ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પિતા બન્યો છે. તેણે પુત્રની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. કૃણાલે બે તસવીરો શેર કરી છે, જેમાં લખ્યું છે કે કવીર કૃણાલ પંડ્યા.
આ તસવીરમાં પુત્ર કવીર અને પત્ની પંખુરી પણ જોવા મળી રહી છે. આ તસવીરો કૃણાલે શેર કર્યા પછી લોકો તેને શુભકામના આપી રહ્યા છે.
આ પોસ્ટ પર કેએલ રાહુલે કહ્યું હતું કે બન્નેને ખુબ ખુબ શુભકામના. જ્યારે હાર્દિકની પત્ની નતાશાએ હાર્ટ ઈમોજી શેર કરી હતી. ઝહિર ખાનની પત્ની સાગરિકાએ પણ બન્નેને શુભકામના આપી છે.
IPLમાં કૃણાલનું પ્રદર્શન
ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની ગત સીઝનમાં કૃણાલ લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમ્યો હતો. તે વાઈસ કેપ્ટન હતો. તેણે 14 મેચમાં 183 રન બનાવ્યા હતા. આ પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો. IPLની કુલ 98 મેચમાં તેણે 1326 રન બનાવ્યા છે અને 61 વિકટ લીધી છે. અત્યાર સુધી તેણે માત્ર એક ફિફ્ટી ફટકારી છે.
ટીમ ઈન્ડિયાની બહાર છે કૃણાલ
કૃણાલ પંડ્યા હાલ ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે ભારત વતી હાલ 5 વન ડે રમી છે. તેણે 130 રન બનાવ્યા છે અને 2 વિકેટ લીધી છે. T20માં તેણે 19 મેચ રમી છે, તેમા 124 રન કર્યા છે અને 15 વિકેટ લીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.