ચાહરની બહેનનો VIDEO વાઈરલ:માલતી મેચ દરમિયાન 'દીપક-દીપક' બુમો પાડવા લાગી, ફાસ્ટ બોલરે વળતો જવાબ આપ્યો

15 દિવસ પહેલા

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર દીપક ચાહર બુધવારે પોતાના હોમ સિટી જયપુરમાં રમી રહ્યો હતો. તે બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ અને મેચ જોવા આવેલી દીપકની બહેન માલતી ચાહરે અચાનક 'દીપક-દીપક' બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે વાઈરલ થઈ રહ્યો છે.

રસપ્રદ વાત એ છે કે દીપક પણ તેને જવાબ આપતા જોવા મળ્યો હતો. માલતીએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે તેના કેપ્શનમાં લખ્યું હતું કે- 'આજે મારી ફેન મોમેન્ટ છે. હું હંમેશા આ કરવા માગતો હતો.'

ભાઈ-બહેન વચ્ચે સારું બોન્ડિંગ
માલતી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે સમયાંતરે ભાઈ સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. માલતી પોતાના ભાઈ દીપકની દરેક મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચી જાય છે. IPL દરમિયાન પણ માલતી, દીપક અને ચેન્નઈ સુપર કિંગ્સનું સમર્થન કરતા સ્ટેન્ડ્સમાં નજરે પડી હતી.

મેચમાં દીપકની સારી બોલિંગ
દીપક માટે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની મેચ સારી રહી નહોતી. તેણે મેચમાં બોલિંગ દરમિયાન ભારત તરફથી સૌથી વધુ રન આપ્યા હતા. દીપકે 4 ઓવરમાં 42 રન આપ્યા હતા અને માત્ર એક જ વિકેટ લીધી હતી. જોકે તેણે 2019માં બાંગ્લાદેશ વિરૂદ્ધ 7 રન આપી હેટ્રિક સહિત 6 વિકેટ લીધી હતી.

IPL દરમિયાન દીપકે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું
IPL 2021માં પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવી મેચ જીતી લીધી હતી. પરંતુ મેચ પછી CSKના 29 વર્ષીય બોલર દીપક ચાહરે બિગ બોસ ફેમ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન જયા ભારદ્વાજને પ્રપોઝ કરી હતી. તેણે સ્ટેડિયમમાં દર્શકો વચ્ચે જયાને રિંગ પહેરાવી હતી. દીપક અને જયા છેલ્લા ઘણા દિવસોથી એક-બીજા સાથે રિલેશનશિપમાં છે.

દીપક ચાહર બોલિવૂડ એક્ટ્રેસ માલતી ચાહરનો ભાઈ છે. જોકે આ મેચમાં ચેન્નઈએ ટોસ હારી પહેલા બેટિંગ કરતા 134/6નો સ્કોર કર્યો હતો, જેના જવબામાં પંજાબે 42 બોલ પહેલા સ્કોર ચેઝ કરી મેચ 6 વિકેટથી જીતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...