બ્રાયન લારા સનરાઈઝર્સ હૈદરાબાદના હેડ કોચ બન્યા:ટોમ મૂડીની જગ્યા લેશે; ગયા વર્ષે ટીમના બેટિંગ કોચ હતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વેસ્ટઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાને સનરાઈઝર્સ હૈદરાબાદના હેડ કોચ બનાવવામાં આવ્યા છે. તેઓ ટોમ મૂડીની જગ્યા લેશે. તે પહેલીવાર કોઈ T20 ટીમના હેડ કોચ બનશે.

ફ્રેન્ચાઈઝીએ શનિવારે પોતાના સોશિયાલ મીડિયા હેન્ડલ પરથી આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે લારાનો ફોટો પોસ્ટ કરીને જણાવ્યુ હતુ કે 'ક્રિકેટીંગ લેજેન્ડ બ્રાયન લારા આવનાર સિઝનમાં અમારા હેડ કોચ હશે.'

તેમણે ટોમ મૂડીનો ફોટો પોસ્ટ કરીને લખ્યુ હતુ કે 'તેમની સાથેનો અમારો કરાર પૂરો થઈ રહ્યો છે. આ મોકા ઉપર અમે ટોમને તેમના યોગદાન આપવા માટે ધન્યવાદ કરીએ છીએ. આટલા વર્ષોની તેમની સાથે સફર શાનદાર રહી. અમે તેમના ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવીએ છીએ. લારા વર્ષ 2021થી ટીમના બેટિંગ કોચ તરીકે રહ્યા હતા.'

મૂડીએ 2016માં ચેમ્પિયન બનાવ્યુ હતુ

2016માં સનરાઈઝર્સ હૈદરાબાદે ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રને હરાવીને ટ્રોફી જીતી હતી.
2016માં સનરાઈઝર્સ હૈદરાબાદે ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રને હરાવીને ટ્રોફી જીતી હતી.

ઓસ્ટ્રેલિયન કોચ ટોમ મૂડી વર્ષ 2013થી સનરાઈઝર્સ સાથે જોડાયા હતા. તેઓ 219 સુધી ટીમ સાથે રહ્યા હતા. આ દરમિયાન ટીમ 5 વખત પ્લેઑફ સુધી પહોંચી હતી. અને એકવાર (2016માં) ચેમ્પિયન બની હતી. વર્ષ 2020માં મૂડીની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના જ ટ્રેવર બેલિસ હેડ કોચ બન્યા હતા. પછી ફરી મૂડી ગયા વર્ષે ડાઈરેક્ટરના રોલમાં આવ્યા હતા. આ પછી તેમને ફરી હેડ કોચ બનાવવામાં આવ્યા હતા.

વાઈપર્સના હેડ કોચ બનશે મૂડી
ટોમ મૂડી હવે ડેઝર્ટ વાઈપર્સના ક્રિકેટ ડાઈરેક્ટર બનશે. વાઈપર્સની ટીમ ઈન્ટરનેશનલ લીગ T20ની ફ્રેન્ચાઈઝી છે. આ લીગનું આયોજન UAEમાં થવાનું છે.