તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
IPL 2021 સિઝન માટે ચેન્નાઈમાં યોજાયેલી હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કર્ણાટકનો ઓલ રાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમ પર ભારે બોલી લગાવી હતી. ગૌતમ માટે સીએસકે અને હૈદરાબાદ વચ્ચે ઉગ્ર સ્પર્ધા હતી, પરંતુ અંતે એમએસ ધોનીની ફ્રેંચાઇઝીએ ગૌતમને 9.25 કરોડમાં ખરીદ્યો હતો. આ સાથે જ ગૌતમ આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો વેચાનારા અનકેપ્ડ પ્લેયર પણ બન્યો છે.
ગૌતમ IPLના ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ પ્લેયર
કર્ણાટકનો કે. ગૌતમ લીગના ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ પ્લેયર બન્યો છે. તેને 9.25 કરોડમાં ચેન્નાઈ સુપરકિંગ્સે ખરીદ્યો છે. અગાઉ સૌથી મોંઘા અનકેપ્ડ પ્લેયરનો રેકોર્ડ કૃણાલ પંડ્યાના નામે હતો. તેને 2018માં મુંબઈ ઇન્ડિયન્સે 8.80 કરોડમાં ખરીદ્યો હતો.
After a three-team bidding war, K Gowtham joined @ChennaiIPL for INR 9.25 Cr. ⚡️⚡️@Vivo_India #IPLAuction pic.twitter.com/DO5IMJOOV3
— IndianPremierLeague (@IPL) February 18, 2021
ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમે આઇપીએલમાં પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2018માં કરી હતી અને છેલ્લી ત્રણ સિઝનમાં તે 24 મેચ રમી ચૂક્યો છે. 24 મેચોમાં તેના નામ પર કુલ 13 વિકેટ નોંધાયેલી છે, જ્યારે તેણે 186 રન બનાવ્યા છે. જ્યારે તેની ટી-20 કારકિર્દીની વાત કરીએ તો 62 મેચોમાં 15.63ની સરેરાશથી 594 રન બનાવ્યા છે. ટી-20 મેચમાં તેનો બેસ્ટ સ્કોર 60 રન રહ્યો છે. જ્યારે બોલિંગની વાત કરીએ તો આ 32 વર્ષીય ખેલાડીએ 62 મેચોમાં 41 વિકેટ ઝડપી છે અને તેનું બેસ્ટ પ્રદર્શન 19 રન આપીને 4 વિકેટ ઝડપી છે.
ગૌતમે રચ્યો ઇતિહાસ
ગૌતમ ઘર આંગણે રમાયેલી સિરીઝ પર ચર્ચાયેલું નામ છે અને હાલમાં પણ તેનું પ્રદર્શન ખુબ ક સારું છે જેના કારને આ સિરીઝમાં CSKએ તેના પર ભારે રૂપિયા ખર્ચ કર્યા છે. તેણે 42 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 1045 રન બનાવ્યા છેમ જેમાં એક સદી અને ચાર ફિફ્ટી સામેલ છે. ફર્સ્ટ ક્લાસમાં તેનો બેસ્ટ સ્કોર 149 રન રહ્યો છે જ્યારે બોલિંગની વાત કરીએ તો 42 મેચોમાં તેણે કુલ 166 વિકેટ ઝડપી છે. ફર્સ્ટ ક્લાસ મેચોની એક ઇનિંગ્સમાં તેનું બેસ્ટ પ્રદર્શન 60 રન આપીને 8 વિકેટ રહ્યો છે. જ્યારે એક મેચમાં તેમણે 170 રન આપીને 14 વિકેટ ઝડપી હતી. તેમનં 45 લિસ્ટ એ મેચમાં તેના નામ પર 594 રન છે તેમનં આટલી જ મેચોમાં કુલ 67 વિકેટ ઝડપી છે અને અહીંયા તેનું બેસ્ટ પ્રદર્શન 28 રન આપીને 5 વિકેટ રહ્યું છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.