તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહુલનું અજીબોગરીબ સેલિબ્રેશન:સદી પછી લોકેશ રાહુલે બન્ને કાન બંધ કર્યા; ચાહકો બોલ્યા- ઘોંઘાટીયા ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો

પુણે2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઈંગ્લેન્ડ સામેની મેચમાં સદી ફટકાર્યા પછી સેલિબ્રેશન કરતો લોકેશ રાહુલ - Divya Bhaskar
ઈંગ્લેન્ડ સામેની મેચમાં સદી ફટકાર્યા પછી સેલિબ્રેશન કરતો લોકેશ રાહુલ
 • રાહુલે આજની મેચમાં 114 બોલમાં 108 રન બનાવ્યા, પ્રથમ વન ડેમાં તેણે 43 બોલમાં 62 રન કર્યા હતા

ઈગ્લેન્ડ સામેની વન ડે મેચમાં લોકેશ રાહુલે પોતાની કેરિયરની 5મી સદી ફટકારી છે. સદી ફટકાર્યા પછી રાહુલ અજીબોગરીબ રીતે સેલિબ્રેશન કરતો નજરે પડ્યો હતો. તેણે હેલમેટ અને બેટને જમીન પર રાખ્યા પછી હાથથી બન્ને કાન બંધ કરી લીધા હતા.

રાહુલના આ સેલિબ્રેશન બાદ સોશિયલ મીડિયા ઉપર જાતભાતની અટકળો વહેતી થઈ છે. અમુક ચાહકોનું કહેવું છે કે રાહુલે પોતાના બન્ને કાન બંધ કરીને ટિકાકારોને યોગ્ય જવાબ આપ્યો છે. જ્યારે અમુક ચાહકો તેને ફુટબોલ પ્લેયર ફિલિપ કોટિન્હોના સેલિબ્રેશનની કોપી ગણાવે છે. રાહુલ T20 સીરિઝમાં આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો હતો. છતાં તેને ટીમમાં સમાવાતા ઘણા લોકોએ તેની ભારે ટીકા કરી હતી.

આજની મેચમાં રાહુલે 108 રન બનાવ્યા હતા. પંતે પણ 40 બોલમાં 77 રનની તોફાની ઈનિંગ રમી હતી.
આજની મેચમાં રાહુલે 108 રન બનાવ્યા હતા. પંતે પણ 40 બોલમાં 77 રનની તોફાની ઈનિંગ રમી હતી.

રાહુલે 2019માં પણ આ રીતે સેલિબ્રેશન કર્યું
રાહુલે આજની મેચમાં 114 બોલમાં 108 રન બનાવ્યા હતા. તેને રિષભ પંત સાથે મળીને ચોથી વિકેટે 80 બોલમાં 113 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા 2019માં તેણે વેસ્ટઈન્ડિઝ સામે વિશાખાપટ્ટનમમાં વન ડેમાં સદી ફટકારી હતી. ત્યારે પણ રાહુલે આ રીતે સેલિબ્રેશન કર્યું હતું. મેચ પછી કોમેન્ટેટર ઈયાન બિશપે આ સેલિબ્રેશન વિશે તેને પૂછ્યું તો તેણે કહ્યું હતું કે હું આને રહસ્ય જ રાખવા માગુ છું.

2019માં વેસ્ટઈન્ડિઝ સામે સદી ફટકાર્યા પછી સેલિબ્રેશન કરતો રાહુલ. બીજી તરફ બ્રાઝિલનો ફિલિપ કોટિન્હો ગોલ ફટકાર્યા પછી સેલિબ્રેશન કરતો નજરે પડે છે.
2019માં વેસ્ટઈન્ડિઝ સામે સદી ફટકાર્યા પછી સેલિબ્રેશન કરતો રાહુલ. બીજી તરફ બ્રાઝિલનો ફિલિપ કોટિન્હો ગોલ ફટકાર્યા પછી સેલિબ્રેશન કરતો નજરે પડે છે.

સોશિયલ મીડિયા પર ચાહકોએ રાહુલને સપોર્ટ કર્યો
સોશિયલ મીડિયા ઉપર આ સેલિબ્રેશન ભારે વાઈરલ થયું છે. સોશિયલ મીડિયા પર લોકોએ રાહુલનો સપોર્ટ કર્યો છે.

રાહુલે T20 સીરિઝમાં 15 રન બનાવ્યા હતા
રાહુલે T20 સીરિઝની ચાર મેચમાં 15 રન બનાવ્યા હતા. સતત બે વાર શૂન્ય રને આઉટ થયો હતો. ત્યાર બાદ તે ભારે ટીકાપાત્ર બન્યો હતો. પ્રથમ વન ડેમાં તેણે 43 બોલમાં 62 રન કર્યા હતા. કોહલીએ રાહુલનો સપોર્ટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો