તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Kohli Rohit 7 Days Quarantine Arriving Late In Bio bubble; Peers Can't Get Present, Work outs Are Different Too

BCCI કોરોના પ્રોટોકોલ પર કડક:બાયો-બબલમાં મોડેથી પહોંચેલા કોહલી-રોહિત 7 દિવસ કોરોન્ટિન; સાથીઓને હાલ નહીં મળી શકે, વર્ક-આઉટ પણ અલગ

મુંબઈ2 મહિનો પહેલા

ભારતની મહિલા અને પુરુષ ક્રિકેટ ટીમ 2 જૂનનાં રોજ ઈંગ્લેન્ડની મુલાકાત જવા માટે રવાના થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ માટે બંને ટીમના ખેલાડીઓને 19 મે સુધી મુંબઈમાં બનેલા બાયો-બબલમાં એન્ટ્રી માટે કહ્યું હતું. તો વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે સહિત કેટલાંક ખેલાડીઓને બોર્ડની શર્ત અંતર્ગત 24 મે સુધી એન્ટ્રીની મંજૂરી આપી હતી.

સોમવારે આ ખેલાડીઓ પણ બાયો-બબલમાં એન્ટ્રી કરી ગયા. જો કે BCCI પ્રોટોકોલને લઈને કડક છે અને તેઓને 19 મેનાં રોજ કોરોન્ટિન થયેલા ખેલાડીઓને મળવા કે તેમની સાથે વર્ક-આઉટ કરવાની મંજૂરી નથી આપવામાં આવી. વિરાટ સહિત અનેક ખેલાડીઓને તેમના રૂમમાં જ વર્ક-આઉટ કરવાનું કહેવામાં આવ્યું છે.

રહાણેએ પણ 24 મેનાં રોજ બાયો-બબલમાં એન્ટ્રી કરી.
રહાણેએ પણ 24 મેનાં રોજ બાયો-બબલમાં એન્ટ્રી કરી.

વિરાટ-રહાણે સહિત કેટલાંક ખેલાડીઓને 7 દિવસનું કોરોન્ટિન
બોર્ડના અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે બાયો-બબલને લઈને ઘણું જ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તેઓએ કહ્યું- સોમવારે એન્ટ્રી કરનારા ખેલાડીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. તેમના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં જ તેઓ 7 દિવસનું કોરોન્ટિન પુરું કરશે. તેઓને ટીમ સાથે જોડાવવા નહીં દેવામાં આવે. વિરાટ સહિત મુંબઈના ખેલાડી હવે ઈંગ્લેન્ડ રવાના થવાના દિવસે જ ટીમ સાથે જોડાઈ શકશે. તેમના માટે જરૂરી સુવિધા તેમના રૂમ સુધી પહોંચાડવામાં આવશે.

વિરાટ-રહાણે સહિત કેટલાંક ખેલાડીઓની દરરોજ તપાસ થશે
અધિકારીએ જણાવ્યું કે વિરાટ સહિત તમામ ખેલાડીઓને લઈને તેમના રૂમમાં સાયકલ્સ, ડમબલ્સ અને બાર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ તેમની દરરોજ કોરોનાની તપાસ કરવામાં આવશે. 19 મેનનાં રોજ જોઈન કરનારા ખેલાડીઓને તેનાથી રાહત છે. તે ખેલાડીઓની તપાસમાં એક દિવસનો ગેપ રાખવામાં આવ્યો છે. અમે આ નિયમમાં થોડી ઘણી રાહત પણ ન આપી શકીએ. આ દરમિયાન કોઈ પણ ખેલાડીને પ્રેક્ટિસની પણ મંજૂરી નહીં મળે.

અશ્વિન, શુભમન સહિત ખેલાડી 19 મેનાં રોજ કોરોન્ટિન થયા
પુરૂષ અને મહિલા ટીમના મોટા ભાગના ખેલાડી 19 મેનાં રોજ મુંબઈ પહોંચીને બાયો-બબલમાં એન્ટ્રી કરી ગયા હતા. જેમાં શુભમન ગિલ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, વોશિંગ્ટન સુંદર, મયંક અગ્રવાલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, મિતાલી રાજ, હરમનપ્રીત કૌર, શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના જેવા સ્ટાર્સ સામલે હતા. આ તમામ ખેલાડી 2 સપ્તાહ સુધી કોરોન્ટિન રહેશે.

કોરોના પોઝિટિવ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવશે
​​​​​​​BCCIએ આ પહેલાં તમામ ખેલાડીઓને બાયો-બબલમાં એન્ટ્રીની પહેલાં પણ કોરોનાની તપાસ કરાવવા માટે કહ્યું હતું. બોર્ડે કહ્યું હતું કે રિપોર્ટની સાથે જ એન્ટ્રી આપવામાં આવશે. તેના માટે ઈંગ્લેન્ડ ટૂર પર જતા તમામ ખેલાડીઓના ઘરે જ કોરોના તપાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. બોર્ડે તમામ ખેલાડીઓને એવી પણ કડક સુચના આપી છે કે જો ખેલાડી ટૂર પહેલાં કોરોના પોઝિટિવ આવશે તો તેને ટીમમાંથી બહાર કરવામાં આવશે.

​​​​​​​ઈંગ્લેન્ડમાં 3 દિવસના કડક કોરોન્ટિન પછી પ્રેકિટસની મંજૂરી
ટીમ 2 જૂનનાં રોજ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. જે બાદ ત્યાં પણ ખેલાડીઓને 10 દિવસ કોરોન્ટિન રહેવું પડશે. જો કે 3 દિવસના કડક કોરોન્ટિન પછી બાકી 7 દિવસ સુધી ખેલાડીઓને પ્રેક્ટિસ કરવાની પણ મંજૂરી આપવામાં આવશે. સાથે જ તેમની સય સમય પર કોરોનાની તપાસ પણ થશે. BCCIએ આ સાથે જ પોતાના ખેલાડીઓને બીજા ડોઝ માટે ઈંગ્લેન્ડમાં જ વ્યવસ્થા કરી છે. વિરાટ, રોહિત, રહાણે સહિત અનેક ખેલાડીઓએ વેક્સિનનો પહેલો ડોઝ ઈ લીધો છે.

18 જૂનથી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પ્યિનશિપ ફાઈનલ
ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડની ટૂર દરમિયાન ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 18થી 22 જૂન વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે. આ મેચ સાઉથમ્પટનના ધ એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. તો તેના બાદ ટીમ 4 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 5 ટેસ્ટ મેચની સીરીઝ રમશે. જ્યારે ભારતીય મહિલા ટીમ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 16 જૂનથી એકમાત્ર ટેસ્ટ રમશે. જે બાદ 3-3 મેચની વનડે અને ટી-20 સીરીઝ પણ રમશે.

અન્ય સમાચારો પણ છે...