તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય પ્લેયર્સને ચીડવતો રહ્યો લાબુશેન:ગિલને પૂછ્યું- સચિન-કોહલીમાંથી કોણ ફેવરીટ છે? રોહિતને પૂછ્યું- ક્વોરેન્ટાઇન દરમિયાન શું કર્યું?

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 338 રનમાં સમેટાઇ ગઇ હતી. - Divya Bhaskar
ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 338 રનમાં સમેટાઇ ગઇ હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન ભારતીય બેટ્સમેન શુભમન ગિલ અને રોહિત શર્માને ચીડવતો જોવા મળ્યો હતો. લબુશેને શુભમનને સચિન તેંડુલકર અને વિરાટ કોહલીમાથી તેના ફેવરીટ ખેલાડી વિશે પૂછ્યું. જ્યારે રોહિતને સિડનીમાં ક્વોરેન્ટાઇનને લઈને સલાવ પૂછ્યો હતો.

સચિન અથવા વિરાટમાંથી કોણ પ્રિય ?
આ ઘટના ભારતના દાવની ત્રીજી ઓવરની છે. મિશેલ સ્ટાર્ક તે સમયે બોલિંગ કરી રહ્યો હતો. સ્ટાર્કના ચોથા બોલને બચાવ્યા પછી શુભમન જેવો જ પોતાની પિચથી ક્રીઝથી આગળ વધ્યો, શોર્ટ લેગ પર ઉભેલા લાબુશેને તેને પૂછ્યું, 'તમારો પ્રિય ખેલાડી કોણ છે? સચિન તેંડુલકર કે વિરાટ કોહલી?

શુભમન ગિલનો જવાબ
તેના જવાબમાં શુભમને કહ્યું- 'આપ મેચ પછી મળો, આ સવાલનો જવાબ મેચ પછી આપીશ.' શુભમન તે સમયે 4 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. આ વિડીયો વાયરલ થયો હતો.

રોહિતને પૂછ્યું- ક્વોરેન્ટાઇનમાં શું કર્યું?
લાબુશેન અહીં અટક્યો નહીં. તેણે રોહિત શર્માને પણ પજવ્યો હતો. રોહિતની બેટિંગ દરમિયાન લાબુશેને પૂછ્યું કે તમે ક્વોરેન્ટાઇનમાં શું કર્યું? જોકે, રોહિતે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નહીં અને બેટિંગ કરતો રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો
સોશિયલ મીડિયાના ચાહકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે શુભમને રવિન્દ્ર જાડેજાનું નામ લેવું જોઈતું હતુ.

બીજા એક યુઝરે કહ્યું, માર્નસને આ વિશે ચિંતા ન કરવી જોઈએ, તેના બદલે તેણે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પોતાના નામનું યોગ્ય ઉચ્ચારણ કેમ કરવું તે કહેવું જોઈએ.

ઓસ્ટ્રેલિયાએ 338 રનમાં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા ભારત સામે પ્રથમ ઇનિંગ્સમાં 338 રનમાં ઓલઆઉટ થયું છે. સ્ટીવ સ્મિથે પોતાના ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારતા 226 બોલમાં 16 ફોરની મદદથી 131 રન કર્યા હતા. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 4, જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈનીએ 2-2, જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser