ઈશાન, હુડા અને હાર્દિકને શાનદાર પ્રદર્શનનું ઈશાન મળ્યું:T20 ICC રેન્કિંગમાં કિશનને 10 અને દીપકને 40 સ્થાનનો ફાયદો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્રીલંકાની સામે પહેલી T20 મેચમાં ઈશાન કિશને શાનદાર ઇનિંગ રમતા તેને ફાયદો થયો હતો. તો સાથે દીપક હુડાને પણ ફાયદો થયો હતો. ICCએ આજે રેન્કિંગ જાહેર કરી હતી. ઓપનર ઈશાન કિશનને 10 સ્થાનનો ફાયદો થયો છે. તો દીપક હુડાને 40 સ્થાનનો ફાયદો થયો હતો. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ બોલર રેન્કિંગમાં 9 સ્થાનનો ફાયદો થયો હતો.

ઈશાન કિશને શ્રીલંકા સામેની પહેલી T20 મેચમાં 29 બોલમાં 37 રન બનાવ્યા હતા.
ઈશાન કિશને શ્રીલંકા સામેની પહેલી T20 મેચમાં 29 બોલમાં 37 રન બનાવ્યા હતા.

મુંબઈમાં રમાયેલી પહેલી મેચમાં ઈશાન કિશને ટીમ ઈન્ડિયાને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. તેણે 29 બોલમાં 37 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગના કારણે તેને રેન્કિંગમાં ફાયદો થયો હતો. તે 33મા સ્થાનથી 10 સ્થાનની છલાંગ લગાવતા હવે 23મા સ્થાને આવી ગયો છે. તો પહેલી મેચમાં પ્લેયર ઑફ ધ મેચ બનેલા દીપક હુડાને 40 સ્થાનનો ફાયદો થયો હતો. તે 97મા સ્થાને આવી ગયો છે. તેણે પહેલી મેચમાં 23 બોલમાં 41* રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યાના બોલિંગ રેન્કિંગમાં સુધાર થયો છે. તેને 9 સ્થાનનો ફાયદો થતાં, હવે તે આ લિસ્ટમાં 76મા સ્થાને આવી ગયો છે.

દીપક હુડાએ 23 બોલમાં 41* રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. જેના કારણે તેને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
દીપક હુડાએ 23 બોલમાં 41* રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. જેના કારણે તેને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ટેસ્ટ રેન્કિંગ: બુમરાહને એક સ્થાનનો ફાયદો
ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર રહેલા જસપ્રીત બુમરાહ અને ટીમના સ્ટાર સ્પિનર રવિંચંદ્રન અશ્વિનને ટેસ્ટ રેન્કિંગમાં એક-એક સ્થાનનો ફાયદો થયો છે. બોલિંગ રેન્કિંગમાં બુમરાહ ત્રીજા સ્થાને અને અશ્વિન ચોથા સ્થાને પહોંચી ગયા છે. સાઉથ આફ્રિકાના કાગિસો રબાડાને ત્રણ સ્થાનનું નુક્સાન થતા હવે તે છઠ્ઠા સ્થાને આવી ગયો છે. બેટિંગમાં ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથ હવે બીજા નંબરે, જ્યારે કેન વિલિયમસન બે સ્થાનના ફાયદા સાથે પાંચમા નંબરે પહોંચી ગયો છે.

જસપ્રીત બુમરાહ અને રવિંચંદ્રન અશ્વિનને ટેસ્ટ રેન્કિંગમાં સુધારો થયો છે.
જસપ્રીત બુમરાહ અને રવિંચંદ્રન અશ્વિનને ટેસ્ટ રેન્કિંગમાં સુધારો થયો છે.