તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એનાલિસિસ:કેકેઆર પાસે ત્રીજીવાર ચેમ્પિયન બનવા માટે તમામ વિકલ્પો ઉપ્લબ્ધ

મુંબઇ12 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
 • કૉપી લિંક
સુનીલ નરેન બેટિંગ અને બોલિંગ બંનેની શરૂઆત કરી શકે છે. વરૂણ ચક્રવર્તીની ફિટનેસ પર હજુ શંકા છે. - Divya Bhaskar
સુનીલ નરેન બેટિંગ અને બોલિંગ બંનેની શરૂઆત કરી શકે છે. વરૂણ ચક્રવર્તીની ફિટનેસ પર હજુ શંકા છે.
 • કોલકાતા નાઇટ રાઇડર્સ ગંભીરની સુકાનીમાં 2012 અને 2014માં ચેમ્પિયન બની ચૂકી છે
 • વર્લ્ડ ચેમ્પિયન સુકાની સહિત આક્રમક બોલિંગનું કોમ્બિનેશન અને ઓલરાઉન્ડર રસેલ

કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) આઈપીએલમાં પોતાના ગૌરવના દિવસો ફરી પાછા લાવવા માટે ઉત્સુક છે. ટીમની કમાન વર્લ્ડ ચેમ્પિયન સુકાની ઇયોન મોર્ગનના હાથમાં છે. જેમે 2019 માં ઇંગ્લેન્ડને વિશ્વ ચેમ્પિયન બનાવ્યું હતું. તે જાણે છે કે ચેમ્પિયનશિપ જીતવા માટે શું કરવું પડે છે. મોર્ગન સીઝનની શરૂઆતથી જ ટીમની કપ્તાની કરી કરશે. તેનાથી ફ્રેન્ચાઇઝીને ઘણું બુસ્ટ મળશે. ગત સિઝનમાં દિનેશ કાર્તિક સારું પ્રદર્શન કરવા છતા તેની પાસેથી સુકાનીપદ છોડી દીધું હતું. ત્યારે મોર્ગને કઇ ખાસ કરી શક્યો ન હતો કારણ કે ટૂર્નામેન્ટમાં અધવચ્ચે સુકાની પદ મળતા પોતાની યોજનાઓને સફળ બનાવી શક્યો ન હતો. આ વખતે મોર્ગન પર વધુ અપેક્ષાઓ રખાઈ છે.

મજબૂત દેશી-વિદેશી ફાસ્ટ બોલિંગ આક્રમણ
હાલ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આ વખતે સારી દેખાઇ રહી છે. ટીમની લાઇન-અપમાં ઘણા યુવા ભારતીય ફાસ્ટ બોલરો છે. કેકેઆરની પાસે હાલમાં જ ઇંગ્લેન્ડ સામે ડેબ્યુ કરનાર પ્રસિદ્ધ કૃષ્ણાની સાથે કમલેશ નાગરકોટી, સંદીપ વોરિયર અને શિવમ માવી જેવા ફાસ્ટ બોલરો છે. તો પૈટ કમિંસ અને લોકી ફર્ગ્યુસન જેવા વિદેશી ફાસ્ટ બોલરો પણ છે. તેમનું અટેક જબરદસ્ત છે. કમિંસને તો ગત વર્ષે રેકોર્ડ (15.5 કરોડ) બોલી સાથે ખરીદવામાં આવ્યો હતો. શાકિબ અને હરભજન ભલે દરેક પ્લેઇંગ 11 નો ભાગ ન હોય પણ તેનો અનુભવ ટીમને મળશે.

લાંબા શોટ લગાવનાર રસેલ ગમે ત્યારે પાસું પલટી શકે છે
બાકી રહેલ કસર આંદ્રે રસેલ પૂરી કરી શકે છે. તે લાંબા શોટ લગાવી શકે છે. ફાસ્ટ બોલિંગ પણ કરી શકે છે અને તેની ફિલ્ડીંગ પણ જબરદસ્ત છે. મોર્ગન આવા ખેલાડીઓને કઇ રીતે ઉપયોગ કરી શકાય તેનો જાણકાર છે. રસેલના બેક-અપમાં ઓસ્ટ્રેલિયાના બેન કટિંગ છે. સુનીલ નરેન ઓપનિંગ પણ કરી શકે છે અને મિડલ ઓર્ડરમાં પણ રમી શકે છે.

આન્દ્રે રસેલ લગભગ દર છઠ્ઠા બોલમાં છગ્ગો લગાવે છે

બોલ/છગ્ગોખેલાડી (ટીમ)
6.45આંદ્રે રસેલ (કોલકાતા)
9.11હાર્દિક પંડ્યા (મુંબઈ)
9.11ક્રિસ ગેલ (પંજાબ)
10.19કેરોન પોલાર્ડ (મુંબઈ)
10.44સુનીલ નરેન (કોલકાતા)

​​​​​​​(આમાં તે ખેલાડીઓ સામેલ છે જે આઈપીએલમાં ઓછામાં ઓછા 500 બોલ રમી ચૂક્યા છે)

ગુરકીરત ઓલરાઉન્ડર સાબિત થઇ શકે છે
ટીમમાં ભારતીય બેટ્સમેન થોડા નબળા નજર આવે છે.પણ તેની પાસે ટોપ ઓર્ડરમાં પ્રતિભાશાલી શુભમન ગીલ અને રાહુલ ત્રિપાઠી છે. શેલ્ડન જેકસન અને કરૂણ નાયર રિઝર્વના રૂપમાં પણ છે. ઇજાગ્રસ્ત રિંકુ સિંહની જગ્યાએ અંતિમ સમયમાં ગુરકીરત સિંહ માન એક ઉપયોગી ઓલરાઉન્ડર તરીકે સાબિત થઇ શકે છે. તેની વચ્ચે સૌથી મોટી તકલીફ સ્પિનર્સને લઇને છે. વરૂણ ચક્રવર્તી અને કુલદીપ યાદવના રૂપમાં બે શાનદાર સ્પિનરો છે. હવે જોવાનું છે કે મોર્ગન તેનો ઉપયોગ કઇ રીતે કરે છે. ભારતીય થિંકટેંક પ્રમાણે ચક્રવર્તી પૂરી રીતે ફિટ નથી. તો કુલદીપ ખરાબ ફર્મથી ઝઝૂમી રહ્યો છે. આ ટીમમાં ક્ષમતા દેખાઇ રહી છે. કારણ કે તેની પાસે ટાઇટલ સુધી પહોંચવા માટે તમામ પ્રકારના ખેલાડીઓ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો