• Gujarati News
  • Sports
  • Cricket
  • Kohli, "This Year Is Only For T20 And Tests," Nehra Said "It Is Wrong To Make Such A Statement After Losing An ODI Series."

ક્રિકેટ:નેહરાએ કહ્યું, પંતને ધોનીનો રિપ્લેસમેન્ટ માનવામાં આવી રહ્યો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ખેલાડીઓને પાણી પીવડાવતો જોવા મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર એક ટી-20 દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી સાથે ઋષભ પંત  (જમણે) જોવા મળ્યો હતો. વચ્ચે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન છે. - Divya Bhaskar
આ વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર એક ટી-20 દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી સાથે ઋષભ પંત (જમણે) જોવા મળ્યો હતો. વચ્ચે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન છે.
  • આ વર્ષે ન્યૂઝીલેન્ડે પોતાના ઘરઆંગણે વનડેમાં ભારતનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો
  • કોહલીએ કહ્યું હતું, આ વર્ષ માત્ર ટી-20 અને ટેસ્ટનું છે, હવે નેહરાએ કહ્યું- વનડેમાં હાર્યા પછી આવું નિવેદન આપવું ખોટું છે

પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાએ વિકેટકીપર ઋષભ પંતની એમએસ ધોની સાથેની સરખામણી અંગે નિવેદન આપ્યું છે. નેહરાએ કહ્યું, પંતને ધોનીના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો હતો. પરંતુ આ યુવા ખેલાડી ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં માત્ર અન્ય ખેલાડીઓ માટે ડ્રિન્ક કેરી કરતો જોવા મળ્યો હતો. તેવામાં બંનેની સરખામણી યોગ્ય નથી. નેહરાએ કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે યુવા ખેલાડીઓનું સમર્થન કરવું જોઈએ. જે રીતે પંતને વનડે અને ટી-20માં કિવિઝ સામે તક ન મળી તે જોતા તે  ધોનીને કઈ રીતે રિપ્લેસ કરી શકશે? 

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ આ વર્ષે ન્યૂઝીલેન્ડમાં વનડે સીરિઝ 0-3થી હાર્યા પછી કહ્યું હતું કે, "આ વર્ષ ટેસ્ટ અને ટી-20નું છે. વનડેનું એટલું મહત્ત્વ નથી." નેહરાએ કોહલીના આ નિવેદનની ટીકા કરી છે. નેહરાએ કહ્યું કે, કોહલીએ જીત્યા પછી આવું કહ્યું હોત તો બરાબર હતું, પરંતુ હાર્યા પછી આવું નિવેદન આપવું ખોટી વાત છે.

નેહરાએ એક રેડિયો કાર્યક્રમમાં આકાશ ચોપરાને કહ્યું કે, હું કોહલી સાથે સહમત નથી કે આ વર્ષ ટી-20નું છે. જો વનડે જીતવા પર તમારું ધ્યાન નહોતું તો તમે રમવા માટે મેદાન પર ઉતર્યા જ કેમ હતા? જીત્યા પછી તમે આવું કીધું હોત તો સમજી શકાતું હતું. હાર્યા પછી આવું નિવેદન આપવું ખોટું છે. આનાથી ટીમના પ્રયત્નો પર પણ પ્રશ્ન ઉઠે છે. 

ઑસ્ટ્રેલિયાની સરખામણીએ હજી ઘણા સુધારાની જરૂર છે નેહરાએ કહ્યું કે, ' વર્ષ 2000 પછી ભારતની બેટિંગ અને બોલિંગમાં સુધારો થયો છે. પરંતુ, ઑસ્ટ્રેલિયાની સરખામણીએ હજી ઘણા સુધારાની જરૂર છે. અમે તેમનાથી ઘણા દૂર છીએ. તમારાથી વધુ વખત ઘરની બહાર ટેસ્ટ મેચ જીત્યું છે. મને આશા છે કે, આવનારા સમયમાં ભારતીય ટીમ વધુ મજબૂત થશે. 

કેપ્ટન તરીકે વિરાટે વધુ કામ કરવું પડશે પૂર્વ ભારતીય ઝડપી બોલરે કહ્યું કે, "હું કોહલીની કેપ્ટનશીપ વિશે વધારે કહેવા માંગતો નથી, કારણ કે હું તેની કેપ્ટનશીપ હેઠળ વધારે ક્રિકેટ નથી રમ્યો." પરંતુ મારું માનવું છે કે વિરાટની કેપ્ટનશીપ હજી સુધરી રહી છે. કોહલીને ખેલાડી તરીકે કોઈ માન્યતાની જરૂર નથી, કારણ કે તેનો ગ્રાફ બધુ બતાવે છે. તેણે એક ખેલાડી તરીકે અદભૂત કામ કર્યું છે. 

અન્ય સમાચારો પણ છે...