તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Laxman Said Lost The Test In Sydney Due To Wrong Decision Of The Umpire; The Test Was Discussed Due To The Harbhajan Symonds Clash

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2008નો મંકીગેટ વિવાદ:લક્ષ્મણે કહ્યું- સિડનીમાં અમ્પાયરના ખોટા નિર્ણયને લીધે ટેસ્ટ હાર્યા હતા; હરભજન-સાયમન્ડ્સની ટક્કરના લીધે ચર્ચિત થઈ હતી ટેસ્ટ

સિડની2 મહિનો પહેલા
 • કૉપી લિંક
2008 સિડની ટેસ્ટમાં સાયમન્ડ્સે આરોપ લગાવ્યો હતો કે, હરભજને તેને વાનર કહ્યો છે. - Divya Bhaskar
2008 સિડની ટેસ્ટમાં સાયમન્ડ્સે આરોપ લગાવ્યો હતો કે, હરભજને તેને વાનર કહ્યો છે.

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે ટીમ ઈન્ડિયાના સંબંધો ઘણા ગાઢ રહ્યા છે. આ વર્ષે જ્યાં સિડની ટેસ્ટ પહેલા કોરોના પ્રોટોકોલ તોડવા 5 ખેલાડીઓ પર વિવાદ થયો હતો. તે જ સમયે, અગાઉ પણ, આવા ઘણા નાના વિવાદો સંકળાયેલા છે. ભારતીય ટીમે કરેલા 2008ના ઓસ્ટ્રેલિયન પ્રવાસને કોણ ભૂલી શકે છે.

આ પ્રવાસ પર મંકીગેટ સ્કેન્ડલ ખૂબ લાઈમલાઈટમાં રહ્યો હતો. પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, ટીમ ઈન્ડિયા 2008માં ખરાબ અમ્પાયરિંગના કારણે સિડની ટેસ્ટ હારી હતી. તે જ સમયે, મંકીગેટ વિવાદ માટે, સ્પિનર ​​હરભજન સિંહ પર 1 મેચ માટે પ્રતિબંધ મૂકાયો હતો.

સિડની ટેસ્ટ અને મંકીગેટ સ્કેન્ડલ

 • સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં લક્ષ્મણે કહ્યું કે ભારત પાસે સિડની ટેસ્ટ જીતવાની તક હતી.
 • 2008માં મેલબોર્ન ટેસ્ટ જીત્યા પછી અમારી પાસે સિડનીમાં પણ જીતવાની સારી તક મળી.
 • હું જાણું છું કે સિડની ટેસ્ટ મંકીગેટ સ્કેન્ડલ તરીકે ઓળખાય છે, પરંતુ અમે એ ટેસ્ટ જીતી શકતા હતા.

અમ્પાયરે સાયમન્ડ્સને 2-3 વખત આઉટ આપ્યો ન હતો

 • લક્ષ્મણે કહ્યું, 'પહેલી ઇનિંગ્સમાં અમે ઓસ્ટ્રેલિયાની શરૂઆતની વિકેટો સરળતાથી લીધી દીધી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ દબાણમાં હતી.
 • ત્યારબાદ અમે એન્ડ્ર્યુ સાયમન્ડ્સને 2-3 વખત આઉટ કર્યો હતો, પરંતુ અમ્પાયરે તેને આઉટ આપ્યો ન હતો.
 • આરપી સિંહે સાયમન્ડ્સને જે રીતે કેચ આઉટ કરાયો એ હું ક્યારેય ભૂલી નહિ શકું.

બકનર અને બેન્સનની ખરાબ અમ્પાયરિંગ

 • લક્ષ્મણે કહ્યું, સાયમન્ડ્સના બેટમાં બોલનો લાગવાનો અવાજ આવ્યો હતો, જેને અમ્પાયર સ્ટીવ બકનર અને માર્ક બેન્સન દ્વારા નકારી કાઢવામાં આવ્યો.
 • પરિણામ એ આવ્યું કે સાયમન્ડે સદી ફટકારી હતી. ટેસ્ટના અંતિમ દિવસે જે રીતે સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ આઉટ આપવામાં આવ્યા તે દુઃખદ હતું.

મામલો કાબૂ બહાર હતો

 • મંકીગેટ વિવાદ પર લક્ષ્મણે કહ્યું કે આ મામલો નિયંત્રણની બહાર ગયો હતો.
 • તેણે કહ્યું, એક સમયે અમે ટેસ્ટ સીરિઝ છોડવાનો નિર્ણય લીધો હતો. અનિલ કુંબલે રાજદ્વારીની જેમ વર્તી રહ્યો હતો.
 • મને લાગે છે કે બીસીસીઆઈએ યોગ્ય નિર્ણય લીધો અને શ્રેણી ચાલુ રહી.

ઓસ્ટ્રેલિયાએ ભારતને 122 રનથી હરાવ્યું હતું

 • 2008માં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 122 રનથી હરાવ્યું હતું.
 • સાયમન્ડ્સના 162 રન થકી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 463 રન બનાવ્યા હતા.
 • તેના જવાબમાં ભારતીય ટીમે લક્ષ્મણ અને સચિન તેંડુલકરની સદીની મદદથી પ્રથમ દાવમાં 532 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયા સામે 69 રનની લીડ મેળવી હતી.
 • બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 401 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો.
 • 332 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ 210 રનમાં ઓલઆઉટ થઈ હતી.

હરભજન-સાયમન્ડ્સ વચ્ચેનો વિવાદ

 • હરભજન સિંહ અને એન્ડ્ર્યુ સાયમન્ડ્સ આ ટેસ્ટમાં ટકરાયા હતા.
 • સાયમન્ડ્સનો આરોપ છે કે હરભજન તેને વાનર કહ્યો.
 • મામલો એટલો વધી ગયો કે ભારતે પ્રવાસ બોયકોટ કરવાનું વિચાર્યું હતું.
 • સચિન તેંડુલકરે પણ આ વિવાદનો ઉલ્લેખ તેમની આત્મકથા 'પ્લેઇંગ ઇટ માય વે' માં કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો