ટેસ્ટ મેચ:લાથમે બીજીવાર 250+નો સ્કોર કર્યો, બાંગ્લાદેશ 126 રનમાં ઓલઆઉટ

ક્રાઈસ્ટચર્ચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંતિમ ટેસ્ટ રમી રહેલા રોસ ટેલરે 28 રન કર્યા

બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી ટેસ્ટના બીજા દિવસે ન્યૂઝીલેન્ડ પોતાની પ્રથમ ઈનિંગ્સ 521/6 એ ડિક્લેર કરી હતી. ડેવોન કૉન્વેએ ટેસ્ટમાં પોતાની ત્રીજી સદી ફટકારી. 109 રન કર્યા બાદ તે આઉટ થયો. કેપ્ટન લાથમે 252 રનની ઈનિંગ્સ રમી. લાથમે બીજીવાર ટેસ્ટમાં 250+નો સ્કોર કર્યો છે. આ અગાઉ તે 264 રનની ઈનિંગ્સ રમી ચૂક્યો છે.

પોતાની અંતિમ ટેસ્ટ રમી રહેલ રોસ ટેલર 28 રન કરી આઉટ થયો હતો. બોલર્સના નિષ્ફળ રહ્યા બાદ બાંગ્લાદેશના બેટર્સે પણ નિરાશ કર્યા. ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 126 રને ઓલઆઉટ થઈ હતી. યાસિર અલીએ 55 રન કર્યા. બાંગ્લાદેશનો ઈબાદત હુસૈન છેલ્લી 10 ઈનિંગ્સમાં 1 પણ રન કરી શક્યો નથી. તેણે સતત સૌથી વધુ ઈનિંગ્સમાં ખાતું ન ખોલાવી શકવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.

ટ્રેન્ટ બોલ્ટે ટેસ્ટમાં 300 વિકેટ પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી. તે આ સિદ્ધિ મેળવનાર ત્રીજો અને ઓવરઓલ 36મો બોલર છે. ન્યૂઝીલેન્ડ પાસે 395 રનની લીડ છે.

અન્ય સમાચારો પણ છે...