• Gujarati News
  • Sports
  • Cricket
  • Last Season, Super Kings Changed The Captain Twice, Now The CEO Said Mahi Will Handle Captaincy Of The Team.

ધોની કરશે CSKની કેપ્ટનશિપ:ગત સિઝનમાં સુપર કિંગ્સે બે વાર કેપ્ટન બદલ્યા હતા, હવે CEOએ કહ્યુ- માહી જ સંભાળશે ટીમની કમાન

એક મહિનો પહેલા

આઈપીએલ (IPL)ની હવેની સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ મહેન્દ્ર સિંહ ધોની જ કરશે. આ વાતની પુષ્ટિ ટીમના CEO કાશી વિશ્વનાથે કરી છે.

ગત સિઝનમાં CSKએ બે વખત કેપ્ટન બદલ્યા હતા. પહેલા ધોનીએ જાતે જ કેપ્ટનશિપ છોડી હતી. અને ત્યારે રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ખરાબ પ્રદર્શનના કારણે જાડેજાએ અધ્ધવચ્ચેથી કેપ્ટનશિપ છોડી દીધી હતી. ત્યારે ટીમની ડોર ફરી ધોનીએ સંભાળી હતી.

એવું કહેવામાં આવી રહ્યુ હતુ કે ચેન્નાઈ સુપરકિંગ્સ હવેની સિઝનમાં નવા કેપ્ટન સાથે ઉતરશે. ત્યારે CEOએ આ ચર્ચાઓ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધુ છે. વિશ્વનાથે કહ્યુ હતુ કે મહેન્દ્ર સિંહ ધોની જ ટીમના કેપ્ટન રહેશે.

રાઈઝિંગ પૂણે સુપર જાયંટ્સના કેપ્ટન પણ રહી ચૂક્યા છે ધોની
મહેન્દ્ર સિંહ ધોની IPLમાં શરૂઆતથી જ CSKના કેપ્ટન રહી ચૂક્યા છે. તેમની કેપ્ટનશિપમાં CSK 4 વાર ચેમ્પિયન બન્યુ છે. ધોનીએ રાઈઝિંગ પૂણે સુપર જાયંટ્સ ટીમના પણ કેપ્ટન રહી ચૂક્યા છે. જ્યારે CSK ઉપર 2 વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો, ત્યારે 1 સિઝનમાં તેમણે રાઈઝિંગ પૂણે સુપર જાયંટ્સની પણ કેપ્ટનશિપ કરેલી હતી. આ પછીની સિઝનમાં સ્ટિવ સ્મિથે કેપ્ટનશિપ કરી હતી. ગત સિઝનમાં ધોનીએ 232 રન જ બનાવ્યા હતા.

IPLની કેપ્ટનશિપમાં ધોની અત્યારે પણ નંબર-1
કોઈપણ IPL ટીમના કેપ્ટનની વાત કરવામાં આવે તો ધોની અત્યારેપણ નંબર-1 છે. તેમણે 2 ટીમ (CSK અને RPS) તરફથી 210 મેચમાં કેપ્ટનશિપ કરી છે. જેમાં તેમને 123માં જીત મળી છે. આ મામલે રોહિત શર્મા બીજા નંબર ઉપર છે. રોહિતે 143માંથી 79 મેચમાં કેપ્ટનશિપ કરેલી છે.

પોઈન્ટ ટેબલમાં 9માં નંબર ઉપર રહી હતી ટીમ
ગત સિઝનમાં ટીમે ખરાબ પ્રદર્શન કર્યુ હતુ. CSKએ 14 મેચમાંથી માત્ર 4 મેચ જીત્યા હતા. ટીમે સિઝનમાં માત્ર 8 પોઈન્ટ્સ જીત્યા હતા.