• Home
  • Sports
  • Cricket
  • Many players, including Kohli, Sachin, endorsed Modi's lockdown, Pietersen said: We will face this withunity

કોહલી, સચિન સહિત ઘણા ખેલાડીઓએ મોદીના લોકડાઉનનું સમર્થન કર્યું, પીટરસને કહ્યું- આપણે એક થઈને સામનો કરીશું

X

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 03:45 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક. રમતગમતની દુનિયા કોરોનાવાઇરસને હરાવવા માટે એક થઈ ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારની રાતથી 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જેને વિરાટ કોહલી, સચિન તેંડુલકર, ઇંગ્લેન્ડના કેવિન પીટરસન સહિતના અન્ય ખેલાડીઓએ પણ ટેકો આપ્યો છે. પીટરસને ટ્વીટ કર્યું હતું કે, "મારી વિનંતી છે કે તમે આ (લોકડાઉન) નિર્દેશનું પાલન કરો. આપણે બધા મળીને તેનો સામનો કરીશું, કોરોનાને હરાવીશું અને તેમાંથી બહાર આવીશું. કૃપા કરીને તમારા ઘરમાં રહો. "


ભારતમાં કોરોનાવાઇરસની સ્થિતિ ગંભીર થઈ રહી છે. બુધવાર સવાર સુધીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 500ને વટાવી ગઈ છે. 15 દિવસમાં, 11 લોકોના મોત થયા છે. લોકડાઉન અંગે મોદીએ કહ્યું હતું કે, જો તમે 21 દિવસ ધ્યાન નહિ રાખો  તો તમારો દેશ અને તમારો પરિવાર 21 વર્ષ પાછળ જતો રહેશે. ચોક્કસપણે, દેશને લોકડાઉનનો આર્થિક ખર્ચ સહન કરવો પડશે. પરંતુ, દરેક ભારતીયનું જીવન, તમારા કુટુંબને બચાવવા એ મારી, ભારત સરકાર અને રાજ્ય સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે."

કોહલીએ ઘરમાં રહેવાની અપીલ કરી
વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું, "જેમ કે આપણા પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે દેશ 21 દિવસ સુધી લોકડાઉનમાં રહેશે. મારી બધાને અપીલ છે કે, કૃપા કરીને તમે ઘરમાં જ રહો. લોકોના સંપર્કમાં ન આવો. આ કોરોનાવાઇરસથી બચવાનો એકમાત્ર ઉપાય છે."

લાખો જીવન બચાવવાનો સૌથી સારો ઉપાય
સચિન તેંડુલકરે લખ્યું કે, "પીએમ મોદીએ 21 દિવસ માટે ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ કરી છે. આ લાખો લોકોનો જીવ બચાવવાનો સૌથી સારો ઉપાય છે. આઓ બધા કોરોનાવાઇરસ સામેની લડાઈમાં એક થઈ જઈએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી