IPLમાં ગંભીરની નવી ઈનિંગ:લખનઉ ફ્રેન્ચાઈઝીએ મેન્ટર બનાવ્યો; ગૌતમની કેપ્ટનશિપમાં કોલકાતા 2 વાર ટાઈટલ જીત્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2007 અને 2011 વર્લ્ડ કપમાં ગંભીર સુપરહિટ રહ્યો

IPLની નવી ફ્રેન્ચાઈઝી લખનઉએ ઈન્ડિયન ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને ટીમના મેન્ટોર પસંદ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગંભીર પહેલીવાર IPLમાં કોઈ ટીમ સાથે મેન્ટર તરીકે જોડાશે. છેલ્લા કેટલાક સમય પહેલા જ લખનઉની ટીમે ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન એન્ડી ફ્લાવરને હેડ કોચ બનાવ્યા છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન લખનઉ ટીમના માલિક સંજીવ ગોયનકા સાથે વાતની પુષ્ટિ કરી અને કહ્યું હાં અમે ગૌતમ ગંભીરને ટીમ સાથે મેન્ટર તરીકે પસંદ કર્યો છે.

કોલકાતાને 2 વાર ચેમ્પિયન બનાવ્યું
ગૌતમ ગંભીરે 2 વાર પોતાની કેપ્ટનશિપમાં કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવ્યું છે. તેની કેપ્ટનશિપમાં KKRએ 2012માં ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે અને 2014માં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવી ટાઈટલ પોતાને નામ કર્યું છે. ગંભીર કોલકાતા સિવાય દિલ્હી કેપિટલ્સનો પણ કેપ્ટન રહ્યો છે. IPLમાં કેપ્ટન તરીકે તેણે 129 મેચ રમી અને 71 જીતવામાં સફળ રહી છે. જેની 57 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

લખનઉ ટીમ 7090 કરોડની છે
આરપી-સંજીવ ગોયનકા ગ્રુપે લખનઉની ટીમને 7090 કરોડ રૂપિયામાં ખરીદી છે અને પાંચ વર્ષ પછી ફરીથી લીગમાં બાઉન્સ બેક કર્યું છે. આની પહેલા ગોયનકા ગ્રુપ પાસે 2 વર્ષ 2016-2017માં રાઈઝિંગ પુણે જાયન્ટ્સની ટીમ હતી. બીજી બાજુ CVC કેપિટલ્સે 5166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમને ખરીદી છે.

2007 અને 2011 વર્લ્ડ કપમાં ગંભીર સુપરહિટ રહ્યો
ભારતે 2007ના T20 વર્લ્ડ કપ અને 2011ના વનડે વર્લ્ડ કપ, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ પોતાને નામ કર્યો હતો. આ જીતમાં ગંભીરે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 2007 T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં આ ખેલાડીએ શાનદાર બેટિંગ કરી હતી. પાકિસ્તાન વિરૂદ્ધ ગૌતમ ગંભીરે 75 રનની ઈનિંગ રમી હતી. આની સહાયથી જ ઈન્ડિયન ટીમ મેચમાં વાપસી કરી શકી હતી.

2011ના વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં સચિન અને સહેવાગના જલદી આઉટ થયા પછી ગંભીરે જ ઈનિંગ સંભાળી હતી. તેણે શ્રીલંકા વિરૂદ્ધ 97 રનની ઈનિંગ રમી અને મેચમાં ભારતને મજબૂત પકડ બનાવવા સહાય કરી હતી.

અન્ય સમાચારો પણ છે...