તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૌખિક યુદ્ધ શરૂ:સ્ટોઈનિસે કહ્યું, કોહલી મહાન ખેલાડી છે, પરંતુ અમે તેમના માટે વિશેષ વ્યૂહરચના તૈયાર કરી

સિડની4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે સીરિઝ શરૂ થાય તે પહેલા મૌખિક યુદ્ધ શરૂ થયું છે. શનિવારે કાંગારૂ ટીમના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે કહ્યું કે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એક મહાન ખેલાડી છે. અમે તેમના માટે વિશેષ વ્યૂહરચના તૈયાર કરી છે. સ્ટોઈનિસ કોહલીની કપ્તાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી પણ રમ્યો છે અને તે કોહલીને વનડેમાં બે વાર આઉટ પણ કરી ચૂક્યો છે.

કોહલી વિરુદ્ધ યોજનાનો અમલ જરૂરી છે
શનિવારે મીડિયા સાથે વાત કરતાં સ્ટોઇનિસે કહ્યું કે અમારી એક યોજના છે. ઘણી વખત અમારી યોજનાઓ કામ કરતી નથી અને તે રન બનાવે છે. તે સ્પષ્ટ છે કે તે એક મહાન ખેલાડી છે અને તમારે આ ખેલાડીઓ સામે તમારો પ્લાન એક્ઝિક્યુટ કરવો પડશે. જ્યારે તમે તમારી યોજનાને યોગ્ય રીતે અમલમાં મૂકશો, તો પછી તમે તે દિવસે વધુ પ્રતિસ્પર્ધી બનશો. આશા છે કે આ વખતે યોજનાઓ અમારી તરફેણમાં કામ કરશે.

પેટરનિટી લિવનું કર્યું સમર્થન
સ્ટોઈનિસે કહ્યું કે, વિરાટ અંગે અમે વધુ ચિંતા કરી રહ્યા નથી. તેઓ જેટલા પણ મેચ રમે અમે તેના માટે તૈયાર છીએ. પેટરનિટી લિવ અંગેના નિર્ણય પર કોહલીનું સમર્થન કરતા સ્ટોઈનિસે કહ્યું કે, આ સાચો નિર્ણય છે. આનાથી તેની લાઈફ અને તેની ગેમમાં પોઝિટિવ ચેન્જ આવશે.

આ પણ વાંચો: ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ:હેઝલવુડે કહ્યું- ભારતનો બોલિંગ એટેક છેલ્લા 10 વર્ષમાં મજબૂત થયો, બુમરાહ અમારા માટે સૌથી મોટો પડકાર

પોન્ટિંગ ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે જોડાયો
સ્ટોઈનિસે કહ્યું કે, પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે નેટ્સમાં સમય પસાર કરી રહ્યો છે. UAEથી પરત ફર્યા પછી જ પોન્ટિંગ ટીમ સાથે સિડનીમાં ક્વોરન્ટીન છે અને ભારત સામેની સીરિઝ માટે કોચ જસ્ટિન લેન્ગરની મદદ કરી રહ્યો છે. સ્ટોઈનિસ અને પોન્ટિંગ IPLમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતા.

વનડેમાં એક હજાર રન બનાવી ચુક્યો છે સ્ટોઈનિસ
સ્ટોઈનિસે ઓસ્ટ્રેલિયા માટે 44 વનડેમાં 32.52ની એવરેજથી 1106 રન બનાવ્યા છે, જેમાં એક સેન્ચુરી અને 6 ફિફટીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેણે બોલ સાથે પણ યોગદાન આપતા 33 વિકેટ લીધી છે. T-20ની વાત કરીએ તો તેણે 22 મેચમાં 220 રન બનાવ્યા છે અને 9 વિકેટ લીધી છે.

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો શિડ્યૂલ:

મેચતારીખસ્થળ
1st ODI (ડે નાઈટ)27 નવેમ્બરસિડની
2nd ODI (ડે નાઈટ)29 નવેમ્બરસિડની
3rd ODI (ડે નાઈટ)2 ડિસેમ્બરકેનબરા
1st T20 ( નાઈટ)4 ડિસેમ્બરકેનબરા
2nd T20 (નાઈટ)6 ડિસેમ્બરસિડની
3rd T20 (નાઈટ)8 ડિસેમ્બરસિડની
1st Test (ડે નાઈટ)17-21 ડિસેમ્બરએડિલેડ
2nd Test26-30 ડિસેમ્બરમેલબોર્ન
3rd Test07-11 જાન્યુઆરીસિડની
4th Test15-19 જાન્યુઆરીબ્રિસ્બેન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો