• Gujarati News
  • Sports
  • Cricket
  • MasterCard To Be BCCI's Title Sponsor MasterCard Replaces Paytm For All Domestic And International Series To Be Played In India

માસ્ટરકાર્ડ હશે BCCIનું ટાઇટલ સ્પૉન્સર:ભારતમાં રમાનારી બધી જ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય સિરિઝ માટે પેટીએમની જગ્યા લેશે માસ્ટરકાર્ડ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સિરિઝમાં માસ્ટરકાર્ડ હશે સ્પૉન્સર

ઓસ્ટ્રેલિયા સામે સપ્ટેમ્બરથી શરૂ થનારી હોમ સિરિઝથી ટીમ ઈન્ડિયાનું ટાઇટલ સ્પૉન્સર પેટીએમની જગ્યાએ માસ્ટરકાર્ડ હશે. ઉલ્લેખનીય છે કે પેટીએમએ BCCIને પોતાનો ટાઇટલ સ્પૉન્સરનો અધિકાર માસ્ટરકાર્ડના દેવાનો અનુરોધ કર્યો હતો. જે BCCIએ સ્વીકારી લીધો છે.

2019માં BCCIએ પેટીએમનો ટાઇટલ સ્પૉન્સરનો અધિકાર ચાર વર્ષ માટે વધાર્યો હતો
2019માં BCCIએ પેટીએમનો ટાઇટલ સ્પૉન્સર તરીકેનો અધિકાર ભારતમાં રમાનાર આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક મેચ માટે ચાર વર્ષ માટે વધાર્યો હતો. પેટીએમને વર્ષ 2019થી 2023 સુધી ટાઇટલ સ્પૉન્સરશિપ માટે 326.80 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. એટલે કે આ ડીલ પ્રતિ મેચ 3.80 કરોડ રૂપિયાની હતી. આ ડીલ અગાઉ 2.4 કરોડ રૂપિયા પ્રતિ મેચની હતી.

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સિરિઝમાં માસ્ટરકાર્ડ હશે સ્પૉન્સર
આ વર્ષે સપ્ટેમ્બરમાં પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ સાઉથ આફ્રિકાની વિરૂદ્ધ થનાર હોમ સિરિઝમાં માસ્ટરકાર્ડ સ્પૉન્સર હશે. ઑક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ અગાઉ કાંગારૂની ટીમ સપ્ટેમ્બરમાં ભારતમાં રમવા માટે આવશે. ઓસ્ટ્રલિયાની ટીમ ભારતમાં ત્રણ T20 મેચની સિરિઝ રમવા માટે આવશે. સિરિઝનો પહેલો મેચ 20 સપ્ટેમ્બરે મોહાલીમાં, બીજો મેચ 23 સપ્ટેમ્બરે નાગપુરમાં અને છેલ્લો મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રમાશે.

તો ઓસ્ટ્રેલિયા પછી સાઉથ આફ્રિકાની ટીમ ભારત આવશે. સાઉથ આફ્રિકા 3 T20 મેચ અને 3 વનડે મેચ રમશે. પહેલો T20 મેચ 28 સપ્ટેમ્બરે ત્રિવેન્દ્રમ, બીજો T20 મેચ 1 ઑક્ટોબરે અને ત્રીજો T20 મેચ ઈન્દોર ખાતે રમાશે. તો પહેલો વનડે 6 ઑક્ટોબરે રાંચીમાં, બીજો વનડે 9 ઑક્ટોબરે લખનઉમાં અને ત્રીજો વનડે 11 ઑક્ટોબરે દિલ્લી ખાતે રમાશે.

બાયજૂસે 86.21 કરોડ રૂપિયા બાકી છે ચૂકવવાના
તો બીજી તરફ ટીમ ઈન્ડિયાના જર્સી સ્પૉન્સર બાયજૂસ પર BCCIને 86.21 કરોડ રૂપિયા દેવાના બાકી છે. આ વર્ષે એપ્રિલમાં જ આ એડટેક કંપની બાયજૂસ અને BCCIએ પોતાના વચ્ચેની ડીલ 2023 વનડે વર્લ્ડ કપના અંત સુધી વધારી હતી, જેમાં 10%નો વધારો કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે બાયજૂસના પ્રવક્તાએ આ વાતને લઈને ખુલાસો કર્યો હતો કે 'અમે BCCI સાથે કરાર વધાર્યો છે. પરંતુ હજુ સુધી તે કરાર પર હસ્તાક્ષર થયા નથી. આ કરાર પર હસ્તાક્ષર થતાં જ જે પણ ચૂકવણી છે એ આ કરારના શર્તો પ્રમાણે થઈ જશે. એટલે અમારી તરફથી કોઈ જ પ્રકારના રૂપિયાની ચૂકવણી બાકી નથી'.