તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય ક્રિકેટ ટીમનો વ્યસ્ત કાર્યક્રમ:કોહલી અને કંપની 2021માં 43 T-20 રમશે, 2019માં 30 મેચ રમી હતી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઈલેટરલ સીરિઝમાં ટીમ 14 ટેસ્ટ, 13 વનડે અને 20 T-20 રમવાની છે
  • T-20માં બાઈલેટરલ સીરિઝ ઉપરાંત વર્લ્ડ કપ, એશિયા કપ અને IPL પણ સામેલ છે

કોરોનાને કારણે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ 8 મહિના સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શક્યા નહીં. પરંતુ 2021-22માં ટીમ ઇન્ડિયાનું શેડ્યૂલ ઘણું વ્યસ્ત છે. ટીમ આ દરમિયાન બાઈલેટરલ સીરિઝમાં 14 ટેસ્ટ, 13 વનડે અને 20 T-20 મુકાબલા રમવાની છે. એટલે કે કુલ 47 મેચ. ચાર સીરિઝ દેશની બહાર રમાશે.તે સિવાય T-20 વર્લ્ડ કપમાં મિનિમમ 4, એશિયા કપમાં મિનિમમ 5 અને IPLમાં મિનિમમ 14 T-20 મુકાબલા રમશે.

કોહલી અને કંપની આવતા વર્ષે કુલ 43 T-20 રમશે. એશિયા કપના મુકાબલા શ્રીલંકામાં રમાશે. 2019માં ટીમે ઓવરઓલ 30 T-20 રમી હતી. વ્યસ્ત કાર્યક્રમ અંગે BCCIના અધીકારીએ કહ્યું કે, આ ખેલાડીઓ માટે અઘરું રહેશે. તેના લીધે ખેલાડીઓનો મોટો પુલ બનાવવો પડશે. તેનાથી ખેલાડીઓ પર વર્કલોડ ઓછો રહેશે અને તેમને સરળતાથી રોટેટ કરી શકાશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ 2021માં થવાની છે. ટીમ ઇન્ડિયા અત્યારે પર્સેન્ટેજ પોઈન્ટ્સ ટેબલના આધારે બીજા સ્થાને છે. તેવામાં ટીમના ફાઇનલમાં પહોંચવાની અપેક્ષા વધારે છે. ફાઇનલ જૂનમાં ઇંગ્લેન્ડના લોર્ડ્સ મેદાન પર રમાશે. ICC તરફથી ટેસ્ટને વધુ રોમાંચક બનાવવા માટે પહેલીવાર ટેસ્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા પાસે તૈયારીની તક
ઓક્ટોબર-નવેમ્બરમાં થનાર T-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઓક્ટોબરમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે 5 મેચની T-20 સીરિઝ રમશે. વર્લ્ડ કપની તૈયારીના રૂપે આ સીરિઝ બંને દેશ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તે સિવાય ટીમે શ્રીલંકામાં પણ 5 T-20ની સીરિઝ રમવાની છે.

IPL અને ઇંગ્લેન્ડ સીરિઝના વેન્યુ અંગે નિર્ણય બાકી
IPL સિવાય ઇંગ્લેન્ડ સીરિઝ દેશમાં થશે કે UAEમાં તે અંગે નિર્ણય લેવાયો નથી. જોકે, BCCIએ કહ્યું કે, સીરિઝ દેશમાં જ રમવામાં આવશે. કોરોનાને કારણે સ્થળ બદલવામાં આવી શકે છે. UAEને બેકઅપ વેન્યુ તરીકે જોવામાં આવી રહ્યું છે.

3 વર્ષમાં 3 વર્લ્ડ કપ થવાના છે, 2 એશિયામાં
2021માં દેશમાં T-20 વર્લ્ડ કપ થવાનો છે. તે પછી 2022માં ઓસ્ટ્રેલિયામાં પણ T-20 વર્લ્ડ કપ થશે. તે સિવાય 2023માં ભારતમાં જ વનડે વર્લ્ડ કપ થવાનો છે. એટલે કે ત્રણ વર્ષમાં ત્રણ વર્લ્ડ કપ પ્રસ્તાવિત છે. બે ટૂર્નામેન્ટ એશિયામાં થવાની છે. એશિયન ટીમો પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો