• Gujarati News
  • Sports
  • Cricket
  • KL Rahul Included In The List Of Top 5 Batsmen, Kohli Was Also Dropped From The Top 10; Rohit Was In Favor

વિરાટ 'વામન' બને છે!:T20 ફોર્મેટમાં કોહલી ટોપ-10ની યાદીમાંથી પણ બહાર, રાહુલ અને રોહિતને NZ સિરીઝ ફળી; જાણો વિગતવાર માહિતી

4 દિવસ પહેલા

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સિરીઝ 3-0થી જીત્યા પછી ઈન્ડિયન ખેલાડીને ICC રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે. એવામાં T20ના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટને આને કારણે મોટો ફટકો પડ્યો છે. ICCએ જાહેર કરેલી યાદીમાં T20 ફોર્મેટમાં કોહલીનું નામ ટોપ-10 બેટરમાં પણ ક્યાંય જોવા મળી રહ્યું નથી. એવામાં બીજી બાજુ કે.એલ.રાહુલ અને રોહિત શર્માને NZ સિરીઝથી ઘણો ફાયદો થયો છે. તો ચલો, આપણે અત્યારના ટોપ ક્લાસ બેટરની યાદી પર નજર ફેરવીએ....

કે.એલ.રાહુલ ટોપ-5 બેટરની યાદીમાં સામેલ
ICCએ બુધવારે T20 ફોર્મેટના રેન્કિંગની નવી યાદી બહાર પાડી હતી, જેમાં ઈન્ડિયન ટીમના વિસ્ફોટક ઓપનર કે.એલ.રાહુલને એક ક્રમાંકનો ફાયદો થયો છે. એનાથી રાહુલ 729 પોઈન્ટ સાથે પાંચમા નંબરનો ખેલાડી બની ગયો છે.

વિરાટ કોહલીની વાત કરીએ તો તે ટોપ-10ની રેસમાંથી બહાર ફેંકાઈ ગયો છે. અત્યારે વિરાટ 657 પોઈન્ટ સાથે 11મા ક્રમાંક પર છે. ઈન્ડિયન ટીમના T20 કેપ્ટન રોહિત શર્માને પણ ન્યૂઝીલેન્ડ સિરીઝથી ઘણો ફાયદો થયો છે અને તે 645 પોઈન્ટ સાથે 13મા ક્રમાંક પર છે.

બાબર આઝમ T20મા નંબર-1 બેટર
ICC T20 રેન્કિંગમાં બાબર આઝમ (PAK) 809 પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે, જ્યારે ડેવિડ મલાન (ENG) 805 પોઈન્ટ સાથે બીજા અને એડન માર્કરમ (SA) 796 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. તેવામાં પાકિસ્તાનનો ઓપનર મોહમ્મદ રિઝવાન 735 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે.

બોલિંગ ટોપ-10 ખેલાડીમાં એકપણ ભારતીય નથી
અત્યારે જાહેર કરાયેલા ટોપ-10 ખેલાડીની યાદીમાં એકપણ ઈન્ડિયન બોલરને સ્થાન મળ્યું નથી. એમાં 797 પોઈન્ટ સાથે શ્રીલંકન બોલર વાણિંદુ હસરંગા પહેલા નંબર પર છે, જ્યારે દ.આફ્રિકાનો બોલર તબરેધ શમ્સી 784 પોઈન્ટ સાથે બીજા અને ઓસ્ટ્રેલિયન બોલર એડમ ઝેમ્પા 725 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે.

ટોપ-10 ઓલરાઉન્ડરમાં એકપણ ભારતીય નથી
બોલિંગની જેમ મોહમ્મદ નબીએ 265 પોઈન્ટ સાથે અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી પહેલા ક્રમાંક પર છે. જ્યારે બાંગ્લાદેશનો શાકીબ અલહસન 231 પોઈન્ટ સાથે બીજા તથા ઇંગ્લેન્ડનો લિયમ લિવિંગ્સ્ટોન 179 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. ઉલ્લેખનીય છે કે આ ટોપ-10ની યાદીમાં પણ એકપણ ભારતીય ખેલાડી સામેલ નથી.

અન્ય સમાચારો પણ છે...