કોહલી અવારનવાર કાંગારૂ બોલરોની જોરદાર રીતે ધોલાઈ કરતો રહ્યો છે. જે આપણે ઘણી વખત જોયું છે. આવી સ્થિતિમાં હવે કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચમાં તેણે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારીને શાનદાર બેટિંગ કરતા ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટમાં સદીનો દુષ્કાળ સમાપ્ત કર્યો છે. કોહલીએ રવિવારે અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં 1205 દિવસ, 23 મેચ અને 41 ઇનિંગ્સ બાદ સદી ફટકારી હતી. આ તેની ટેસ્ટની 28મી સદી છે. તેણે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે તેની 27મી ટેસ્ટ સદી ફટકારી હતી.
વિરાટના ફોર્મમાં પાછા ફરવાનો તબક્કો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપથી શરૂ થયો છે. ત્યારથી તેની બેટિંગની જૂના અંદાજમાં પરત ફરવા લાગી. જો કે, વિરાટ પોતે કંઈક અલગ દેખાવા લાગ્યો હતો. પહેલા વિરાટનો અર્થ આક્રમકતા હતી, પરંતુ હવે તે શાંત દેખાઈ રહ્યો છે.
આ પુનરાગમન માટે ક્રિકેટના મેદાન પર ઘણો પરસેવો પાડવા ઉપરાંત તેણે છેલ્લા 5 મહિનામાં ઘણી ધાર્મિક યાત્રાઓ પણ કરી હતી. વિરાટ ઉત્તરાખંડના નીમ કરોલી બાબાથી લઈને ઉજ્જૈનના મહાકાલ મંદિરે પરિવાર સાથે દર્શન કરવા અને આશીર્વાદ લેવા પહોંચ્યો હતો.
આ કહાનીમાં, આપણે આગળ જાણીશું કે કોહલી છેલ્લા 5 મહિનામાં દેશભરમાં ક્યાં ક્યાં દર્શન કર્યા...
17 નવેમ્બર 2023: કૈંચી ધામ, નૈનીતાલ
વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે T20 વર્લ્ડ કપ બાદ નવેમ્બર 2022માં ઉત્તરાખંડના કુમાઉમાં કૈંચી ધામ પહોંચ્યો હતો. અહીં બાબા નીમ કરોલી મહારાજના મંદિરની મુલાકાત લીધી હતી. ધામમાં વિંધ્યવાસિની દેવી, રાધા કૃષ્ણ, વૈષ્ણો દેવી, હનુમાન મંદિરના દર્શન કર્યા અને બાબાની સવારની આરતીમાં પણ ભાગ લીધો હતો.
4 જાન્યુઆરી 2023: નીમ કરોલી બાબાની સમાધિ, વૃંદાવન
શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી પહેલા વિરાટ કોહલી નવા વર્ષમાં ભગવાન કૃષ્ણની નગરી વૃંદાવન ગયો હતો. ત્યાં તેણે અનુષ્કા સાથે બાબા નીમ કરોલીના સમાધિના દર્શન કર્યા હતા. વિરાટ અને અનુષ્કાની વૃંદાવન મુલાકાત સંપૂર્ણપણે ગોપનીય હતી. આ વાતની કોઈને જાણ સુદ્ધાં નહોતી. પહેલા બંને બાબા નીમ કરોલી સમાધિના દર્શન કરવા માટે પહોંચ્યા અને પછી આનંદમાઈ આશ્રમ ગયા, જ્યાં તેઓ સંતોને મળ્યા. આ સાથે બંનેએ બાંકે-બિહારી સહિત ત્યાં સ્થિત મુખ્ય મંદિરોની પણ મુલાકાત લીધી હતી.
31 જાન્યુઆરી, 2023: દયાનંદ ગિરી આશ્રમ, ઋષિકેશ
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઋષિકેશ પહોંચ્યા હતા. બંનેએ ત્યાં દયાનંદ ગિરી આશ્રમમાં તેમની સમાધિના દર્શન કર્યા હતો. વિરાટ અને અનુષ્કાએ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો અને ભંડારાનું આયોજન કરાવ્યું હતું.
4 માર્ચ, 2023: મહાકાલેશ્વર મંદિર, ઉજ્જૈન
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઈન્દોરથી ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા હતા. બંનેએ સવારે 4 વાગે ભસ્મ આરતી કરી હતી અને ભગવાનના આશીર્વાદ લીધા. વિરાટ-અનુષ્કા મંદિરના નંદી હોલમાં લગભગ દોઢ કલાક સુધી બેઠા હતા.
આરતી બાદ બંનેએ મંદિરના ગર્ભગૃહમાં જઈને પંચામૃત પૂજન અભિષેક કર્યો હતો. વિરાટે પોતાના ગળામાં રુદ્રાક્ષની માળા પણ પહેરી હતી.
છેલ્લા 6 મહિનામાં કોહલીએ ત્રણેય ફોર્મેટનો દુષ્કાળ ખતમ કર્યો
કોહલીના કમબેકની શરુઆત સપ્ટેમ્બર 2022માં એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે થઈ હતી. ટી-20માં સદી ફટકાર્યા બાદ વિરાટની વનડેમાં ત્રણ સદી કરી હતી. ત્યારબાદ અંતે ઓસ્ટ્રેલિયા સામે વિરાટની ટેસ્ટ સદી પણ ફટકારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.