તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ ઈન્ડિયન્સના સ્ટર્સ નવી જર્સીમાં દેખાશે:IPL 2021 માટે ટીમની જર્સી લોંચ, આ અગાઉ ચેન્નઈ પણ રજૂ કરી ચુકી છે નવી જર્સી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
IPL 2021 સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી - Divya Bhaskar
IPL 2021 સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી

છેલ્લી બે IPL ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2021 સિઝન માટે નવી જર્સી લોંચ કરી છે. આ જર્સીમાં મુંબઈ ઈન્ડિયન્સના ટ્રેડમાર્ક કલર બ્લુ અને ગ્લોડનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. IPLની શરૂઆતી 2 વર્ષમાં લાઈટ બ્લુ જર્સી સાથે જનારી મુંબઈની ટીમ વર્ષ 2010થી ડીપ બ્લુ કલરની જર્સી ધરાવે છે. આ વખતની જર્સીને ફેશન ડિઝાઈનર શાંતનુ અને નિખિલે ડિઝાઈન કરી છે.

5 વખત ચેમ્પિયન રહી ચુકી છે મુંબઈની ટીમ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વર્ષ 2010માં જર્સી બદલવા સાથે પ્રથમ વખત IPLની ફાઈનલમાં પણ પહોંચી હતી. જોકે, ટીમ તે વર્ષે પણ ચેમ્પિયન બની શકી ન હતી. મુંબઈએ પ્રથમ વખત વર્ષ 2013માં જીત હાંસલ કરી હતી. ત્યારબાદ અનુક્રમે વર્ષ 2015, 2017, 2019 અને 2020માં પણ ખિતાબ જીત્યો છે. આ સાથે તે IPLના ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. મુંબઈ ઈન્ડિયન્સનું સૌથી ખરાબ પર્ફોમન્સ વર્ષ 2009માં રહ્યું હતું. તે સમયે ટીમ સાતમાં સ્થાન પર રહી હતી. મુંબઈનું કહેવું છે કે વર્ષ 2021ની જર્સી પાંચ મૂળ તત્વ ધરતી, જળ, અગ્નિ, વાયુ અને આકાશને દર્શાવે છે.

CSK પણ લોંચ કરી ચુકી છે જર્સી

મુંબઈ અગાઉ 3 વખત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ પણ વર્ષ 2021 સિઝન માટે જર્સી લોંચ કરી ચુકી છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જર્સીને સત્તાવાર રીતે રજૂ કરી. ત્યારબાદ ચેન્નઈની જર્સીમાં ખભા પર કેમોફ્લેગ જોડવામાં આવેલ છે. આર્મ્સ ફોર્સિસને સન્માન આપવા માટે આમ કરવામાં આવ્યું છે.

ઓપનિંગ મેચમાં ઉતરસે મુંબઈની ટીમ
આ વર્ષે IPLની શરૂઆત 9 એપ્રિલથી થવા જઈ રહી છે. શરૂઆતની મેચ મુંબઈ અને બેંગ્લુરુની ટીમ વચ્ચે થવાની છે. બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી 27 મેચ રમાઈ ચુકી છે. આ પૈકી મુંબઈએ 17 મેચમાં જીત મેળવી છે. 9 મેચમાં RCBએ જીત મેળવી છે. 1 મેચ ટાઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો