• Gujarati News
  • Sports
  • Cricket
  • Kohli Can Break Sachin's Record Of 100 Centuries If He Comes In Form In 2017 2018, Know How This Can Be Possible...

આવી રીતે રમશે તો વિરાટ તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખશે!:જો 2017-2018ના ફોર્મમાં આવ્યા તો કોહલી સચિનનો 100 સદીનો રેકોર્ડ બ્રેક કરી શકશે, જાણો કેવી રીતે આ શક્ય બની શકે તેમ છે...

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાના કિંગ અને સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં અંતે સદી ફટકારી દીધી છે. તેમણે 1205 દિવસ, 23 મેચ અને 41 ઇનિંગ્સે પછી ઈન્ટરનેશનલ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં સદી મારી છે. આ સાથે જ કોહલીની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 75 સદી પૂરી થઈ ગઈ છે.

હવે બીજો સવાલ એ ઊઠે છે કે શું તેઓ સચિન તેંડુલકરની 100 સદીઓના રેકોર્ડની બરાબરી કરી લેશે અથવા તો તેને તોડી લેશે? ત્યારે આજે આપણે આ સવાલનો જવાબ જાણીશું.

સૌથી પહેલા ગ્રાફિકમાં જુઓ કોહલીની 28મી ટેસ્ટ સેન્ચુરી વિશે...

વિરાટ ક્યાં સુધી રમી શકે છે?
વિરાટ કોહલી 100થી વધુ સદી ત્યારે જ ફટકારી શકે છે, જ્યારે તેઓ હજુ થોડા વર્ષો ક્રિકેટ રમે! વિરાટે અત્યારે તો એવી કોઈ જ હિંટ નથી આપી કે તે ક્રિકેટથી દૂર જવા માગે છે. ટૂંકમાં તેઓ હજુ ક્રિકેટ રમશે. પરંતુ ક્યાં સુધી રમશે? ફિટનેસના મામલે ટીમ ઈન્ડિયાના ઘણા યંગ પ્લેયર્સ કરતા પણ ફિટ છે. હવે તો ફોર્મ પણ ફરી જૂના કોહલી જેવું આવી ગયું છે કે રિટાયરમેન્ટનો નિર્ણય પણ ના કરે, કે ના કોઈ બહાર કરી શકે.

વિરાટ ક્યાં સુધી રમી શકે છે એનો જવાબ તો આપણને બારતના અમુક દિગ્ગજોના કરિયર ગ્રાફથી જ લગાવવાનો પ્રયત્ન કરવો પડે તેમ છે. સચિન તેંડુલકર 40ની ઉંમર સુધી ક્રિકેટ રમ્યા હતા. રાહુલ દ્રવિડ 39ની ઉંમર સુધી ક્રિકેટ રમ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની 38 વર્ષની ઉંમર સુધી દેશ માટે ક્રિકેટ રમ્યા હતા. જો વિરાટ પણ આ દિગ્ગજોની રાહ પર ચાલે તો તેઓ હજુ પણ 4-5 વર્ષ સુધી ક્રિકેટ રમી શકે તેમ છે.

હવે બીજો સવાલ એ મનમાં આવે છે કે 4-5 વર્ષ જો તેઓ રમ્યા તો શું તેઓ વધુ 25 સદીઓ મારી શકશે? કારણ કે તેમના નામે અત્યારે 75 સદી છે.

2018નું ફોર્મ આવી જાય, તો જ શક્ય છે
ક્રિકેટના ત્રણેય ફોર્મેટને મળાવીને, વિરાટ દરેક સદી માટે એવરેજ 7.33 ઇનિંગ્સની લે છે. આ સંદર્ભમાં તેમને 26 સદી માટે 190 ઇનિંગ્સની જરૂર પડશે. તેમણે તેમની 16 વર્ષની કરિયરમાં દર વર્ષે એવરેજ 34 ઇનિંગ્સ રમી છે. તે મુજબ 190 ઇનિંગ્સ માટે તેમણે લગભગ સાડા પાંચ વર્ષ રમવું પડશે. શક્ય છે કે તેઓ વધુ 5 વર્ષ રમી શકે છે. જોકે, જો તેમનું પાંચ વર્ષ જૂનું ફોર્મ પાછું આવી જાય છે, તો તેઓ આવનારા ત્રણ વર્ષમાં જ ઘમી બધી સદીઓ ફટકારી શકે છે.

વિરાટે વર્ષ 2017 અને 2018 સહિત 99 ઇનિંગ્સમાં 22 સદી ફટકારી હતી. એટલે કે દરેક 4.5 ઇનિંગ્સમાં 1 સદી! આ ઝડપ સાથે, જો તેઓ ફરીથી સદી ફટકારવાનું શરૂ કરે છે, તો લગભગ 117 ઇનિંગ્સમાં, તે 26 વધુ સદી ફટકારશે. એટલે કે આવનારા ત્રણ વર્ષમાં, એટલે કે 2026 સુધીમાં વિરાટ સચિન તેંડુલકરની 100 સદીની નજીક અથવા તો તેમનો આ રેકોર્ડ તોડી શકે છે. વિરાટ હાલમાં જે રીતના બેટિંગ કરી રહ્યા છે, તે દરેક સંકેત આપે છે કે તેઓ તેમના 2017-2018ના ફોર્મમાં પરત ફરી રહ્યા છે.

ફોર્મ અને ફિટનેસની સાથે બ્રેક લેવાનું પણ ઓછું કરવું પડશે
વિરાટ 100નો આંકડો પાર કરે છે કે નહીં તે તો તેમના ફોર્મ અને ફિટનેસ તેમજ તેઓ કેટલા બ્રેક લે છે તેના પર નિર્ભર છે. વિરાટે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બ્રેક લીધા છે. ભારત 1 જાન્યુઆરી, 2020થી અત્યાર સુધી 137 ઈન્ટરનેશનલ મેચ રમી છે. વિરાટ આમાંથી માત્ર 86માં જ રમ્યા હતા. તો 51 મેચ તેઓ નથી રમ્યા.

એવું પણ નહોતું કે તેઓ અનફિટ હતા. તેઓ બ્રેક લેતા હતા. જો તેઓ આટલી બધી મેચ ચૂકતા રહેશે, તો 100 સદી સુધી પહોંચવું મુશ્કેલ બની શકે છે. હા, જો તે ઓછી T20 મેચ રમે તો પણ તેઓ આ આંકડો પાર કરી શકે છે. આ ફોર્મેટમાં તેમણે 107 ઇનિંગ્સમાં માત્ર 1 સદી ફટકારી છે. તેમણે વન-ડે અને ટેસ્ટ મેચમાંથી બ્રેક લેવાનું ટાળવું પડશે.

અન્ય સમાચારો પણ છે...