• Gujarati News
  • Sports
  • Cricket
  • LIVE | IND NZ 1st Test Day 2 Kanpur Latest New| The Next Day Shreyas Will Enter The Field To Play A Record Break Innings, The Kiwi Team Will Want To Stop India By Giving Less Runs

IND v/s NZ, DAY-2 સ્ટમ્પ્સ:ઈન્ડિયન બોલર્સ વિકેટ માટે તરસ્યા, બીજા દિવસના અંત સુધી કીવી ટીમનો સ્કોર 129/0; લેથમ-યંગની ફિફ્ટી

11 દિવસ પહેલા
  • શ્રેયસ અય્યરે ડેબ્યૂ મેચમાં સદી નોંધાવી, આવું કરનારો 16મો ભારતીય ખેલાડી બન્યો

ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસના અંત સુધી NZનો સ્કોર 129/0 રહ્યો છે. કીવી ઓપનર વિલ યંગે 75 અને ટોમ લેથમે 50 રન કરી ક્રીઝ પર છે. આની પહેલા ટીમ ઈન્ડિયા એક સારી શરૂઆતને હાઈસ્કોરિંગ ટોટલમાં પરિવર્તિત કરી શકી નહોતી અને બીજા દિવસે 345 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ અત્યારે ઈન્ડિયાથી 216 રન પાછળ છે. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો.....

  • ન્યૂઝીલેન્ડના બંને ઓપનરે ફિફ્ટી ફટકારી કીવી ટીમને મજબૂત શરૂઆત અપાવી દીધી છે. તેવામાં ત્રીજા દિવસની ગેમ બંને ટીમ માટે રસાકસીભરી રહેશે, ઈન્ડિયન ટીમને પહેલા સેશનમાં વિકેટ્સ લેવી અનિવાર્ય રહેશે.
  • શ્રેયસ અય્યરે પોતાની ડેબ્યૂ મેચમાં સદી નોંધાવી ટીમને એક સન્માન જનક સ્કોર સુધી દોરી હતી. તો બીજી બાજુ ન્યૂઝીલેન્ડ ટીમના ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ 5 વિકેટ લઈ ટીમ ઈન્ડિયાને 350ની અંદર રોકી દીધી હતી.

ડિસેમ્બર 2016થી ભારતમાં કોઈપણ મહેમાન ટીમની ઓપનિંગ જોડીની આ પહેલી 100+ રનની પાર્ટનરશિપ છે. આની પહેલા ચેન્નઈ ટેસ્ટમાં એલિસ્ટર કુક અને કીટન જેનિંગ્સે ઇંગ્લેન્ડની બીજી ઈનિંગમાં 103 રન જોડ્યા હતા.

  • વિલ યંગે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાના 5500 રન પૂરા કર્યા.
  • વિલે 88 બોલમાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની બીજી ફિફ્ટી પૂરી કરી.

લેથમને DRSએ બચાવ્યો

  • ન્યૂઝીલેન્ડની પહેલી ઈનિંગમાં બેટિંગ દરમિયાન ત્રીજી ઓવરમાં ઈશાંત શર્માએ ત્રીજા બોલ પર ટોમ લેથમને આઉટ (LBW) આપ્યો હતો.
  • જોકે તેણે DRS લઈને તેમના આ નિર્ણયને પડકારતા જાણવા મળ્યું હતું કે લેથમના બેટની એડ્જ લીધા પછી બોલ પેડ પર વાગ્યો હતો.
  • બેટ અને બોલ વચ્ચે સંપર્ક થયો હોવાથી ફિલ્ડ અમ્પાયરને પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો.

શ્રેયસની શાનદાર સદી
પોતાની ડેબ્યૂ મેચમાં શ્રેયસ અય્યરે 157 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની સાથે મેડન ટેસ્ટ સદી ફટકારી છે. શ્રેયસ અય્યર ડેબ્યૂ મેચમાં સદી નોંધવનારો ભારતનો 16મો અને વિશ્વનો 112મો ખેલાડી બની ગયો છે. આની
સાથે જ અય્યર ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ડેબ્યૂ મેચમાં સદી મારનારો ત્રીજો ખેલાડી બની ગયો છે.

  • ટિમ સાઉદીએ 97મી ઓવરમાં અય્યરને પેવેલિયન ભેગો કર્યો હતો.
  • અય્યર 171 બોલમાં 105 રન કરી આઉટ થયો હતો.

DAY-2, ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી
બીજા દિવસે 258ના સ્કોરથી આગળ વધતા ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઉલ્લેખનીય છે કે બીજા દિવસની પહેલી જ ઓવરમાં જ ન્યૂઝીલેન્ડે જાડેજા વિરૂદ્ધ LBWની અપીલ કરી હતી જેને અમ્પયારે નકારી કાઢી હતી. તેવામાં કીવી ટીમે DRSનો ઉપયોગ કરી આ નિર્ણયને પડકાર્યો હતો. જોકે આ સમયે બોલ સ્ટમ્પ લાઈનની ઉપર હોવાથી જાડેજાને નોટઆઉટ જાહેર કરાયો હતો.

  • જોકે જાડેજા ત્યારપછી સારુ નહોતો રમી શક્યો અને સાઉદીની ઓવરમાં તે બોલ્ડ થયો હતો. તેણે 112 બોલમાં 50 રન કર્યા હતા.
  • પહેલા દિવસે ઈન્ડિયન કેપ્ટન રહાણે પણ DRSથી બચ્યા પછી બીજા બોલ પર બોલ્ડ થયો હતો.
  • 5મી વિકેટ માટે જાડેજા અને શ્રેયસ અય્યર વચ્ચે 226 બોલમાં 121 રન જોડ્યા હતા.

ગ્રીન પાર્ક પિચના આંકડા

  • પહેલી ઈનિંગનો એવરેજ સ્કોર- 371
  • બીજી ઈનિંગનો એવરેજ સ્કોર- 323
  • ત્રીજી ઈનિંગનો એવરેજ સ્કોર- 254
  • ચોથી ઈનિંગનો એવરેજ સ્કોર- 135
  • હાઈએસ્ટ ટોટલ રેકોર્ડ- 676/7 By IND vs SL
  • લોએસ્ટ ટોટલ રેકોર્ડ- 105/10 By AUS vs IND

ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનર સાથે ઊતરી
કેપ્ટન અજિંક્ય રહાણેએ મેચ પહેલાં જ સ્પષ્ટપણ કહી દીધું હતું કે શ્રેયસ અય્યર ડેબ્યુ કરશે અને અમે 3 સ્પિનર્સ સાથે મેદાનમાં ઊતરીશું. રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ટીમમાં સામેલ કરાયા છે.

બંને ટીમની પ્લેઇંગ-11

  • IND- શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ.
  • NZ- ટોમ લેથમ, વિલ યંગ, કેન વિલિયમ્સન, રોસ ટેલર, હેનરી નિકોલસ, ટોમ બ્લંડેલ, રચિન રવી્દ્ર, ટિમ સાઉથી, એજાઝ પટેલ, કાઈલ જેમિસન, વિલિયમ સોમરવિલે.
અન્ય સમાચારો પણ છે...