• Gujarati News
  • Sports
  • Cricket
  • Kohli Got A Haircut; The Celebrity Hair Artist Posted The Photo, Will Be Seen In A New Look Against Australia

T20 વર્લ્ડ કપ પહેલા નવો લૂક:કોહલીએ હેર કટ કરાવ્યા; સેલિબ્રિટી હેર આર્ટિસ્ટે ફોટો પોસ્ટ કર્યો, ઓસ્ટ્રેલિયા સામે નવા અંદાજમાં જોવા મળશે

7 દિવસ પહેલા

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે નવા અંદાજમાં જોવા મળશે. પછી તે વાત બેટિંગની હોય કે નવા લૂકની. કોહલી એશિયા કપ દરમિયાન પોતાના ફોર્મમાં વાપસી કરી ચૂક્યો છે. હવે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને નવો લૂક પણ અપનાવ્યો છે. ત્રણ મેચની T20 સિરીઝ પહેલાં વિરાટ કોહલીએ સ્ટાઈલિશ હેર કટ કરાવ્યા છે.

સેલિબ્રિટી હેર આર્ટિસ્ટ રાશીદ સલમાનીએ શનિવારે કોહલીનો ફોટો પોસ્ટ કરી લખ્યું- "ન્યૂ લૂક ફોર કિંગ કોહલી". તમને જણાવી દઈએ કે કોહલી તેના સ્ટાઈલિશ હેર કટને લઈ ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે.

મોહાલીમાં પ્રથમ મુકાબલો રમશે
ટીમ ઈન્ડિયા મંગળવારે મોહાલીમાં પ્રથમ T20 મેચ રમશે. ત્રણ મેચની T20 સિરીઝ પછી ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સાથે પણ T20 સિરીઝ રમશે. આ બંન્ને સિરીઝ વર્લ્ડ કપની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ટીમ શનિવારે રાત્રે મોહાલી પહોંચી છે. વિરાટ પણ ટીમની સાથે પહોંચ્યા છે.

ફોટામાં જુઓ કિંગ કોહલીના સ્ટાઈલિશ લૂક...

કોહલીની આ લેટેસ્ટ હેરસ્ટાઈલ છે.
કોહલીની આ લેટેસ્ટ હેરસ્ટાઈલ છે.
યુએઈમાં ગયા અઠવાડિયે પૂરા થયેલા એશિયા કપમાં વિરાટ કોહલીએ 147.59ના સ્ટ્રાઈક રેટથી 276 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.
યુએઈમાં ગયા અઠવાડિયે પૂરા થયેલા એશિયા કપમાં વિરાટ કોહલીએ 147.59ના સ્ટ્રાઈક રેટથી 276 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.
કોહલી પોતાના સ્ટાઈલિશ લૂકને લઈને ચાહકોમાં અવારનવાર ચર્ચામાં રહે છે.
કોહલી પોતાના સ્ટાઈલિશ લૂકને લઈને ચાહકોમાં અવારનવાર ચર્ચામાં રહે છે.
વિરાટ કોહલીએ 11 ડિસેમ્બર 2017ના રોજ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યાં હતાં.
વિરાટ કોહલીએ 11 ડિસેમ્બર 2017ના રોજ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યાં હતાં.
વિરાટ કોહલીએ વનડેમાં 43 સદી ફટકારી છે.
વિરાટ કોહલીએ વનડેમાં 43 સદી ફટકારી છે.
તે દેશ માટે ODI, ટેસ્ટ અને T20માં 100થી વધુ મેચ રમનાર દેશનો પ્રથમ અને વિશ્વનો બીજો ક્રિકેટર છે.
તે દેશ માટે ODI, ટેસ્ટ અને T20માં 100થી વધુ મેચ રમનાર દેશનો પ્રથમ અને વિશ્વનો બીજો ક્રિકેટર છે.
કોહલીએ પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરમાં 24 હજારથી વધુ રન બનાવ્યા છે.
કોહલીએ પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરમાં 24 હજારથી વધુ રન બનાવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...