ભાસ્કર ઈન્ટરવ્યૂ:કોહલી શ્રેષ્ઠ, જરૂરી નથી કે તે સદી ફટકારે; તેની હાજરી ટીમને મજબૂત કરે છે ઃ મલાન

ચંદીગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત વિરુદ્ધ પ્રથમ ટી-20 મેચ મોટા અંતરથી હાર્યા બાદ ઈંગ્લેન્ડ શનિવારની મેચ જીતવા માગશે. ટીમનો ટોપ ઓર્ડર બેટર ડેવિડ મલાન નવા કેપ્ટન જોસ બટલર સાથે ટીમને સારી શરૂઆત અપાવવા માગશે. મલાને સ્વીકાર્યું કે- ભારત પાસે શાનદાર બોલિંગ અટેક છે અને તેમની ટીમ તેનો સામનો કરવા તૈયાર છે.

  • તે યોર્કશાયર સાથે સારી ઈનિંગ્સ રમી અને નેધરલેન્ડ સામે પણ, ભારત સામેની સીરિઝને કેવી રીતે જુએ છે?

સીઝિન સારી રહી. યોર્કશાયરને તેનો શ્રેય આપીશ. નેધરલેન્ડ અને ભારત વિરુદ્ધ સારી શરૂઆત મળી. તેનાથી આત્મવિશ્વાસ વધ્યો. ડોમેસ્ટિક ક્રિકેટનો સારો એવો અનુભવ મળ્યો છે.

  • મોર્ગને ઈંગ્લિશ ક્રિકેટમાં કેવા ફેરફારો કર્યા હતા?

મોર્ગન ઈંગ્લિશ ક્રિકેટમાં શ્રેષ્ઠ કેપ્ટન રહ્યો તેમ કહીએ તો ખોટું નથી. તેણે સારી વિચારધારા સાથે ટીમની સ્થિતિ સંભાળી. તે દરેક સમયે ખેલાડીઓને સાથ આપે છે.

  • કોહલીના ફોર્મ અંગે શું કહીશ?

વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. મને લાગે છે કે તે સીરિઝમાં સારું રમશે અને જરૂરી નથી કે સદી જ ફટકારે. પરંતુ તેના આવવાથી ટીમ મજબૂત થાય છે અને તે ફોર્મ પરત મેળવી શકે છે.

  • આયર્લેન્ડ વિરુદ્ધ ભારતે ઘણા નવા ખેલાડીઓને તક આપી, ઈંગ્લેન્ડ સામે પણ આમ થયું છે, શું કહીશ?

ભારત પાસે ખેલાડીઓની અછત નથી. તે ટી-20 સીરિઝમાં સતત ખેલાડીઓને તક આપતું રહેશે.

  • આદિલ રાશિદ ઈંગ્લિશ ટીમમાં નથી, તેની અસર શું રહેશે?

આદિલના ન હોવા પર ટીમ તેને મિસ કરશે. તે વર્ષોથી ટીમનો મજબૂત સ્પિનર રહ્યો છે. તેના ન હોવાથી ટીમને અસર થાય છે પરંતુ આ અન્ય ખેલાડી માટે તક પણ બનાવે છે. જેઓ આગળ આવીને સારું પ્રદર્શન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...