ઇંગ્લેન્ડ અને ઈન્ડિયાની ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી અને એન્ડરસન વચ્ચેની જંગ જોવા માટે ફેન્સ ઘણા સમયથી આતુર હતા. પરંતુ કોહલીએ તમામ ફેન્સની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. કારણ કે ટેસ્ટ મેચનાં બીજા દિવસે વિરાટ કોહલી અને એન્ડરસન વચ્ચેની જંગ માત્ર એક બોલ સુધી જ ચાલી હતી. કોહલીએ જેવી રીતે પહેલા બોલ પર એન્ડરસનને વિકેટ ગિફ્ટ આપી એને જોઇને ઈન્ડિયન ફેન્સ ગુસ્સે થઈ ગયા હતા. બીજા દિવસે 97/0થી ઈન્ડિયન ટીમે સ્કોરબોર્ડ(112/4)માં માત્ર 15 રન ઉમેરી 4 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં વિરાટ કોહલી પણ શૂન્ય રન કરી પેવેલિયન ભેગો થયો હતો.
એન્ડરસને પુજારા અને કોહલીને બેક ટુ બેક પેવેલિયન ભેગા કર્યા
કોહલીનો કેઝ્યૂઅલ ડિફેન્સિવ શોટ, પહેલા બોલ પર આઉટ
41મી ઓવરનાં બીજા બોલ પર એન્ડરસને ચેતેશ્વર પુજારાને પેવેલિયન ભેગો કર્યો હતો. પુજારાનાં આઉટ થયા પછી ઈન્ડિયન ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી, એવામાં કેપ્ટન કોહલી પાસે મેચ બિલ્ડિંગ નોકની આશા ઈન્ડિયન ફેન્સને હતી. પરંતુ કોહલી પણ એન્ડરસનના પહેલા બોલને કેઝ્યૂઅલ અપ્રોચ સાથે ડિફેન્સ કરવા જતા પેવેલિયન ભેગો થયો હતો.
એન્ડરસને પાંચમા સ્ટમ્પની લાઇન પર ગુડ લેન્થ બોલ નાખ્યો હતો. જેને ડિફેન્સિવ અંદાજમાં બ્લોક કરવા જતા વિરાટ કોહલી શૂન્ય રન પર આઉટ થઈ ગયો હતો. આ ઓવરમાં એન્ડરસને પુજારા અને વિરાટ કોહલીની 2 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.
પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર્સે કોહલી પર કટાક્ષ કર્યો
વિરાટ કોહલી આઉટ થયો એ જોઇને પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર્સ માઇકલ વોન અને ઇયાન બેલ ખુશ થઈ ગયા હતા. એમણે ટ્વીટ કરીને કોહલી પર કટાક્ષ કર્યો હતો. તો બીજી બાજુ ક્રિકેટ ફેન્સ પણ કોહલી પર ગુસ્સે થયા હતા. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું હતું કે વિરાટ કોહલી કરતા તો બાબર આઝમ સારો બેટ્સમેન છે. વિરાટ કોહલી એકાગ્રતા ગુમાવી બેઠો છે એને પોતાની ગેમ પર ફોકસ કરવાની જરૂર છે. જુઓ સોશિયલ મીડિયા ફેન્સની પ્રતિક્રિયાઓ......
એન્ડરસને 15 રન આપી 2 વિકેટ લીધી
પહેલી ઈનિંગમાં ઈન્ડિયન બેટ્સમેન એન્ડરસન સામે સ્ટ્રગલ કરતા જોવા મળ્યા હતા. આ ઈનિંગમાં એન્ડરસને અત્યારસુધી કુલ 13.4 ઓવરમાં 15 રન આપી 2 વિકેટ લીધી છે. જેમાં એણે 7 મેડન ઓવર સાથે 1.09ની ઇકોનોમી જાળવી રાખી હતી.
ઈન્ડિયન ટીમે બીજા દિવસે 21/0થી આગળ ગેમ શરૂ કરી હતી
ટીમ ઈન્ડિયાએ બીજા દિવસે 21 રનથી આગળ મેચ રમવાની શરૂ કરી હતી. પહેલા દિવસે રોહિત શર્મા 9 રન અને લોકેશ રાહુલ 9 રન કરી નોટઆઉટ પરત ફર્યા હતા. ઇંગ્લેન્ડે બીજા દિવસે પોતાના 3માંથી 2 રિવ્યૂ ગુમાવી દીધા હતા. બીજી બાજુ ટીમ ઈન્ડિયા પાસે ત્રણેય રિવ્યૂ બાકી હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.