વર્લ્ડ કપ:કિવીને અંતિમ ઓવરમાં ડૉટિને 6 રન ન કરવા દીધા, 2 વિકેટ ઝડપી

માઉન્ટ મૉનગાનુઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિન્ડીઝે ન્યૂઝીલેન્ડને તેના ઘરઆંગણે હરાવ્યું

વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભ કર્યો. ટીમે યજમાન ન્યૂઝીલેન્ડને 3 રને હરાવ્યું. ન્યૂઝીલેન્ડને અંતિમ ઓવરમાં 6 રનની જરૂર હતી. પરંતુ વિન્ડીઝની ડિએન્ડ્રા ડૉટિને 2 રન આપી 2 વિકેટ ઝડપી અને એક ખેલાડીને રનઆઉટ કરી ટીમને જીત અપાવી. વિન્ડીઝે 9 વિકેટના ભોગે 259 રન કર્યા.

હેલી મેથ્યૂઝ (119)એ સદી ફટકારી. ન્યૂઝીલેન્ડ 49.5 ઓવરમાં 256 રને ઓલઆઉટ થયું. સોફી ડિવાઈન (108)એ કેપ્ટન્સી ઈનિંગ્સ રમી. વર્લ્ડ કપમાં આ ચોથી ઘટના છે, જ્યારે મેચની બંને ઈનિંગ્સમાં સદી નોંધાઈ હોય.

અન્ય સમાચારો પણ છે...