તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિરાટ કોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં એકમાત્ર એવો ખેલાડી છે, જે શરૂઆતથી આ જ ફ્રેન્ચાઇઝ માટે રમે છે. 2013માં તેને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે શરૂઆતથી જ ટીમને ચેમ્પિયન બનાવવી કોહલી માટે એક મોટો પડકાર રહ્યો છે. ટીમ અત્યારસુધી 3 ફાઈનલ પણ રમી છે, પરંતુ ચેમ્પિયન બની શકી નથી.
કોહલી આઈપીએલનો પહેલો ખેલાડી છે, જેણે 5,000 રનના આંકડા સુધી પહોંચ્યો છે. તે હજુ પણ 192 મેચમાં 5878 રન સાથે ટોપ સ્કોરર છે. 2021 સીઝનમાં તેની પાસે 6 હજારનો આંકડો સ્પર્શવાની તક છે. તે આમ કરનારો લીગનો પહેલો ખેલાડી હશે.
વિરાટ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે વધુ સફળ છે
વિરાટની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં થઈને કુલ 200 મેચ રમી છે. એમાંથી 64% એટલે 128 મેચ જીતી છે. એ જ સમયે, T-20 આંતરરાષ્ટ્રીય મામલે ટીમે કોહલીની કેપ્ટનશિપ હેઠળ 45માંથી 27 મેચ જીતી છે. અહીં પણ સફળતાનો દર 60% છે, પરંતુ જ્યારે આઈપીએલની વાત આવે છે ત્યારે કોહલીની કેપ્ટનશિપ ફિક્કી પડી જાય છે. આરસીબીએ તેની કેપ્ટનશિપ હેઠળ 125 મેચ રમી છે, જેમાંથી ફક્ત 44% એટલે કે 55 મેચ જીતી છે.
કોહલીને 13મી સીઝનમાં તક મળી હતી
ગત સીઝનમાં કોહલી પાસે આરસીબીને ટાઇટલ જિતાડવાની સારી તક હતી. ટીમે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) દ્વારા એલિમિનેટર રાઉન્ડમાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે સીઝનમાં કોહલીએ 15 મેચમાં 466 રન બનાવ્યા હતા. તે ટીમનો બીજો ટોપ સ્કોરર હતો. આરસીબી માટેની તે સીઝનમાં યુવા ઓપનર દેવદત્ત પડિક્કલ 15 મેચમાં 473 રન બનાવ્યા હતા.
2016 કોહલી માટે લકી વર્ષ હતું, પરંતુ ફાઇનલમાં હાર્યો હતો
આઈપીએલની 2016ની સીઝન કોહલી માટે ભાગ્યશાળી હતી. તેણે એ સીઝનમાં સૌથી વધુ 973 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જે હજી અકબંધ છે. આ સમય દરમિયાન તેણે એક સીઝનમાં મહત્તમ 4 સદીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આરસીબી એ સીઝનમાં ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને હૈદરાબાદે 8 રને માત આપી હતી.
8 ટીમ 52 દિવસમાં ફાઇનલ સહિત 60 મેચ રમશે
14મી સીઝનમાં તમામ 8 ટીમ 52 દિવસમાં ફાઇનલ સહિત 60 મેચ રમશે. તમામ મુકાબલા 6 શહેર- અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં રમાશે. ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પહેલીવાર એવું થઈ રહ્યું છે કે ટૂર્નામેન્ટ હોવા છતાં ટીમો પોતાના હોમગ્રાઉન્ડમાં નહીં રમે, એટલે કે કોલકાતાની મેચ કોલકાતામાં અને મુંબઈની મેચ મુંબઈમાં નહીં રમાય.
મુંબઈ સૌથી વધુ 5 વાર ચેમ્પિયન બન્યું
IPLના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધુ 5 ટાઇટલ જીત્યા છે. રોહિતની કપ્તાનીમાં ટીમ 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી. બીજા નંબરે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નઈ સુપરકિંગ્સ છે. તેઓ 2010, 2011 અને 2018 એમ કુલ ત્રણવાર ખિતાબ જીત્યા છે તેમજ સૌથી વધુ 8 ફાઇનલ રમવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. ટીમ 2008, 2012, 2013, 2015 અને 2019માં રનરઅપ રહી હતી.
કોલકાતા અને હૈદરાબાદ 2-2 વાર ચેમ્પિયન બન્યું છે. કોલકાતા 2012, 2014 અને હૈદરાબાદ 2009, 2016માં ચેમ્પિયન બન્યું હતું. રાજસ્થાને એકવાર 2008માં ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પંજાબ, દિલ્હી અને બેંગલોરની ટીમ હજી સુધી ચેમ્પિયન બનવામાં સફળ થઈ નથી. ગઈ સીઝનમાં મુંબઈએ દિલ્હીને હરાવીને 5મી વાર કપ ઉપાડ્યો હતો.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.