• Gujarati News
  • Sports
  • Cricket
  • Kohli And Rohit Also Won The Hearts Of The Fans, Both Had Fun From The Ground To The Lord's Balcony; Video Viral

રોહિત સાથે 'વિરાટ'ની યારી:બંને ખેલાડીની જોડીએ મેચની સાથે ફેન્સનાં દિલ પણ જીત્યાં, મેદાનથી લઈને લોર્ડ્સની બાલ્કનીમાં મસ્તી કરતા નજરે પડ્યા; વીડિયો વાઇરલ

3 મહિનો પહેલા
વિરાટ-રોહિત ક્યારેક મેદાનમાં તો ક્યારેક ડ્રેસિંગ રૂમમાં એકબીજા સાથે મસ્તી કરતા નજરે પડ્યા.
  • કોહલી અને રોહિત મેચ જીત્યા પછી એકબીજાને ભેટી પડ્યા

લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ અંગત વિવાદોની અફવા પર વિરામ મૂકી દીધો છે. આ બંને સ્ટાર ક્રિકેટર્સ ગેમ પ્લાન, વિકેટ સેલિબ્રેશનથી લઈને સેશનના કપરાકાળમાં પણ એકબીજાની પડખે ઊભા રહી ઈન્ડિયન ટીમને જીત સુધી દોરી ગયા હતા. ઈન્ડિયન ટીમે સોમવારે લોર્ડ્સમાં ઐતિહાસિક જીત મેળવીને ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. તો ચલો આપણે આ પાંચ દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા વિરાટ અને રોહિતની મિત્રતાના વીડિયોઝ પર એક નજર ફેરવીએ.......

રોહિત-વિરાટ ખેલાડીઓ પર ભડક્યા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સમાં રમાઈ હતી, જેના ચોથા દિવસની છેલ્લી ક્ષણોમાં મેદાન પર થોડો ડ્રામા થયો હતો. હકીકતમાં કેપ્ટન વિરાટ કોહલી અને અનુભવી ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા લોર્ડ્સની બાલ્કનીમાંથી પોતાની જ ટીમના ખેલાડી ઋષભ પંત અને ઈશાંત શર્મા પર ગુસ્સો કરતા નજરે પડ્યા હતા.

વિરાટ અને રોહિત ખેલાડીઓ પર એટલે બગડ્યા, કેમ કે તેમને છેલ્લા સત્રમાં ખરાબ પ્રકાશને લીધે બોલ જોવામાં મુશ્કેલી પડી રહી હતી. એ પછી પણ રિષભ પંત અને ઈશાંત શર્માને એની ફરિયાદ અમ્પાયર પાસે ના કરી, પરંતુ ત્યાં જ લોર્ડ્સની બાલ્કનીમાંથી કેપ્ટન કોહલી અને રોહિતે ગુસ્સાથી ઈશારો કરીને કહ્યું, તેઓ કેવી રીતે રમી રહ્યા છે?

ચોથા દિવસે 82મી ઓવર પછી અમ્પાયર્સે સ્ટમ્પ્સની જાહેરાત કરતાં વિરાટ અને રોહિતનો ગુસ્સો શાંત થયો હતો અને કંઇક આવી રીતે મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.

ઇંગ્લિશ ટીમની બેક ટુ બેક વિકેટ પડતાં કેપ્ટન કોહલીએ પોતાના અંદાજમાં રોહિત શર્મા સાથે સેલિબ્રેશન કર્યું હતું. લોર્ડ્સની ટેસ્ટ મેચના પાંચેય દિવસે બંને ખેલાડી વચ્ચે સારી મિત્રતા જોવા મળી હતી.

કોહલી અને રોહિત મેચ જીત્યા પછી એકબીજાને ભેટી પડ્યા
વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્યારેક લોર્ડ્સની બાલ્કનીમાં તો ક્યારેક ડ્રેસિંગ રૂમમાં એકબીજા સાથે મસ્તી કરતા નજરે પડ્યા હતા. એવામાં લોર્ડ્સ ખાતે ઈન્ડિયન ટીમની ઐતિહાસિક જીતની સાથે આ બંને ખેલાડીએ વિવાદની અફવા પર પૂર્ણવિરામ મૂકી દીધું હોય એમ લાગી રહ્યું છે.

રોહિત શર્મા પણ કેપ્ટનશિપ માટે પ્રબળ દાવેદાર
છેલ્લાં કેટલાંક વર્ષોથી ક્રિકેટ-નિષ્ણાતો અને ફેન્સ દ્વારા વિરાટ અને રોહિત શર્માની કેપ્ટનશિપની સરખામણી કરવામાં આવી રહી છે. કેપ્ટન કોહલી જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હારી ગયો હતો ત્યારે પણ તેને કેપ્ટનપદેથી રાજીનામું આપવા લોકોએ ટકોર કરી હતી. આટલું જ નહીં, પરંતુ કેટલાક નિષ્ણાતોના મત મુજબ રોહિત શર્માએ IPLમાં 5 ટ્રોફી જીતી હોવાથી તેને વિરાટની જગ્યાએ લિમિટેડ ઓવર્સની ગેમમાં કેપ્ટન તરીકે પસંદ કરવાની વાત પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...