તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Know Some Amazing Facts And Coincidence Of Cricket | 3 Generations Of Indian Cricket Captains Scored 183, Pujara's States Inherited Dravid; Learn Some Such Interesting Coincidences

નંબર ગેમ ઓફ ક્રિકેટ:ઈન્ડિયન ટીમનાં કેપ્ટન્સની 3 પેઢીને 183નો આંક ફળ્યો, પુજારાનાં સ્ટેટ્સે દ્રવિડની વારસાઈ લીધી; જાણો આવા જ કેટલાક રસપ્રદ સંયોગોને

3 મહિનો પહેલાલેખક: પાર્થ વ્યાસ
 • કૉપી લિંક
 • કેપ્ટન કુલ ધોની અને કિંગ કોહલીએ જ્યારે 183 રન બનાવ્યા હતા, ત્યારે ભારતીય ટીમે બંને મેચમાં 6 વિકેટે વિજય મેળવ્યો હતો
 • સચિન અને કોહલીએ ટેસ્ટમાં 5મો ડબલ હન્ડ્રેડ સ્કોર શ્રીલંકા વિરૂદ્ધ જ લગાવ્યો હતો

ભારત દેશમાં ક્રિકેટને એક અલગ ધર્મ તરીકે જોવામાં આવે છે. વર્લ્ડ કપ હોય કે પછી IPL, ભારત દેશનાં લગભગ તમામ ક્રિકેટ રસિકો કોઈપણ ભોગે સ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચી જાય છે. આપણે બધા જાણીએ છીએ કે ક્રિકેટ અન્ય બીજી કોઈપણ ગેમ કરતા વધારે આંકડાઓ પર નિર્ભર કરે છે. મોટાભાગે ક્રિકેટની ગેમ પણ મહેનત અને અનિશ્ચિત પરિણામોથી સભર છે, તેમ છતાં ક્રિકેટની પાછળ જે નંબર ગેમ રહેલી છે એ પણ ફેન્સને અચંબિત કરી મૂકે તેવી હોય છે.

ક્રિકેટ રસિકો અને મોટાભાગનાં ક્રિકેટ એક્સપર્ટ્સ પણ નંબર ગેમ અને ખેલાડીનાં સ્ટેટ્સનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરીને ગેમ પ્લાન સજેસ્ટ કરતા હોય છે. આમ જોવા જઈએ તો મેદાનમાં આંકડાઓ કરતા ખેલાડીનું પ્રદર્શન મુખ્ય ભૂમિકા ભજવે છે, તેમ છતાં અમે તમને અહીંયા કેટલાક એવા ક્રિકેટ સ્ટેટ્સ અને નંબર ગેમનાં સંયોગો જણાવા જઈ રહ્યા છે, જેનો અભ્યાસ કરીને કોઈપણ વ્યક્તિ એક-બે ઘડી માટે વિચારતી થઈ જશે.

ભારતીય ક્રિકેટનાં 3 સફળ કેપ્ટનનાં કેટલાક સંયોગો
સંયોગની વાત કરીએ તો ક્રિકેટની પેઢીનાં 3 સફળ કેપ્ટન ગાંગુલી, ધોની અને કોહલી વચ્ચે પણ નંબર ગેમ અને સર્વાધિક વન-ડે સ્કોર અંગે પણ ઘણા સંયોગો જોવા મળ્યા છે.

 • ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો વન-ડેમાં સૌથી હાઈએસ્ટ સ્કોર 183 રનનો છે, જે ગાંગુલીએ 26 મે 1999માં શ્રીલંકા વિરૂદ્ધની મેચમાં બનાવ્યો હતો. આશરે એના 1 વર્ષ પછી ગાંગુલને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
 • ત્યારપછી જો ધોનીની વાત કરીએ તો એણે પણ 2005/6માં શ્રીલંકા વિરૂદ્ધની વનડે મેચમાં 183* રનનો પોતાનો અંગત સર્વાધિક ODI સ્કોર બનાવ્યો હતો. આ સ્કોરનાં 1 વર્ષ પછી ધોનીને 2007ની ઈન્ડિયન T20 વર્લ્ડ કપ ટીમનો કેપ્ટન બનાવાયો હતો. જેમાં ભારતે જીત પ્રાપ્ત કરી હતી અને ધોનીને 2008માં વનડેની કેપ્ટનશિપ પણ આપી દેવાઈ હતી.
 • ભારતીય ટીમનાં કેપ્ટન કોહલી*એ પણ 2012માં પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં 183 રન બનાવ્યા હતા. ત્યારપછી લગભગ 4 - 5 વર્ષની અંદર એ પણ 2017માં ત્રણેય ફોર્મેટની અંદર ભારતીય ટીમનો કેપ્ટન બની ગયો હતો.

સૌરવ ગાંગુલી, ધોની અને કોહલી ત્રણેય દિગ્ગજ ક્રિકેટરોએ 183 રનથી વધારો વનડેમાં બનાવી શક્યા નથી. તો પ્રશ્નએ ઉદ્ભવે કે કોહલીની કારકિર્દીમાં પણ શું તેઓ 183 રનનો પડાવ પાર નહીં કરી શકે? પરંતુ નંબર ગેમની વાત કરીએ તો 183 સ્કોર બનાવ્યા પછી ગણતરીનાં વર્ષોમાં આ ત્રણ દિગ્ગજ ક્રિકોટરોએ કેપ્ટન બનનું પદ સંભાળીને ભારતીય ટીમને સફળતાનાં શિખરો પાર કરાવ્યા છે.

