• Gujarati News
  • Sports
  • Cricket
  • LIVE Team India V S NZ Match | Today On The Disputed Pitch In Kanpur, Here Team India Is Unbeaten For 38 Years; Learn Information Including Game Plan

IND v/s NZ, DAY-1 સ્ટમ્પ્સ:ટીમ ઈન્ડિયાનો સ્કોર 250 રનને પાર, શ્રેયસ-જાડેજા વચ્ચે 100+ રનની પાર્ટનરશિપ; જેમિસને 3 વિકેટ લીધી

9 દિવસ પહેલા
  • ઈન્ડિયન ટીમ સ્ટાર ખેલાડી વિના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ટીમ સામે મેચ રમવા મેદાનમાં
  • કાનપુરમાં 38 વર્ષથી અજેય છે ટીમ ઈન્ડિયા

T20 સિરીઝમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડનો વ્હાઈટ વોશ કરી પોતાની આક્રમક છબિનો પરચો બતાવી દીધો છે. કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેવામાં પહેલા દિવસના અંત સુધી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટના નુકસાને 258 રન રહ્યો છે. ટેસ્ટ ફોર્મેટની ડેબ્યૂ મેચમાં શ્રેયસ અય્યર 136 બોલમાં 75* રન અને રવીંદ્ર જાડેજા 100 બોલમાં 50 રનના સ્કોર સાથે નોટઆઉટ રહ્યા છે. જ્યારે કીવી ટીમના ફાસ્ટ બોલર કાઈલ જેમિસને 3 વિકેટ લીધી છે. મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો......

અય્યર અને જાડેજા વચ્ચે 100+ની પાર્ટનરશિપ
ટીમ ઈન્ડિયાએ પહેલી 4 વિકેટ 145 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. ત્યારપછી 5મી વિકેટ માટે શ્રેયસ અય્યર અને રવીંદ્ર જાડેજાએ 208 બોલમાં 113* રન જોડી ટીમ ઈન્ડિયાની ઈનિંગ સંભાળી હતી. બંને ખેલાડીએ ન્યૂઝીલેન્ડના બોલર્સને વિકેટ લેવાની એકપણ તક આપી નહોતી. હવે બીજા દિવસે આ જોડી ઈન્ડિયન ટીમને હાઈસ્કોર સુધી દોરી શકે છે.

જેમિસન આગળ ભારતના દિગ્ગજ બેટર ફેલ

  • કાઈલ જેમિસને પહેલા સેશનથી આક્રમક બોલિંગ કરી હતી. કીવી બોલરે સૌથી પહેલા 8મી ઓવરમાં મયંક અગ્રવાલને પેવેલિયન ભેગો કરી ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ પાડી હતી.
  • ત્યારપછી જેમિસને 30મી ઓવરના છેલ્લા બોલ પર શુભમન ગિલને ક્લિન બોલ્ડ કરી આઉટ કર્યો હતો.
  • ઈન્ડિયન ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે પણ 50મી ઓવરમાં જેમિસનની બોલિંગ દરમિયાન પેવેલિયન ભેગા થતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. રહાણે જ્યારે આઉટ થયો ત્યારે ઈન્ડિયાનો સ્કોર 145/4 હતો.

ગિલની ફિફ્ટી, પૂજારા સાથે 61 રનની પાર્ટનરશિપ
મયંક અગ્રવાલના આઉટ થયા પછી શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાએ ભારતની ઈનિંગ સંભાળી હતી. આ દરમિયાન ગિલે પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી ફિફ્ટી ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્જરી થયા પછી કમબેક કરી રહેલા ગિલને 2 જીવનદાન પણ મળ્યા હતા, પરંતુ તેણે આ તકનો લાભ ઉઠાવી ઈન્ટરનેશનલ ટેસ્ટ ફોર્મેટમાં પોતાની ચોથી ફિફ્ટી ફટકારી હતી. આની સાથે ગિલ અને પુજારા વચ્ચે 61 રનની પાર્ટનરશિપ પણ થઈ હતી.

  • લંચ બ્રેક સુધી ઈન્ડિયન ટીમનો સ્કોર 82/1 હતો
  • શુભમન ગિલ ફિફ્ટી ફટકાર્યા બાદ 52 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. કાઈલ જેમિસને તેને ક્લિન બોલ્ડ કર્યો હતો.

ટોસ જીત્યા પછી ઈન્ડિયન ટીમની શરૂઆત સતર્ક રહી હતી. એવામાં કાઈલ જેમિસને 8મી ઓવરના પાંચમા બોલ પર મયંક અગ્રવાલને પેવેલિયન ભેગો કર્યો હતો. જેમિસને આઉટ સાઈડ ઓફ સ્ટમ્પ લેન્થ બોલ ફેંક્યો હતો, જેને ડિફેન્ડ કરવા જતાં બેટની આઉટસાઈડ એડ્જ લેતાં મયંક અગ્રવાલ પેવેલિયન ભેગો થયો હતો.

