• Gujarati News
  • Sports
  • Cricket
  • Kohli's Bad Relationship With The Board And Captaincy Controversy After Another Blow To The Team, Know The Unique Coincidence With Dhoni Ganguly

કોહલી ટૂંક સમયમાં નિવૃત્તિ લે એવા સંકેતો:બોર્ડ સાથેના ખરાબ સંબંધો અને કેપ્ટનશિપ વિવાદ પછી ટીમને વધુ એક ફટકો, જાણો ધોની-ગાંગુલી સાથેનો અનોખો સંયોગ

4 મહિનો પહેલા
  • 2014 ઓસ્ટ્રેલિયા ટૂરમાં ધોનીએ સિરીઝ વચ્ચે અચાનક ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો

15 જાન્યુઆરી 2022થી વિરાટ કોહલી ટેસ્ટ ટીમનો કેપ્ટન નથી રહ્યો. વળી છેલ્લા કેટલાક મહિનાઓમાં તેણે વ્હાઈટ બોલ ક્રિકેટની કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી અને હવે ટેસ્ટના સૌથી બેસ્ટ ટેસ્ટ કેપ્ટનને ઈન્ડિયન ટીમે ગુમાવી દીધો છે. તેવામાં હવે કોહલીની શાનદાર કારકિર્દી હવે એક પ્લેયર તરીકે કેટલી લાંબી ઈનિંગ રમી શકશે એ ચર્ચાનો વિષય બની ગયો છે. ઉલ્લેખનીય છે કે વિરાટને કેપ્ટન તરીકે ટીમ સારી ફેરવેલ મેચ પણ આપી શકી નથી, T20 વર્લ્ડ કપમાં કારમી હાર અને ત્યારપછી ટેસ્ટમાં દ.આફ્રિકા સામે જીતેલી સિરીઝ લગભગ હારી જવાની કડવી યાદો વિરાટના ફેન્સ અને તેના મનમાં હંમેશા રહેશે. તો ચલો આપણે વિરાટની નિવૃત્તિ અંગેના સંકેતથી લઈ ધોની-ગાંગુલી અને 33 વર્ષની ઉંમરના સંયોગ વિશે માહિતી મેળવીએ...

ધોની અને દાદાના પદચિહ્નો પર વિરાટ...
તમને જણાવી દઈએ કે અત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે વિરાટ કોહલી ટૂંક સમયમાં નિવૃત્તિ લઈ લેશે તેવા સંકેતો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિરાટની પહેલા કેપ્ટન રહી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોની અને ગાંગુલીએ કેપ્ટનશિપ છોડ્યાના 3 વર્ષ પછી નિવૃત્તિ લઈ લીધી હતી. તેવામાં હવે વિરાટની ઈનિંગ કેટલી લાંબી ચાલશે તે સવાલ દરેક ફેન્સના મનમાં રહ્યો છે.

33 વર્ષની ઉંમરનો અનોખો સંયોગ

  • વિરાટ કોહલી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાઈસ્કોરિંગ ઈનિંગ પણ ટેસ્ટ કેપ્ટન તરીકે જ રમી છે.
  • ઈન્ડિયન ટીમના 3 શાનદાર કેપ્ટન એવા સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ 33 વર્ષની ઉંમરે કેપ્ટનશિપ છોડી છે.
  • કેપ્ટનશિપ છોડ્યાના 3 વર્ષમાં ધોની અને ગાંગુલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.
  • તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે વિરાટ કોહલી પણ હવે દાદા અને ધોનીની જેમ 3 વર્ષના સમયગાળાની અંદર નિવૃત્તિ જાહેર કરી દેશે.

ધોનીએ પણ ટેસ્ટ કેપ્ટનશિપ છોડી ચોંકાવી દીધા હતા
2014માં ઓસ્ટ્રેલિયા ટૂર દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ સિરીઝની વચ્ચે અચાનક કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી તેણે વનડે અને T20ના કેપ્ટન તરીકે રમવાનું ચાલુ રાખ્યું હતું. તેવામાં લગભગ 3 વર્ષ પછી એટલે કે 2017માં ધોનીએ વનડે અને T20ની કેપ્ટનશિપ વિરાટ કોહલીને સોંપી દીધી હતી.

જોકે ત્યારપછી 2019ના વર્લ્ડ કપ સુધી ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. જોકે ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલમાં કારમી હાર પછી ધોનીએ લિમિટેડ ફોર્મેટમાં વાપસી નહોતી કરી અને 15 ઓગસ્ટ 2020ના દિવસે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.

ગાંગુલીએ પણ કેપ્ટનશિપ છોડ્યાના 3 વર્ષમાં નિવૃત્તિ લીધી
BCCI પ્રેસિડેન્ટ અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 2005માં વનડે અને ટેસ્ટની કેપ્ટનશિપ છોડી દીધી હતી. ત્યારપછી તેણે લગભગ 3 વર્ષના સમયગાળાની અંદરે એટલે કે 2008માં નિવૃત્તિ લઈ લીધી હતી. ગાંગુલીએ પોતાની છેલ્લી વનડે મેચ 2007માં રમી હતી અને છેલ્લી ટેસ્ટ મેચ 2008માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમી હતી.

  • મોહમ્મદ અઝહરુદ્દી સામે વર્ષ 2000માં મેચ ફિક્સિંગનો આક્ષેપ મુકાયો હતો અને ત્યારપછી આજીવન પ્રતિબંધ લાદવામાં આવતા તે ક્યારેય ટીમમાં કમબેક કરી શક્યો નહોતો.

વિરાટ VS બોર્ડ વિવાદ
વિરાટ કોહલીએ પણ 33 વર્ષની ઉંમરે કેપ્ટનશિપ છોડી દીધી છે અને તેના સંબંધો BCCI સાથે ખરાબ થઈ ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેવામાં હવે એક પ્લેયર તરીકે વિરાટ કોહલી કેટલા દિવસ સુધી ટીમનો ભાગ રહેશે તે જોવાજેવું થશે. તેવામાં જો ઈન્ડિયન ક્રિકેટના ઈતિહાસને જોતા સ્પષ્ટપણે જાણવા મળે છે કે જ્યારે-જ્યારે કોઈ ખેલાડીએ કેપ્ટનશિપ છોડી છે તેના થોડાક જ વર્ષોમાં તે ખેલાડી ટીમનો ભાગ રહ્યો નથી. તો હવે શું વિરાટ કોહલીનો શાનદાર યુગ હવે અસ્ત થવા આવ્યો છે?

વિરાટ કોહલીએ શનિવારે ટેસ્ટ ટીમનું કેપ્ટનપદ છોડીને બધાને ચોંકાવી દીધા હતા. કોહલી કોઈપણ ફોર્મેટમાં ભારતનો કેપ્ટન રહેશે નહીં. હવે સવાલ એ છે કે ટેસ્ટ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે? વિરાટે ટી20 વર્લ્ડ કપ પછી જ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટની કમાન છોડી દીધી હતી, જ્યારે દ.આફ્રિકા પ્રવાસ પહેલાં તેને વન-ડે કેપ્ટનપદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.

ત્યારપછી રોહિત શર્માને લિમિટેડ ઓવર ફોર્મેટ માટે દેશના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. હવે સંભવ છે કે ટેસ્ટનો નવો કેપ્ટન પણ હિટમેન જ હશે. આફ્રિકા પ્રવાસ માટે પસંદ કરાયેલી ટેસ્ટ ટીમમાં રોહિતને વાઈસ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ઈન્જરીને કારણે તે સમગ્ર પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. રોહિત શર્મા સિવાયના ઓપનર કેએલ રાહુલ અને વિકેટકીપર રિષભ પંત પણ કેપ્ટનશિપના દાવેદાર છે.

અન્ય સમાચારો પણ છે...