• Gujarati News
  • Sports
  • Cricket
  • Mankding Will Now Count As A Runout, The Time For New Batters To Come Up On Strike Has Also Been Reduced.

નવા નિયમોથી રમાશે T20 વર્લ્ડ કપ:માંકડિંગ હવે રનઆઉટ તરીકે ગણાશે, નવા બેટરને સ્ટ્રાઈક ઉપર આવવાનો ટાઈમ પણ ઘટાડી દેવામાં આવ્યો

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હવે માંકડિંગ આઉટ નહિ ગણાય, પરંતુ ICCએ તેને રનઆઉટ તરીકે માન્ય રાખ્યુ છે. ICCના ચીફ એક્ઝિક્યૂટીવ કમિટીએ મંગળવારે નિયમોમાં બદલાવે મંજૂરી આપી દીધી છે. ICCએ બોલ ચમકાવવા માટે લાળ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આટલું જ નહિ, બેટરનો ટાઈમ પિરિયડ પણ ઓછો કરી દીધો છે.

ચીફ એક્ઝિક્યૂટીવ કમિટીએ સૌરવ ગાંગુલીની આગેવાનીમાં બનેલી કમિટીના આ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બદલાયેલા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થશે. એટલે કે 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ આ બદલાયેલા નિયમોની હેઠળ રમાશે.

1. બેટર ટાઈમ આઉટ
કોઈપણ બેટરના આઉટ થયા પછી નવા બેટરના ક્રિઝમાં આવવાનો સમય ઓછો કરી દેવામાં આવ્યો છે. હવે ટેસ્ટ અને વન-ડેમાં 2 મિનિટની અંદર સ્ટ્રાઈક ઉપર આવવાનું રહેશે. જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 90 સેકેન્ડ્સની ટાઈમ લિમિટ રાખવામાં આવી છે. જો નવો બેટર ટાઈમ ઉપર ના આવી શક્યો, તો ફિલ્ડિંગ ટીમના કેપ્ટન ટાઈમ આઉટની અપીલ કરી શકે છે.

સૌથી પહેલા 1919માં ટાઈમ આઉટ પ્રમાણે આઉટ દેવામાં આવ્યો હતો. ટાઉનટંસ કાઉન્ટી ગ્રાઉન્ડમાં હેરાલ્ડ હેગેટ આ નિયમ પ્રમાણે આઉટ થનારો પહેલો બેટર બન્યો હતો. જોકે આ નિયમનો 1980માં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે બેટરને 2 મિનિટનો સમય મળતો હતો. પછી 2000માં આને 3 મિનિટ કરી દેવામાં આવ્યો હતો.

2. બોલ રમવાનો અધિકાર

જો કોઈ બેટરને બોલ સુધી પહોંચવા માટે પીચની બહાર જવું પડે, તો અંપાયર કોલ આપી શકે છે કે તે ડેડ બોલ આપે. જો કોઈ બોલ બેટરને પીચની બહાર આવવું પડે છે, તો અંપાયર તેને નો બોલ આપી શકે છે.

26 એપ્રિલે RCB-RR મેચમાં રિયાન પરાગ અને હર્ષલ પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી.
26 એપ્રિલે RCB-RR મેચમાં રિયાન પરાગ અને હર્ષલ પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી.

3. ફિલ્ડર અથવા બોલરનો ખરાબ વ્યવહાર

બોલિંગની દરમિયાન જો કોઈ બોલર ખરાબ વ્યવહાર કરે છે અથવા તો જાણી જોઈને ખોટા પ્રકારની મુવમેન્ટ કરે છે, તો અંપાયર એક્શન લઈ શકે છે. તેઓ બેટિંગ ટીમના ખાતામાં 5 રન આપી શકે છે. તેને ડેડ બોલ પણ આપી શકે છે.

IPLમાં અશ્વિને જોસ બટલરને માંકડિંગ કરીને ચર્ચામાં આવ્યો હતો.
IPLમાં અશ્વિને જોસ બટલરને માંકડિંગ કરીને ચર્ચામાં આવ્યો હતો.

4. માંકડિંગ ખતમ, હવે રનઆઉટ તરીકે ગણાશે

માંકડિંગને અમાન્ય કરી દેવામાં આવ્યુ છે. હવે તેને રનઆઉટની કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યુ છે.

5. બોલની પહેલા સ્ટ્રાઈક ઉપર રહેલા બેટરની સામે થ્રો

​​​​​​​જો કોઈ બોલર બોલ ફેંકવા માટે રનઅપ લે છે અને બોલ ફેંકવા માટે બેટર ક્રિઝથી આગળ આવી ગયો છે, તો ત્યારે બોલર આઉટ કરવાના ઈરાદે સ્ટ્રાઈકરની સામે થ્રો કરે છે, તો તે બોલને ડેડ ગણવામાં આવશે.

કોરોના મહામારી પછી સલાઈવાનો ઉપયોગ કરવા ઉપર કાયમ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
કોરોના મહામારી પછી સલાઈવાનો ઉપયોગ કરવા ઉપર કાયમ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

હવે જાણો ક્યાંથી આવ્યો માંકડિંગ આઉટ

સૌથી પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં વીનુ માંકડે વિલ બ્રાઉનને આવી રીતે આઉટ કર્યો હતો. આ પછી તેમની સરનેમ ઉપર માંકડિંગ નામ રાખવામાં આવ્યુ હતુ. IPLમાં રવિચંદ્રન અશ્વિને જોસ બટલરને આઉટ કરીને ચર્ચામાં આવ્યો હતો.

હવે જાણો કેવી રીતે બદલાય છે ક્રિકેટના નિયમો...

ક્રિકેટના નિયમો મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC) નામની સંસ્થા બનાવે છે. આ સંસ્થા સમયે જતા નિયમોમાં ફેરફાર કરતી રહેતી હોય છે. આ સંસ્થા 1787માં બની હતી. 1814માં લોર્ડ્સમાં આની હેડ ઑફિસ બની હતી.

1993માં MCCના એડમિનિસ્ટ્રેટિવ અને ગવર્નેંસ કામોને ICCને સોંપી દેવામાં આવશે. હવે MCCની પાસે માત્ર નિયમો અને તેના સંબંધિત કાર્યો જ રહ્યા છે.

MCCમાં 18 હજાર ફુલ મેમ્બર અને 5 હજાર એસોશિએટ મેમ્બર છે. કોઈપણ મનિયમમાં બદલાવ માટે બે સભ્યોની અનુમતિ જરૂરી છે. સંસ્થા નવા નિયમ બનાવતી પહેલા અંપાયર્સ, સ્કોરર અને પ્લેયર્સ કમિટી સાથે ચર્ચા વિચારણા કરે છે. આ બધાની જ અનુમતિ પછી સંસ્થા ICCને પ્રસ્તાવ મોકલે છે. આ પછી ICCના ચીફ એક્ઝિક્યૂટીવ કમિટીની મિટિંગમાં જેતે નિયમોને મંજૂરી આપવામાં આવે છે.