તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટમ્પિંગ કિંગ તો ધોની જ છે:ધવનને સ્ટમ્પ આઉટ ન કરી શકતા ઓસ્ટ્રેલિયાનો વિકેટકીપર બોલ્યો- મારામાં ધોની જેટલી ચપળતા નથી

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્ટમ્પ આઉટ કરવાની ઝડપની બાબતમાં ધોનીની સરખામણીમાં કોઈ આવી ન શકે. આ વાત ભારતના ખેલાડીએ નહીં ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ સ્વિકારી છે. ઓસ્ટ્રેલિયા સામેની આજની બીજી મેચમાં ધોનીનું નામ ફરી ચર્ચાયું હતું.

ઓસ્ટ્રેલીયા સામેની બીજી વન ડેમાં ભારતને 195 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બેટિંગ દરમિયાન 9મી ઓવરમાં ધનવ સ્પિનર મિચેલ સ્વેપસના બોલ પર બીટ થયો હતો. ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર મેથ્યુ વેડે સ્ટમ્પ આઉટ કરવાની કોશિશ કરી. પરંતુ ધવન સમયસર ક્રિઝમાં આવી ગયો હતો. આથી અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો હતો. આ દરમિયાન હસતાં હસતાં વેડે કહ્યુ હતું કે હું ધોની નથી, મારામાં ધોની જેવી ઝડપ નથી.

આ સાંભળીને ધવન પણ હસવા લાગ્યો હતો. આ વાતચીત સ્ટમ્પ માઈકમાં રેકર્ડ થઈ ગઈ હતી. કોમેન્ટ્રી બોક્સમાં કોમેન્ટેટર્સ પણ આ સાંભળીને હસવા લાગ્યા હતા. આ વીડિયોને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની વેબસાઈટ પર શેર કર્યો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

આજની મેચનો સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

સ્ટમ્પ કરવાની આ ઘટના સમયે ધનવ 39 રન પર રમી રહ્યો હતો. આ મેચમાં ધવન 36 બોલમાં 2 સિક્સર અને 4 ફોરની મદદથી 52 રન બનાવ્યા હતા. બીજી T2Oને ભારતે 6 વિકેટે જીતી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો