તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટોક્સને રન આઉટ નહીં અપાતા વિવાદ:કોહલીએ અમ્પાયર સાથે દલીલ કરી;ઈંગ્લેન્ડના ભૂતપુર્વ કેપ્ટન વોર્ને કહ્યું- હું થર્ડ અમ્પાયર હોત તો ચોક્કસ આઉટ આપ્યો હોત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી વનડેમાં અમ્પાયરિંગ પર ફરી એક વખત પ્રશ્નાર્થ સર્જાયો છે. ઈંગ્લેન્ડની ઈનિંગ વખતે 26મી ઓવરના 5માં બોલ પર ફરી એક વખત વિવાદાસ્પદ કેસ સામે આવ્યો છે. ભુવનેશ્વર કુમારના બોલ પર હિટ કર્યાં બાદ બેન સ્ટોક્સે 2 રન લીધા હતા.

બીજો રન પૂરો કરતી વખતે કુલદીપ યાદવે મિડ વિકેટથી સીધા સ્ટમ્પ્સ પર થ્રો કર્યો. રિપ્લે વીડિયોમાં સ્ટોક્સના બેટનો કોઈ ભાગ ક્રીઝની અંદર દેખાતો ન હતો. જોકે, થર્ડ અમ્પાયરે બેનિફિટ ઓફ ડાઉટ સ્ટોક્સને આપ્યો અને તે નોટઆઉટ રહ્યો. ઈંગ્લેન્ડના ભૂતપુર્વ કેપ્ટન માઈકલ વોર્ને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યું કે જો હું થર્ડ અમ્પાયર હોત તો ચોક્કસ આઉટ આપી દેત.

થર્ડ અમ્પાયરે બેનિફિટ ઓફ ડાઉટ આપ્યો થર્ડ અમ્પાયરે જોયું કે સ્ટોક્સનું બેટ ઓન ધ લાઈન હતું. સ્ટંમ્પની ગિલ્લી ઉખડી અને લાઈટ પણ થઈ ત્યારે બેટનો ઉપરનો ભાગ ક્રીઝની અંદર અને જમીન સાથે લાગેલ બેટનો હિસ્સો લાઈન પર હતો. ચુકાદા બાદ કોહલી પિચ પર આવી ગયો અને ફિલ્ડ અમ્પાયર નિતિન મેનન સાથે દલીલ કરતા કહ્યું કે સ્ટોક્સ આઉટ હતો.

કોહલીએ ફીલ્ડ અમ્પાયર સાથે દલીલ કરી
કોહલીએ હાથથી ક્રીઝ પર બેટની મૂવમેન્ટને બતાવી કે બેટની ઉપરનો ભાગ ક્રિઝની અંદર હોવાથી કંઈ થતું નથી. બેટનો નીચેનો ભાગ જોવો જોઈએ. કોમેન્ટેટર્સ આકાશ ચોપડા અને ઈરફાન પઠાણે પણ તેને આઉટ આપી દીધો. આ સમયે તેમણે ICCના સોફ્ટ સિગ્નલ નિયમ પર પણ ચર્ચા કરવાની વાત કરી.

કોમેન્ટેટર આકાશે સોફ્ટ સિગ્નલ પર ઉઠાવ્યા પ્રશ્ન
આકાશે કહ્યું કે જ્યારે અન્ય બાબતો પર થર્ડ અમ્પાયર ઓન ફીલ્ડ અમ્પાયર સાથે સોફ્ટ સિગ્નલ અંગે પૂથવામાં આવે છે. તો પછી અહીં તેમની સાથે સોફ્ટ સિગ્નલ શાં માટે ન લેવામાં આવ્યું. આ નિયમ અંગે ઘણી ગુચવણ છે. આકાશે કહ્યું કે આ નિયમ ક્રિકેટમાં ન હોવો જોઈએ.