• Gujarati News
  • Sports
  • Cricket
  • Kolkata Knight Riders Franchise Says It Will Only Consider To Invest In England's The Hundred League, When An Offer Has Been Made

આઇપીએલ:કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઇઝે કહ્યું- ઇંગ્લેન્ડની ધ હન્ડ્રેડ લીગમાં રોકાણનો પ્રસ્તાવ મળે ત્યારે જ તેના પર વિચાર કરીશું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરુખ ખાન સાથે ટીમના સીઈઓ વેંકી મૈસૂર. -ફાઈલ ફોટો - Divya Bhaskar
કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરુખ ખાન સાથે ટીમના સીઈઓ વેંકી મૈસૂર. -ફાઈલ ફોટો

ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝવ કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર)ના સીઈઓ વેંકી મૈસૂરે ઇંગ્લેન્ડની ક્રિકેટ લીગ 'ધ હન્ડ્રેડ' વિશે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દરેક જગ્યાએ સમાચાર છે કે અમે ધ હન્ડ્રેડ લીગમાં રોકાણ કરવા માગીએ છીએ, પરંતુ તેવું નથી. જો અમને કોઈ રોકાણનો પ્રસ્તાવ મળે, તો અમે તેનું મૂલ્યાંકન કરી શકીએ. 'ધ હન્ડ્રેડ' આ વર્ષે જુલાઇમાં શરૂ થવાની હતી, પરંતુ કોરોનાવાયરસને કારણે એક વર્ષ મોકૂફ રાખવામાં આવી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ પણ ખેલાડીઓ સાથેના કરાર સમાપ્ત કર્યા છે. બ્રિટિશ ન્યૂઝપેપર ધ ટેલિગ્રાફે મંગળવારે કહ્યું હતું કે, નાઈટ રાઈડર્સ ધ હન્ડ્રેડમાં રોકાણ કરવા માટેની તકની રાહ જોવે છે. મૈસૂરે આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, મને ખબર છે કે, સમાચાર ચાલી રહ્યા છે. પરંતુ હું એટલું ક કહીશ કે અમે લીગ વિશે ત્યારે જ વિચારશું જ્યારે અમને કોઈ ઓફર કરવામાં આવે.  કેકેઆર બે વાર ચેમ્પિયન બન્યું કેકેઆરના માલિક શાહરુખ ખાન અને જુહી ચાવલા છે. આ ટીમ બે વાર આઇપીએલ જીતી છે. આ ફ્રેન્ચાઇઝે 2015માં કેરેબિયન પ્રીમિયર લીગમાં ત્રિનિદાદ એન્ડ ટોબેગો રેડ સ્ટીલની ટીમ પણ ખરીદી હતી, તે હવે ત્રિનબૈગો નાઈટ રાઈડર્સ છે. મૈસુરે કહ્યું, અમે આઇપીએલમાં સૌથી મોટી અને ક્રિકેટમાં એકમાત્ર વૈશ્વિક બ્રાન્ડ છીએ. આ કારણે દુનિયાભરમાં ક્રિકેટ લીગ્સ અમારી સાથે જોડાવવા માંગે છે.  દરેક ફ્રેન્ચાઇઝમાં મહિલા અને પુરુષની ટીમ હશે ધ હન્ડ્રેડ લીગમાં પુરુષો અને મહિલાઓની 8-8 ટીમોએ ભાગ લેવાનો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં, લીગની 8 ટીમોએ ડ્રાફ્ટ દ્વારા પુરુષ ખેલાડીઓની પસંદગી કરી હતી, જ્યારે મહિલા ટીમ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા ચાલી રહી હતી. ઇસીબીએ ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને લીગ શરૂ કરવાની યોજના બનાવી હતી. દરેક ફ્રેન્ચાઇઝમાં મહિલા અને પુરુષની ટીમ હશે.

અન્ય સમાચારો પણ છે...