• Gujarati News
  • Sports
  • Cricket
  • Kohli Scored His Last International Century In 2019, During Which Time Root And Babur Scored 7 7 Centuries.

2 વર્ષથી 'વિરાટ' સદીનો દુષ્કાળ:2019માં કોહલીએ છેલ્લી ઈન્ટરનેશનલ સેન્ચુરી નોંધાવી હતી, આ દરમિયાન રૂટ અને બાબરે 7-7 સદી ફટકારી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન ટીમના કેપ્ટન (વનડે-ટેસ્ટ) વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લી સદીને આજે સોમવારે 2 વર્ષ પૂર્ણ થયા છે. આ દિવસે એટલે કે 22 નવેમ્બર 2019ના દિવસે, કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લીવાર સદી ફટકારી હતી. કોહલીની કારકિર્દીમાં આવું પહેલીવાર થયું છે, જ્યારે તે આટલા લાંબા સમયથી ત્રણ ડિજિટ સ્કોર સુધી પહોંચી શક્યો નથી.

ભારતની પહેલી ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારી
વિરાટે છેલ્લે ટીમ ઈન્ડિયાની પહેલી ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. બાંગ્લાદેશ સામેની આ મેચમાં તેણે ભારતની પહેલી ઇનિંગમાં 136 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ મેચને એક ઈનિંગ અને 46 રને જીતી લીધી હતી.

ત્યારથી તે 12 ટેસ્ટ, 15 વનડે અને 23 T20 રમ્યો
વિરાટ કોહલીએ તેની છેલ્લી સદી બાદ 12 ટેસ્ટ મેચ, 15 ODI અને 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ 12 ટેસ્ટમાં તેણે માત્ર 26.80ની એવરેજથી 563 રન કર્યા છે. જેમાં 5 અર્ધસદીનો સમાવેશ થાય છે. 15 વનડેમાં તેણે 8 અર્ધસદીની મદદથી 649 રન કર્યા હતા.

વિરાટે 23 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 7 અર્ધસદીની મદદથી 777 રન કર્યા છે. એટલે કે આ દરમિયાન તેણે 20 વખત 50+ સ્કોરનો માઈલસ્ટોન પાર કર્યો છે, પરંતુ તે એકવાર પણ સદી નોંધાવી શક્યો નથી.

બાબર આઝમની ફાઇલ તસવીર
બાબર આઝમની ફાઇલ તસવીર

જો રૂટ અને બાબર આઝમે ધમાકેદાર સદી ફટકારી
જ્યારથી વિરાટ સેન્ચુરી મારવામાં નિષ્ફળ રહ્યો છે, ત્યારથી ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે બેક ટુ બેક સદી ફટકારી છે. વિરાટની છેલ્લી સદી બાદ રૂટ અને આઝમ બંનેએ 7-7 સદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન ભારતીય બેટર પૈકી કેએલ રાહુલ અને રોહિત શર્મા સદી ફટકારવામાં સૌથી આગળ રહ્યા છે. બંનેના ખાતામાં 4-4 સદી છે.

હવે કોહલી પાસે ન્યુઝીલેન્ડ સામે તક
વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચમાં સદીના દુષ્કાળને ખતમ કરવાની આગવી તક મળી શકે છે. આ મેચ 3 થી 7 ડિસેમ્બર દરમિયાન મુંબઈમાં રમાશે. જોકે વિરાટ કોહીલએ પહેલી ટેસ્ટ મેચ દરમિયાન આરામ કરવાનો નિર્ણય લીધો છે. જેથી બીજી મેચથી વિરાટ ફરીથી ઈન્ટરનેશનલ મેચ રમતો જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...