તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાહુલની સુકાનીવાળી પંજાબને હજુ પણ પોતાના પહેલા ટાઇટલની રાહ જોઇ રહી છે. ટીમ 2014માં ફાઇનલ સુધી પહોંચી હતી. આ સીઝનમાં તેણે નામ બદલીને પંજાબ કિંગ્સ કર્યું છે. ટીમના સપોર્ટ સ્ટાફમાં અનિલ કુંબલે, એંડી ફ્લાવર, જોંટી રોડ્સ અને વસીમ જાફર જેવા નામ છે. પણ ટીમમાં ચેમ્પિયન ખેલાડીઓની કમી છે. ટીમ 12 એપ્રિલે રાજસ્થાન સામે કરશે. મધ્યમક્રમમાં ભરોસો આપે તેવી બેટીંગ લાઇનઅપ નહીં: ઓપનિંગમાં રાહુલ અને મયંકની જોડી છે. પણ સફળ થવા માટે વિસ્ફોટક બેટ્સમેનની જરૂરીયાત છે. ઓવરઓલ મધ્યમક્રમની ઉણપ છે. દીપક હુડા અને મંદીપ છે, પણ તે ભરોસા આપી નથી શકતા. ગત સિઝનમાં ઘણી મેચ બાદ ક્રિસ ગેઈલને રમાડ્યો હતો.
હરીફ પર પ્રેશર લાવનાર બોલર નથી, બિશ્નોઈ પાસે આશા
શમીની પાસે અનુભવ છે. તેને સત સારૂ પ્રદર્શન કર્યું. રિચર્ડસન અને રિલે મેરેડિથને ટીમે હરાજીમાં ખરીદ્યા. પણ લાગતું નથી કે તે હરીફ પર દબાણ નાખી શકશે. તેની પાસે આઇપીએલમાં રમવાનો અનુભવ નથી. ઇશાન પોરેલ રેડ બોલ ક્રિકેટર નથી. સ્પિનમાં રવિ બિશ્નોઈ અને મુરૂગન અશ્વિનના રૂપમાં બે લેગ સ્પિનરો છે. ગત સિઝનમાં તેણે સારૂ પ્રદર્શન કર્યું હતું અને આ વખતે તેમની પાસે ઘણી આશા છે.
આ ખેલાડીઓની સાથે ટીમનું ચેમ્પિયન બનવું મુશ્કેલ
કુંબલે, ફ્લાવર અને જોંટી રોડ્સ રમતા હોત તો તેને જીત માટે દાવેદાર માની શકતા. પણ આ લાઇન-અપની સાથે મુશ્કેલ છે. ટીમમાં ક્વોલિટી ખેલાડીઓની કમી છે. ટીમને પ્રબળ દાવેદારના રૂપમાં જોઇ ન શકાય. શાહરુખ ખાન પર નજર રહેશે. તેણે શરૂઆતની મેચમાં તક આપવી જોઇએ.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.