મુંબઇ અને પંજાબને મળ્યા નવા હેડ કોચ:MIએ માર્ક બાઉચર અને પંજાબે ટ્રેવર બેલિસને સોંપી જવાબદારી, જયવર્ધને અને કુંબલેને હટાવ્યા

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાઉથ આફ્રિકાની ટીમના કોચ અને પૂર્વ ક્રિકેટર માર્ક બાઉચરને મુંબઇ ઇન્ડિયન્સના નવા હે઼ડ કોચ નિમણૂક કર્યા છે. તે મહેલા જયવર્ધનેની જગા લેશે. ત્યાં પંજાબ કિંગે અનિલ કુંબલને ટીમના હેડ કોચ પદેથી હટાવીને 2019 વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડ ટીમના કોચ રહેલા ટ્રેવર બેલિસને એ જવાબદારી સોંપી છે.

IPL સિઝન 2023થી બંને હેડ કોચની ભૂમિકામાં નજરે આવશે. મહેલા જયવર્ધને ફ્રેંચાઇજી સાથે જોડાયેલા રહેશે, પરંતુ તેમને કેટલીક મોટી જવાબદારી સોંપી દેવામાં આવી છે. જેને લીધે તેમને હેડ કોચની ભૂમિકા છોડવી પડી.

આ નિયુક્તિ પછી બાઉચરે કહ્યું કે, ' હું આ ચેલેન્જને લઇને ઉત્સાહિત છું અને જે પરિણામોની મારી પાસે અપેક્ષા છે તેની ઇજ્જત કરું છું. આ એક મજબૂત યુનિટી છે જેમાં કેટલાક શાનદાર ખેલાડીઓ અને સારી લીડરશીપ છે. હું આ ડાયનામિક યુનિટમાં વધુ વેલ્યુ એડ કરવાને લઇને ઉત્સાહિત છું.'

ટી-20 વર્લ્ડ કપ બાદ નહીં હોય સાઉથ આફ્રિકાના કોચ
હાલમાં જ સાઉથ આફ્રિકાને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં 2-1થી હાર મળી ત્યાર બાદ બાઉચરે ઓસ્ટ્રેલિયામાં થનારી ટી-20 વર્લ્ડ કપ પછી સાઉથ આફ્રિકા ટીમના કોચ પદને છોડવાનું એલાન કર્યું હતું.

2017થી મુંબઇના હેડ કોચ રહ્યા હતા જયવર્ધને
શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્ધને 2017થી મુંબઇના હેડ કોચ રહ્યા હતા. હવે તેમને ગ્લોબલ હેડ ઓફ પરફોર્મન્સનું પદ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લી IPL સિઝન સુધી મુંબઇ ઇન્ડિયન્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ રહેલા ઝહીરખાન ગ્લોબલ હેડ ઓફ ક્રિકેટ ડેવલપમેન્ટના પદ પર નિયુકિત કરવામાં આવ્યા છે. ઝહીર અને જયવર્ધને બંને આ ગ્રૂપની ત્રણે ટીમો મુંબઇ ઇન્ડિયન્સ, MI કેપટાઉન અને MI Emiratesની જવાબદારી સંભાળશે.

ઝહીર અને જયવર્ધનેને મોટી જવાબદારી મળ્યા બાદ સૌથી વધુ વાર IPL ટ્રોફી જીતનાર મુંબઇનું હેડ કોચનું પદ ખાલી હતું. આ પદની દોડમાં સૌથી આગળ માર્ક બાઉચર હતા.

બાઉચરના કોચિંગમાં સાઉથ આફ્રિકાનું પરફોર્મન્સ
ડિસેમ્બર 2019માં માર્ક બાઉચરે સાઉથ આફ્રિકાની ટીમના હેડ કોચની જવાબદારી સંભાળી હતી. તેમના કોચ રહેવાથી સાઉથ આફ્રિકાની ટીમે 10 ટેસ્ટ મેચ, 23 ટી-20 અને 12 વનડે મેચ જીતી છે. આ જ વર્ષે સાઉથ આફ્રિકાની ટીમે એક ટેસ્ટ સીરિઝમાં ભારતને 2-1થી પરાજય આપ્યો હતો.

પંજાબ કિંગ્સે અનિલ કુંબલેને હેડ કોચ પદ પરથી હટાવ્યો
પંજાબના નવા કોચ ટ્રેવર બેલિસે એક કોન્ફ્રરન્સમાં કહ્યું, 'પંજાબ કિંગ્સના હેડ કોચની જવાબદારી મળવાથી હું સન્માનિત મહેસૂસ કરું છું. એક ફ્રેન્ચાઇજી જેમાં સફળતાની ભૂખ છે. ટ્રોફી જીતવા માટે તત્પર આ ખેલાડીઓના ટેલેન્ટડ સ્ક્વોર્ડની સાથે કામ કરવા માટે હું ઉત્સુક છું.'

જણાવી દઉં કે અનિલ કુંબલેના કોચિંગમાં પંજાબની ટીમ ખાસ સારું પ્રદર્શન નથી કરી શકી. તે IPL 2022માં પ્લે ઓફમાં પણ નહોતી પહોંચી શકી હતી.

અન્ય સમાચારો પણ છે...