કારમી હાર:કોહલી-પૂજારાનું જલદી આઉટ થવું ટીમને ભારે પડ્યું: સચિન

મુંબઇ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 10 બોલના અંતરમાં કોહલી અને પૂજારા જેમીસનની ઓવરમાં આઉટ થયા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતના ખરાબ પ્રદર્શનથી ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર થઇ હતી. જેને પગલે સોશિયલ મીડિયામાં ચોહકોએ ટીમ ઇન્ડિયાની ઝાટકણી કાઢી હતી. ત્યારે ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરએ ટીમ ઇન્ડિયાની હાર પાછળનું કારણ જણાવ્યું હતું.

સચિન તેંડુલકરે કહ્યુ કે, ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલી અને ત્રીજા ક્રમના બેટ્સમેન ચેતેશ્વર પુજારાની વિકેટ બે ઓવરના અંતરમાં પડવાથી ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવનાર પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે, બ્લેકકેપના નામથી જાણીતી ન્યૂઝીલેન્ડની ટીમે ઘણું શાનદાર પ્રદર્શન કર્યું.

સચિને તેંડુલકરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા માટે બ્લેક કેપ્સને શુભેચ્છા. તે ઘણી સારી ટીમ છે. સચિને વધુમાં કહ્યું, ટીમ ઈન્ડિયા પોતાના પ્રદર્શનથી નારાજ હશે. જેમ મેં ઉલ્લેખ કર્યો હતો કે પ્રથમ 10 ઓવર મહત્વપૂર્ણ હશે અને ભારતે કોહલી અને પુજારા બન્નેને માત્ર 10 બોલમાં જ વિકેટ ગુમાવી દીધી હતી.

તેનાથી ટીમ પર વધુ દબાવ આવી ગયો હતો. મહત્વનું છે કે કોહલી અને પુજારા બન્ને કાઇલ જેમીસનનો શિકાર બન્યા હતા. તેને છઠ્ઠા દિવસે પણ પિચમાંથી મદદ મળી, જે રિઝર્વ ડે હતો. તેણે 35મી ઓવરના પાંચમાં બોલ પર કોહલી અને 37મી ઓવરના ત્રીજા બોલ પર પુજારાને આઉટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...