  • ઉમેશ યાદવ 50મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે
  • રચિન રવીન્દ્ર NZ ટીમમાં ડેબ્યુ કરનારો 282મો ખેલાડી બન્યો

DRSએ શુભમન ગિલને બચાવ્યો
ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર ટિમ સાઉથીએ શુભમિન ગિલ વિરુદ્ધ LBW અપીલ કરી હતી, જેને અમ્પયારે આઉટ આપી દેતાં લગભગ ઈન્ડિયન ટીમની પહેલી વિકેટ પડી ગઈ હતી. જોકે શુભમન ગિલે DRSનો ઉપયોગ કરીને આ નિર્ણયને પડકાર્યો હતો, જેને પરિણામે રિવ્યુમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે ઈનસાઈડ એડ્જ વાગ્યા પછી ગિલના પેડ પર બોલ વાગ્યો હતો, જેથી અમ્પાયરને આ નિર્ણય બદલવો પડ્યો અને ગિલને જીવનદાન મળ્યું હતું.

ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનર સાથે ઊતરી
કેપ્ટન અજિંક્ય રહાણેએ મેચ પહેલાં જ સ્પષ્ટપણ કહી દીધું હતું કે શ્રેયસ અય્યર ડેબ્યુ કરશે અને અમે 3 સ્પિનર્સ સાથે મેદાનમાં ઊતરીશું. રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ટીમમાં તક મળી શકે છે. તેવામાં ન્યૂઝીલેન્ડની ટીમ પણ 3 સ્પિનર અને 2 ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઊતરશે.

બંને ટીમની પ્લેઇંગ-11

  • IND- શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ.
  • NZ- ટોમ લેથમ, વિલ યંગ, કેન વિલિયમ્સન, રોસ ટેલર, હેનરી નિકોલસ, ટોમ બ્લંડેલ, રચિન રવી્દ્ર, ટિમ સાઉથી, એજાઝ પટેલ, કાઈલ જેમિસન, વિલિયમ સોમરવિલે.

ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારતનું પ્રદર્શન
ટીમ ઈન્ડિયાએ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં અત્યારસુધી 22 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 7 મેચમાં ટીમ જીતી છે જ્યારે 3માં હારનો સામનો કર્યો છે. વળી આ સ્ટેડિયમમાં 12 ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમ અહીં છેલ્લી મેચ 1983માં વેસ્ટઈન્ડીઝ સામે હારી હતી. ત્યાર પછી ઈન્ડિયાએ અહીં 8 ટેસ્ટ મેચ રમી છે, તેમાં 5 જીતી છે જ્યારે 3 ડ્રો રહી છે. એટલે કે કાનપુરની આ પિચ પર ટીમ ઈન્ડિયા છેલ્લા 38 વર્ષથી એકપણ મેચ હારી નથી.

જીતની હેટ્રિક લગાવી ચૂકી છે ટીમ ઈન્ડિયા
ઈન્ડિયન ટીમે ગ્રીન પાર્કમાં છેલ્લી ત્રણ મેચ જીતી છે. 2008માં ઈન્ડિયાએ અહીં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી, 2009માં શ્રીલંકાને 1 ઈનિંગ અને 144 રનથી અને પછી 2016માં ન્યૂઝીલેન્ડને 197થી હરાવ્યું છે.

પિચ રિપોર્ટ અને વિવાદો
ગ્રીન પાર્કની આ પિચ સ્પિન ફ્રેન્ડલી છે. અહીં બેટરને શરૂઆતની કેટલીક ઓવરમાં મદદ મળે છે, પરંતુ ટેસ્ટ મેચના બીજા દિવસથી આ પિચ પરથી સ્પિનર્સને મદદ મળવા લાગે છે. તેવામાં રવિચંદ્રન અશ્વિન અહીં પોતાની બોલિંગથી કીવી બેટરને મુશ્કેલીમાં મુકી શકે છે.

  • ગ્રીન પાર્ક વિકેટનો વિવાદ લગભગ 13 વર્ષ જૂનો છે. જ્યારે પહેલીવાર ત્રણ દિવસમાં ટેસ્ટ મેચ પૂરી થઈ ગઈ ત્યારે દક્ષિણ આફ્રિકાએ પિચ સાથે ચેડા કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.
  • આ અંગે ICCએ પણ ક્યૂરેટર સહિત BCCIને સ્પષ્ટતા કરવા ટકોર કરી હતી.
  • ક્યૂરેટર વિરૂદ્ધ વર્ષ 2008માં ભારત-દ.આફ્રિકા ટેસ્ટ મેચ દરમિયાન પિચ સાથે ચેડા મુદ્દે કેસ દાખલ કરાયો હતો.
  • જોકે યૂપીસીએના આઉટ ગોઈંગ ઓફિસરે ICCની માફી માગી કેસ ક્લોઝ કરી દીધો હતો.

ગ્રીન પાર્ક પિચના આંકડા

  • પહેલી ઈનિંગનો એવરેજ સ્કોર- 371
  • બીજી ઈનિંગનો એવરેજ સ્કોર- 323
  • ત્રીજી ઈનિંગનો એવરેજ સ્કોર- 254
  • ચોથી ઈનિંગનો એવરેજ સ્કોર- 135
  • હાઈએસ્ટ ટોટલ રેકોર્ડ- 676/7 By IND vs SL
  • લોએસ્ટ ટોટલ રેકોર્ડ- 105/10 By AUS vs IND
અન્ય સમાચારો પણ છે...