તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીમ ઇન્ડિયાની તૈયારી:ટેસ્ટ સિરીઝ માટે પ્રેક્ટિસ કરી રહ્યો છે કોહલી; શમી-સિરાજે શોર્ટ બોલ નાખ્યા, BCCIએ વિડિયો શેર કર્યો

સિડની5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ નેટ્સ પર યોર્કર અને શોર્ટ બોલ નાખવાની પ્રેક્ટિસ કરી. - Divya Bhaskar
મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ નેટ્સ પર યોર્કર અને શોર્ટ બોલ નાખવાની પ્રેક્ટિસ કરી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 નવેમ્બરથી વનડે સિરીઝ શરૂ થવાની છે. જોકે ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસમાં લિમિટેડ ઓવર્સની જગ્યાએ ટેસ્ટ સિરીઝ પર ફોકસ કરી રહી છે. મંગળવારે ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ ટ્વિટર પર પ્રેક્ટિસ સેશનનો એક વિડિયો શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું- "મને ટેસ્ટ ક્રિકેટ પ્રેક્ટિસ સેશન્સથી પ્રેમ છે." (લવ ટેસ્ટ ક્રિકેટ પ્રેક્ટિસ સેશન્સ)

શમી અને સિરાજે યોર્કર અને શોર્ટ બોલની પ્રેક્ટિસ કરી
વિડિયોમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને સ્પિનર રવીન્દ્ર જાડેજા કોહલીને રેડ અને પિન્ક બોલથી પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા. આ દરમિયાન કોહલીએ નેટ્સમાં કેટલાક શોટ્સ પણ ફટકાર્યા. BCCIએ શમી અને સિરાજનો વિડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, 'ફાસ્ટ એન્ડ એક્યુરેટ'. બંને બોલર્સ નેટ્સમાં યોર્કર અને શોર્ટ બોલ નાખવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. પ્રેક્ટિસમાં તેમના સિવાય અન્ય બોલર્સ અને બેટ્સમેન પણ સામેલ થયા હતા.

પ્રથમ ટેસ્ટ રમી શકે છે રાહુલ
વિકેટકીપર બેટ્સમેન લોકેશ રાહુલ પણ પિન્ક બોલથી પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 17 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં તે રમી શકે છે, કારણ કે રિદ્ધિમાન સાહા ઈજાગ્રસ્ત છે અને તેના રમવા પર સસ્પેન્સ યથાવત છે, જ્યારે સંજુ સેમસને પણ નેટ્સમાં ઘણો સમય પ્રેક્ટિસ કરી હતી.

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ
3 વનડે, 3 T-20 અને 4 ટેસ્ટ મેચની સિરીઝ રમવા પહોંચેલી ટીમ ઇન્ડિયાના બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. એ પછી ટીમે શનિવારથી ક્વોરન્ટીનમાં રહેતા પ્રેક્ટિસ શરૂ કરી દીધી. અત્યારે ટીમ ઇન્ડિયા સિડની ઓલિમ્પિક પાર્કની પુલમેન હોટલમાં ક્વોરન્ટીન છે. 27 નવેમ્બરથી શરૂ થતી વનડે સિરીઝ પહેલાં ટીમનો ક્વોરન્ટીન પિરિયડ સમાપ્ત થશે.

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો શિડ્યૂલ:

મેચતારીખસ્થળ
1st ODI (ડે નાઈટ)27 નવેમ્બરસિડની
2nd ODI (ડે નાઈટ)29 નવેમ્બરસિડની
3rd ODI (ડે નાઈટ)2 ડિસેમ્બરકેનબરા
1st T20 ( નાઈટ)4 ડિસેમ્બરકેનબરા
2nd T20 (નાઈટ)6 ડિસેમ્બરસિડની
3rd T20 (નાઈટ)8 ડિસેમ્બરસિડની
1st Test (ડે નાઈટ)17-21 ડિસેમ્બરએડિલેડ
2nd Test26-30 ડિસેમ્બરમેલબોર્ન
3rd Test07-11 જાન્યુઆરીસિડની
4th Test15-19 જાન્યુઆરીબ્રિસ્બેન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો