પહેલા
માઇકલ વોનની ફાઇલ તસવીર.
  • માઇકલ વોને ઈન્ડિયન ટીમના પૂંછડિયા બેટ્સમેન્સની પણ નિંદા કરી

હેડિંગ્લે (લીડ્સ) ખાતે ઇંગ્લેન્ડે ભારતને એક ઇનિંગ્સ અને 76 રનથી હરાવીને 5 ટેસ્ટની સિરીઝ 1-1થી બરાબરી કરી હતી. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ઈન્ડિયન ટીમના પ્રદર્શનની મજાક ઉડાવી છે. તેણે ટીમ ઇન્ડિયાને યુઝલેસ ગણાવી છે. આની સાથે તેણે ઈંગ્લેન્ડના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. આની સાથે વોને વિરાટ કોહલીને આઉટ થવાની રીતની પણ મજાક ઉડાવી હતી. તેણે કહ્યું છે કે વિરાટ ફરી એ જ રીતે પેવેલિયન ભેગો થયો હતો.

માઇકલ વોને ઈન્ડિયન ટીમના પ્રદર્શનની ટીકા કરી
વોને એક ટ્વિટમાં લખ્યું- ઈંગ્લેન્ડે લીડ્સમાં આક્રમક પ્રદર્શન કર્યું. લોર્ડ્સમાં હાર બાદ આવું બાઉન્સ બેક ટીમના પાત્રને પ્રતિબિંબિત કરે છે. છેલ્લા કેટલાક દિવસો ભારત માટે ભૂલી જવા જેવા છે. તેઓ ખરેખર યૂઝલેસ નજરે પડ્યા હતા. વોન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્ડિયન ટૂર ઓફ ઇંગ્લેન્ડ દરમિયાન તે વિવાદાસ્પદ ટ્વીટ્સને કારણે મીડિયા છવાયેલો રહે છે.

વોને વિરાટ કોહલીની પણ મજાક ઉડાવી
પૂર્વ ઇંગ્લિશ બેટ્સમેન માઇકલ વોને કોહલીની મજાક ઉડાવી હતી. ક્રિકબઝ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે કોહલીની ઈનિંગ DVD પ્લેયરમાં રિપ્લે મોડમાં ઓન થઈ ગઈ હોય એમ લાગે છે. તે દરેક મેચમાં એક જ રીતે આઉટ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સામેની ટીમને પણ હવે કોહલીને કેવી રીતે આઉટ કરવો એ અંગે ગેમ પ્લાન ખબર પડી ગઈ છે. તેને ચોથા-પાંચમા સ્ટમ્પ પર બોલ ફેંકતા રહો અને વિરાટ કોહલી સામે ચાલીને તમને વિકેટ ગિફ્ટ આપશે. હવે વિરાટે વિચારવું પડશે કે તે આનાથી તે કેવી રીતે બહાર આવી શકશે.

વોને રહાણેને બેન્ચ પર બેસવાની સલાહ આપી
વોને લીડ્સ ટેસ્ટમાં ઓછા રન બનાવનાર રહાણેની પણ મજાક ઉડાવી હતી. વોને કહ્યું હતું કે રહાણે ટીમ ઇન્ડિયા માટે એક ચિંતાજનક મુદ્દો છે. ઈન્ડિયન ટીમે ઈંગ્લેન્ડ પાસેથી શીખવું જોઈએ. ઈંગ્લેન્ડે ખરાબ પ્રદર્શન બાદ ડોમ સિબલી અને જેક ક્રોલીને ટીમમાંથી બહાર કર્યા હતા. ઈન્ડિયાએ પણ આવું જ કરવું જોઈએ. રહાણેએ ગયા વર્ષે ડિસેમ્બરથી સદી ફટકારી નથી. તેની છેલ્લી સદી ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં હતી.

ટીમ ઈન્ડિયાએ અશ્વિનને તક આપવી જોઈએ
વોને 4 ફાસ્ટ બોલર્સની સાથે રવિચંદ્રન અશ્વિનને તક ન આપવા બદલ ટીમ ઇન્ડિયાની ટીકા પણ કરી હતી. તેમણે પૂંછડિયા બેટ્સમેન્સને સસલા તરીકે વર્ણવ્યા છે. વોને જણાવ્યું હતું કે લોર્ડ્સ ટેસ્ટમાં મોહમ્મદ શમીની અર્ધશતકે ઈન્ડિયન માટે ગેરસમજ ઉત્પન્ન કરી હતી. તેને લાગ્યું હતું કે ઈન્ડિયન ટીમના પૂંછડીના બેટ્સમેન ગમે ત્યાં બેટિંગ કરશે. તમે 8 થી 11 નંબરો સુધી સસલા સાથે નીચે ઉતરી શકતા નથી.

અશ્વિનના નામે 5 સદી અને 413 વિકેટ
વોનનું માનવું છે કે અશ્વિનનો સમાવેશ કરવાથી ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ દૂર કરી શકે છે. તેમણે કહ્યું કે ભારતે આવતા અઠવાડિયે અશ્વિનને ચોક્કસ રમાડવો પડશે. પૂછડિયા બેટ્સમેન્સે લોર્ડ્સમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે બધે થઈ શકતું નથી. અશ્વિનની 5 ટેસ્ટ સદી છે. તેણે 413 વિકેટ પણ ઝડપી છે. તેને ઈન્ડિયન ટેસ્ટ ટીમમાં સામેલ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...