તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • KKR Player Sheldon Jax Asked For Help In Making The ICU Bed Available At The Hospital; Covid Positive Aunt's Condition Is Serious

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારીમાં ક્રિકેટરો પણ નિઃસહાય:KKRના શેલ્ડન જેક્સનના ટ્વીટ બાદ ભાવનગરના કલેક્ટર મદદમાં આવ્યા; કોવિડ પોઝિટિવ માસીને ICU બેડ ઉપલબ્ધ કરાવ્યો

ભાવનગર15 દિવસ પહેલા
શેલ્ડન જેક્સને ટ્વીટ કરીને હોસ્પિટલમાં બેડ મેળવવા માટે કલેક્ટરની સહાયતા માગી હતી.
 • શેલ્ડને ભાવનગરના માસી માટે ટ્વીટમાં કલેક્ટરને ટેગ કરીને ICU બેડ મેળવવા મદદ માંગી હતી
 • કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ટ્વીટના એક કલાકમાં જેક્સનના માસી માટે ICU બેડની વ્યવસ્થા કરી આપી હતી

કોરોનાને કારણે ભાવનગર સહિત દેશમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. દેશમાં દર 100 લોકોમાં 21થી વધુ કોરોના પોઝિટિવ જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દેશભરની હોસ્પિટલમાં બેડ લેવા માટે સામાન્ય નાગરિકથી માંડીને દિગ્ગજ લોકોને પણ વલખાં મારવા પડે છે. તેવામાં IPL 2021માં કોલકાતાની ટીમના વિકેટ કીપર બેટ્સમેન શેલ્ડન જેક્સને પણ પોતાના માસી માટે ભાવનગરની હોસ્પિટલમાં ICU બેડ મળે એવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. શેલ્ડન જેક્સને ભાવનગરના કલેક્ટર ગૌરાંગ મકવાણાને ટેગ કરીને મદદ માંગી હતી. જેના એક કલાકમાં ભાવનગરના કલેક્ટરે જેક્સનના માસી માટે ICUમાં બેડ ઉપલબ્ધ કરાવ્યો હતો.

શેલ્ડન જેક્સને ટ્વીટમાં ભાવનગરના કલેક્ટરને ટેગ કર્યા
કોરોના મહામારીના કારણે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ પણ ગંભીર બની ગઈ છે. અમદાવાદથી લઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ અત્યારે ઓક્સિજન અને બેડની અછત વર્તાઈ રહી છે. જેથી રાજ્યના લગભગ તમામ લોકો નિઃસહાય બની ગયા છે. આવામાં KKRના વિકેટ કીપર - બેટ્સમેન શેલ્ડન જેક્સનના માસી પણ કોરોના સંક્રમિત છે. એમની તબિયતમાં સુધારો ન આવતા હોસ્પિટલમાં દાખલ કરવા પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેથી શેલ્ડને ભાવનગરના કલેક્ટર ગૌરાંગ મકવાણાને ટ્વીટમાં ટેગ કરીને લખ્યું હતું કે "સર મારા માસીની કોવિડના કારણે તબિયત ઘણી ખરાબ છે. જો શક્ય હોય તો તમે સ્થાનિક હોસ્પિટલમાં ICU બેડની વ્યવસ્થા કરાવી આપો ને."

કલેક્ટરે ગણતરીના સમયમાં ટ્વીટનો જવાબ આપ્યો
શેલ્ડન જેક્સને લગભગ 2:30 વાગ્યાની આસપાસ ટ્વીટ કરી હતી. જેનો ભાવનગરના કલેક્ટરે એક કલાકની અંદર જવાબ આપ્યો હતો. ભાવનગરના કલેક્ટર ગૌરાંગ મકવાણાએ લખ્યું હતું કે તમે મને માસીની સંપૂર્ણ કોન્ટેક્ટ ડિટેઈલ આપો. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરના કલેક્ટરે માસીની સંપૂર્ણ વિગતો પ્રાપ્ત થતા તેઓને ICUમાં બેડ ઉપલબ્ધ કરાવ્યો હતો. અત્યારે તેઓ સારવાર હેઠળ છે.

શેલ્ડને કારકિર્દીમાં અનેક ચઢાવ-ઉતાર જોયા
ભાવનગરના શેલ્ડન જેક્સન 34 વર્ષની ઉંમરે પણ કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ વતી પસંદગી પામ્યા છે. શેલ્ડન જેક્સને સ્કૂલથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી સમય જતા તેઓ રણજી ટ્રોફી અને ઈન્ડિયા-એમાં પણ પસંદગી પામ્યા હતા. શેલ્ડન રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યા એના 2 દિવસમાં જ એમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. તેઓએ IPLમાં વર્ષ 2017ની અંદર ડેબ્યૂ કર્યું હતું. શેલ્ડન જેક્સને જણાવ્યું હતું કે જો તમારી ફિટનેસ અને પરફોર્મન્સ સારું હોય તો ક્રિકેટમાં ક્યારેય ઉંમર નડતી નથી.

IPLની આ સીઝનમાં 2 ભાવનગરના ખેલાડીઓ
ભાવનગરના બે ખેલાડીઓ ચેતન સાકરીયા અને શેલ્ડન જેક્સન, IPL 2021માં પોતાના કાંડાનું કૌવત બતાવવા પસંદગી પામ્યા છે. ચેતન સાકરિયાને આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમે સ્થાન આપ્યું છે. તો શેલ્ડન જેક્સનની કોલકાતાની ટીમમાં પસંદગી કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો