નોમિનેશન:મયંક અગ્રવાલ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ થયો

દુબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શાનદાર બેટિંગ પ્રદર્શન કરનાર મયંક અગ્રવાલને ડિસેમ્બર મહિના માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કરાયો છે. આ સાથે ભારત વિરુદ્ધ 10 વિકેટ લેનાર ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલ અને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને પણ નોમિનેટ કરાયો છે.

મયંકે ન્યૂઝીલેન્ડ અને દ.આફ્રિકા વિરુદ્ધની 2 મેચમાં 69ની સરેરાશથી 276 રન કર્યા છે. તેમાં 2 અડધી સદી અને 1 અડધી સદી સામેલ છે. એજાઝ પટેલ એક ઈનિંગ્સમાં 10 વિકેટ લેનાર ઈતિહાસનો ત્રીજો ખેલાડી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના સ્ટાર્કે ગત મહિને યોજાયેલ 3 ટેસ્ટમાં 19.64ની સરેરાશથી 14 વિકેટ ઝડપી છે, આ સાથે 58.50ની સરેરાશથી 117 રન પણ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...