 • 183નાં સ્કોર પછી ગાંગુલી અને ધોની 1 થી 2 વર્ષની અંદર જ ભારતીય ટીમનાં કેપ્ટન બન્યા હતા.
 • આ ત્રણેય ખેલાડીએ જ્યારે સર્વાધિક રન બનાવ્યા (1999, 2005/06 અને 2012) ત્યારે દરેક વખતે ભારતીય ટીમનો સ્કોર 300 રનને પાર પહોંચ્યો હતો અને જેમાં ભારતે જીત પ્રાપ્ત કરી હતી.
 • ગાંગુલી અને ધોની બંનેનાં શ્રેષ્ઠ સ્કોર શ્રીલંકા ટીમ વિરૂદ્ધ આવ્યા હતા.
 • કેપ્ટન કુલ ધોની અને કિંગ કોહલીએ જ્યારે 183 રન બનાવ્યા હતા, ત્યારે ભારતીય ટીમે બંને મેચમાં 6 વિકેટે વિજય મેળવ્યો હતો.
રાહુલ દ્રવિડ અને પુજારાને ટેસ્ટ મેચની 'ધ વોલ' તરીકે સંબોધાય છે.
રાહુલ દ્રવિડ અને પુજારાને ટેસ્ટ મેચની 'ધ વોલ' તરીકે સંબોધાય છે.

'ધ વોલ' રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પુજારા વચ્ચેની નંબર ગેમનાં સંયોગો
ભારતીય ટીમમાં રાહુલ દ્રવિડને 'ધ વોલ' તરીકે સંબોધવામાં આવે છે. કારણ કે દ્રવિડની શાંત માનસિકતા અને બેટિંગ કરવાની પદ્ધતિનાં પરિણામે ભારતે ઘણી મેચ જીતી છે અને ડ્રો પણ કરાવી છે. જો અત્યારે ભારતીય ટીમમાં કોઈ આ પ્રકારનું કાર્ય કરી શકે એમ હોય તો એ ચેતેશ્વર પુજારા છે. મોટાભાગનાં ક્રિકેટ ફેન્સ પુજારાને રાહુલ દ્રવિડ સાથે સરખાવે છે.

 • રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પુજારાએ પોતાની અંગત ટેસ્ટ કારકિર્દીનાં 3000 રન 67 ઈનિંગમાં બનાવ્યા હતા.
 • દ્રવિડ અને પુજારા બંનેએ 4000 રનનો પડાવ પણ 84 ઈનિંગમાં પ્રાપ્ત કર્યો હતો.
 • ટેસ્ટ ક્રિકેટમાં દ્રવિડ અને પુજારાએ 108 ઈનિંગની અંદર જ 5000 રનનો પડાવ પાર કર્યો હતો. ભારતીય ટીમની 'ધ વોલ'ની કારકિર્દીમાં પણ આ સૌથી મોટો સંયોગ જોવા મળ્યો છે.
2011નો વર્લ્ડ કપ જીત્યા પછી કોહલીએ સચિનને ખભા પર બેસાડીને જીતની ઉજવણી કરી હતી. ફાઈલ તસવીર
2011નો વર્લ્ડ કપ જીત્યા પછી કોહલીએ સચિનને ખભા પર બેસાડીને જીતની ઉજવણી કરી હતી. ફાઈલ તસવીર

ક્રિકેટ જગતનાં અન્ય સંયોગો

 • સચિન તેડુંલકરે 24 ફેબ્રુઆરી 2010નાં રોજ વન-ડે ક્રિકેટની એક ઈનિંગમાં પોતાનાં અંગત 200 રન બનાવ્યા હતા. જ્યારે આનાં 5 વર્ષ પછી એટલે કે 24 ફ્રેબ્રુઆરી 2015નાં રોજ ક્રિસ ગેઈલે વન-ડે ક્રિકેટમાં અંગત 200 રન બનાવવાનો પડાવ પાર કર્યો હતો.
 • ધોનીએ પોતાની ટેસ્ટ અને વન-ડે કારકિર્દીની પ્રથમ સદી બંને ફોર્મેટની 5મી મેચમાં મારી હતી. આ બંને મેચ પાકિસ્તાનનાં વિરૂદ્ધ હતી જેમાં ધોનીએ 148 રન બનાવ્યા હતા.
 • 27 નવેમ્બર 1981માં ઓસ્ટ્રેલિયાનાં બોલર ડેનિસ એલ.એ 56મી મેચમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની 300મી વિકેટ ઝડપી હતી. લગભગ 36 વર્ષ પછી 27 નવેમ્બરનાં રોજ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને માત્ર 54 મેચમાં 300 વિકેટ ઝડપી લીધી હતી. આ બંને ક્રિકેટરે 27 નવેમ્બરની તારીખે જ આ પડાવ પાર કર્યો હતો.
 • ભારતનાં બંને દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ પોતાની 58મી આંતરરાષ્ટીય સદી ઈંગ્લેન્ડ વિરૂદ્ધ નોંધાવી હતી, જેમાં બંનેનો અંગત સ્કોર 103 રનનો હતો.
 • સચિન તેંડુલકરે પોતાની 19મી ટેસ્ટ ફોર્મેટની સદી અને 5મો ડબલ હન્ડ્રેડ સ્કોર શ્રીલંકા વિરૂદ્ધ બનાવ્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ પણ પોતાની 19મી ટેસ્ટ ફોર્મેટની સદી અને 5મો ડબલ હન્ડ્રેડ સ્કોર શ્રીલંકા વિરૂદ્ધ નોંધાવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...