• Gujarati News
  • Sports
  • Cricket
  • Martin Guptill Rolled His Eyes In Front Of Deepak After Hitting Six, Chahar Got Out On The Second Ball And Took Revenge; Both Reactions Are Viral

કટાક્ષ કરવો મોંઘો પડ્યો:માર્ટિન ગપ્ટિલે સિક્સ ફટકાર્યા બાદ દીપક સામે આંખો કાઢી, ચાહરે બીજા જ બોલ પર આઉટ કરી બદલો લીધો; બંનેની પ્રતિક્રિયા વાઈરલ

13 દિવસ પહેલા

જયપુરમાં રમાયેલી પહેલી T-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત દાખવતાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવ્યું છે. ઈન્ડિયન ટીમે આ સ્કોર 2 બોલ પહેલાં ચેઝ કરી લીધો હતો. એવામાં ઈન્ડિયન ટીમની બોલિંગ દરમિયાન દીપક ચાહર અને કિવી બેટર માર્ટિન ગપ્ટિલ વચ્ચે ઈશારાઓમાં વિવાદ થયો હતો. ચાહરની આ ઓવરમાં ગપ્ટિલે વિવાદાસ્પદ પ્રતિક્રિયા આપી હતી અને બીજા બોલ પર જ તે આઉટ થઈ ગયો હતો, જેના પરિણામે આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

18મી ઓવરમાં દીપક v/s ગપ્ટિલ વિવાદ
18મી ઓવર સુધી ન્યૂઝીલેન્ડનો સ્કોર 144/3 હતો. ત્યારે રોહિત શર્માએ દીપક ચાહરને બોલિંગ કરવા માટે પસંદ કર્યો હતો, જેના પહેલા બોલ પર ગપ્ટિલે લોન્ગ ઓન પર 98 મીટરની સિક્સ ફટકારી હતી. વાત એમ છે કે ગપ્ટિલે આ સિક્સ માર્યા પછી બોલ તરફ ધ્યાન જ ન આપ્યું અને દીપક ચાહર સામે આંખો કાઢવા લાગ્યો હતો.

બીજા જ બોલ પર દીપકે બદલો લીધો
દીપક ચાહરની ઓવરના બીજા જ બોલ ગપ્ટિલ કેચ લોફ્ટેડ શોટ મારવા જતાં ડીપ મિડવિકેટ પર કેચ આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા પછી દીપક ચાહર પણ તેની સામે વળતો જવાબ આપતાં કટાક્ષ કરતી નજરે જોવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે પહેલા બોલ પર ગપ્ટિલે જેવી પ્રતિક્રિયા આપી હતી એનો તાત્કાલિક જવાબ આપી ચાહરે ઈન્ડિયન ટીમને ફરીથી ગેલમાં લાવી દીધી હતી.

ગપ્ટિલની વિસ્ફોટક બેટિંગ
માર્ટિન ગપ્ટિલે શરૂઆત ધીમી કરી હતી, પરંતુ ત્યાર પછી તેણે 4 સિક્સ અને 3 ચોગ્ગા મારી આક્રમક બેટિંગ કરી હતી. ગપ્ટિલે આ દરમિયાન 42 બોલ રમ્યા હતા, જેમાં તેણે 70 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. ત્યાર પછી ડીપ મિડવિકેટ પર શ્રેયસ અય્યરે કેચ પકડી તેને પેવેલિયન ભેગો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...