• Gujarati News
  • Sports
  • Cricket
  • KKR Spinner Varun Injured In Knee, Suspected Of Playing In T 20 World Cup; Yuzvendra Chahal Could Be Included In The World Cup Squad

વરુણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત:KKRના સ્પિનર વરુણને ઘૂંટણમાં ઈજા, T-20 વર્લ્ડકપમાં રમવું શંકાસ્પદ; યુઝવેન્દ્ર ચહલને વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવામાં આવી શકે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરુણ ચક્રવર્તી- ફાઈલ ફોટો - Divya Bhaskar
વરુણ ચક્રવર્તી- ફાઈલ ફોટો

ટી-20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી UAEમાં શરૂ થવા જઈ રહ્યો છે. ટી-20 વર્લ્ડકપમાં ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમશે. આ દરમિયાન ટી-20 વર્લ્ડકપ ટીમમાં સામેલ વરુણ ચક્રવર્તીના ઈજાગ્રસ્ત હોવાની ખબર સામે આવી છે. BCCIના એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે વરુણ ચક્રવર્તીના ઘૂંટણમાં ઈજા પહોંચી છે, તેના કારણે તેને દર્દનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ICCના નિયમ અનુસાર ભારત હજૂ પણ 10મી ઓક્ટોબર સુધી પોતાની ટીમમાં ફેરફારો કરી શકે છે. ટી-20 વર્લ્ડકપ ટીમમાં વરુણ ચક્રવર્તીની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન મળી શકે છે.

ભારત માટે કઠીન નિર્ણય
BCCIની મેડિકલ ટીમને વરુણ ચક્રવર્તી પર ઘણી મહેનત કરવી પડે તેમ છે. BCCIના એક સૂત્રએ કહ્યું કે વરુણના ઘૂંટણની સ્થિતિ સારી નથી, જો આ વર્લ્ડકપના હોતતો ટીમ ઈન્ડિયા તેને રમાડવાનું જોખમ ન લેત. આ સમયે વરુણ ચક્રવર્તીની ઈન્જરીની સારવાર કરવામાં આવી રહી છે. વરુણ ચક્રવર્તી આ IPLમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે અને 13 મેચોમાં 15 વિકેટો ખેરવી છે.

વરુણ ચક્રવર્તી ઈન્જેક્શન લગાવીને રમી રહ્યો છે
જાણવા મળી રહ્યું છે કે KKRના સપોર્ટીવ સ્ટાફ વરુણ ચક્રવર્તી માટે વિશેષ ફિટનેશ કાર્યક્રમ બનાવ્યો છે. તેને પેનકિલર ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે જેને કારણે તેની ઈજા ટીવી પર દેખાઈ આવતી નથી.

હાર્દિક પંડ્યા પર પણ પ્રશ્નો
ફિટનેસના પ્રશ્નોથી ઝઝૂમી રહેલો હાર્દિક પંડ્યાને વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને એટલા માટે સામેલ કરવામાં આવ્યો છે કે તે બેટિંગની સાથે-સાથે 4 ઓવર બોલિંગ પણ કરી શકે. પરંતુ વર્તમાન IPLની સિઝનમાં હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો નથી અને એક મેચ સિવાય તે સારી બેટિંગ પણ કરી રહ્યો નથી. હાર્દિકના સ્થાને શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી અટકળો છે.

અન્ય સમાચારો પણ છે...