• Gujarati News
  • Sports
  • Cricket
  • Match Against Pakistan In Melbourne, Team Success Rate 100%; Kohli And Jadeja Are The Kings In Australia

T20 વર્લ્ડ કપમાં વિરાટ-રોહિત X-Factor રહેશે:મેલબોર્નમાં પાકિસ્તાન સામે મેચ, ટીમનો સક્સેસ રેટ 100%; ઓસ્ટ્રેલિયામાં કોહલી અને જાડેજા કિંગ છે

એક મહિનો પહેલા

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે કરશે. ભારતને સુપર-12માં પાકિસ્તાન ઉપરાંત ચાર અન્ય ટીમ સામે પણ રમવાનું છે. આજે આ સ્ટોરીમાં આપણે જાણીશું કે આપણી ટીમના મેચ ક્યા-ક્યા ગ્રાઉન્ડ પર છે. સાથે જ અમે તમને ઓસ્ટ્રેલિયામાં T20 ફોર્મેટમાં ભારતના ટૉપ-4 બેટર અને બોલરની વિશે પણ વાત કરીશું...

પાકિસ્તાન સામે મેલબોર્નમાં 100% સક્સેસ રેટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખરાખરીનો જંગ જોવા મળશે. આ ગ્રાઉન્ડમાં ભારતનો વન-ડે અને T20 ઈન્ટરનેશનલમાં શું રેકોર્ડ છે, તે તમે નીચે આપેલા ગ્રાફિક્સમાં જોઈ શકો છો. ભારતે મેલબોર્નમાં પાકિસ્તાન સામે એકપણ T20 મેચ રમી નથી, પરંતુ વન-ડેમાં આ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન ટીમની સામે આપણી ટીમનો 100% સક્સેસ રેટ છે.

આ ગ્રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડેમાં બે મુકાબલા થયેલા છે. જેમાં બન્ને વન-ડેમાં ભારતનો વિજય થયો છે. આ બન્ને મેચ 1985માં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ ક્રિકેટની અંડરમાં રમાઈ ગઈ હતી. પહેલી મેચમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી. આ પછી ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું.

ભારતે અહીં ચાર T20 ઈન્ટરનેશનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી છે. જેમાં બેમાં જીત મળી છે, તો એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. અને એક મુકાબલો અનિર્ણિત રહી હતી.

વિરાટે ત્રણ મેચમાં 1 હાફ સેન્ચુરી ફટકારી છે
મેલબોર્નમાં T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન વિરાટ કોહલીએ બનાવ્યા છે. તેણે આ ગ્રાઉન્ડમાં ત્રણ મેચમાં 1 હાફ સેન્ચુરીની મદદથી 90 રન બનાવ્યા છે. રોહિત શર્માએ ચાર મેચમાં 68 રન, જ્યારે દિનેશ કાર્તિકે બે મેચમાં 8 રન બનાવ્યા છે.

આ ત્રણ સિવાય ભારતની હાલની ટીમનો કોઈ પણ સભ્ય અહીં એકપણ T20 મેચ રમ્યો નથી. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ આ ગ્રાઉન્ડમાં બે-બે મેચમાં 3-3 વિકેટ ઝડપી છે. ત્યારે આ બન્ને પ્લેયર્સ ઈજા પહોંચવાના કારણે આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે.

બીજી મેચ સિડનીમાં ક્વોલિફાયર ટીમ સામે રમશે, અહીં ભારતે ત્રણ મેચ જીતી છે
ટીમ ઈન્ડિયાની બીજી મેચ સિડનીમાં 27 ઓક્ટોબરે ક્વોલિફાયર ટીમ સામે રમાશે. વર્લ્ડ કપના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ગ્રુપ-એમાં બીજા સ્થાને રહેલી ટીમ સામે આ મેચ રમાશે. ગ્રુપ-એમાં શ્રીલંકા, નેધરલેન્ડ, નામ્બિયા અને UAEની ટીમ સામેલ છે.

સિડનીમાં ભારતે અત્યારસુધી ચાર T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ ચારેય મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે રમી છે. જેમાં ભારતે ત્રણ મેચમાં જીત મેળવી છે. તો માત્ર એક જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

અહીં વિરાટના નામે ત્રણ હાફ સેન્ચુરી
સિડનીમાં વિરાટ કોહલીએ ચાર T20 ઈન્ટરનેશનલમાં 78.66ની એવરેજથી 236 રન બનાવ્યા છે. જેમાં 3 હાફ સેન્ચુરી સામેલ છે. રોહિત શર્માએ આ બે મેચમાં 75 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યાએ 3 મેચમાં 62 રન અને કેએલ રાહુલે 3 મેચમાં 44 રન બનાવ્યા છે. બોલિંગમાં કૃણાલ પંડ્યાએ સૌથી વધુ 4 વિકેટ લીધી છે. તે હાલ ભારતીય ટીમનો સભ્ય નથી.

સાઉથ આફ્રિકા સામે પર્થમાં ભિડંત, અહીં પહેલીવાર T20 મેચ રમશે ભારત
ભારતની ત્રીજી મેચ 30 ઓક્ટોબરે પર્થમાં સાઉથ આફ્રિકા સામે રમાવવાની છે. અહીં ભારતીય ટીમ અત્યારસુધી એકપણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. ભારતનો અહીં વન-ડે રેકોર્ડ કેવો રહ્યો છે, તે તમે ગ્રાફિક્સમાં જોઈ શકો છો. સાઉથ આફ્રિકાની સામે અહીં ભારતે કોઈપણ ફોર્મેટમાં એકપણ મેચ રમી નથી.

પર્થની પિચમાં ઓસ્ટ્રેલિયાની બાકી પિચની તુલનામાં વધુ ઊછાળ જોવા મળે છે. જોકે બોલ પણ બેટમાં સારી રીતે આવે છે. તેવામાં બેટર્સ કટ અને પુલ શોટ સારી રીતે રમીને સારી બેટિંગ કરી શકે છે.

રોહિત અને વિરાટ પર્થમાં શાનદાર બેટિંગ કરે છે
વન-ડે ક્રિકેટમાં રોહિત શર્માએ અહીં 4 મેચમાં 1 સદી અને 1 અર્ધસદી સાથે 245 રન બનાવ્યા છે. પર્થમાં રોહિતની એવરેજ 122.50ની છે. તો વિરાટ કોહલીએ 5 મેચમાં 60.50ની એવરેજથી 242 રન ફટકાર્યા છે. જેમાં 2 હાફ સેન્ચુરી સામેલ છે.

બાંગ્લાદેશ સામેની મેચ એડિલેડમાં, અહીં એક જ T20 મેચ રમી છે ટીમ ઈન્ડિયા
સુપર-12માં ભારતની ચોથી મેચ 2 નવેમ્બરે એડિલેડમાં બાંગ્લાદેશ સાથે છે. એડિલેડમાં ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી એક જ T20 મેચ રમી છે. આ મેચ 2016માં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી. જેમાં ભારતીય ટીમ 37 રનથી જીતી ગઈ હતી.

વિરાટ કોહલીએ અહીં એક T20 મેચમાં 90 રન બનાવ્યા છે. રોહિત શર્માએ 1 મેચમાં 31 રનની ઇનિંગ રમી છે.

સુપર-12ની છેલ્લી લીગ મેચ મેલબોર્નમાં
સુપર-12માં ભારતની છેલ્લી લીગ મેચ 6 નવેમ્બરે ક્વોલિફાયર ગ્રુપ-બીમાં પહેલા સ્થાને રહેલી ટીમ સામે થશે. આ ગ્રુપમાં વેસ્ટઈન્ડિઝ, સ્કોટલેન્ડ, આયરલેન્ડ અને ઝિમ્બાબ્વેની ટીમ છે.

હવે ઓસ્ટ્રેલિયામાં ભારતના ટૉપ બેટર્સ અને ટૉપ બોલર્સ વિશે નીચે આપેલા ગ્રાફિક્સમાં જોઈ શકો છો...

અન્ય સમાચારો પણ છે...