તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Kirmani Launches YouTube Channel To Motivate Youth In Lockdown; From Sania Mirza, Leander Paes To Wipro And Infosys Founders To Share Success Stories

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરવ્યૂ:લોકડાઉનમાં યુવાઓને મોટીવેટ કરવા કિરમાણીએ શરૂ કરી યુટ્યૂબ ચેનલ; સાનિયા મિર્ઝા, લિએન્ડર પેસથી લઈને વિપ્રો અને ઇન્ફોસિસના ફાઉન્ડર આવશે સક્સેસ સ્ટોરી શેર કરવા

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: મનન વાયા
 • કૉપી લિંક
કિરમાણીના શો પર તાજેતરમાં રાહુલ દ્રવિડે પણ પોતાની ક્રિકેટિંગ જર્ની વિશે વાત કરી હતી. - Divya Bhaskar
કિરમાણીના શો પર તાજેતરમાં રાહુલ દ્રવિડે પણ પોતાની ક્રિકેટિંગ જર્ની વિશે વાત કરી હતી.
 • આ વર્ષના અંતે સૈયદ કિરમાણીની બાયોગ્રાફી પણ લોન્ચ થવાની છે, તે અંગે પણ તેમણે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી

ભારતે પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો ત્યારે સ્ટમ્પ્સ પાછળ શાનદાર ભૂમિકા ભજવનાર અને તે સમયે વર્લ્ડના શ્રેષ્ઠ વિકેટકીપરનું ટાઇટલ મેળવનાર સૈયદ કિરમાણીએ તાજેતરમાં પોતાની યૂટ્યૂબ ચેનલ ચાલુ કરી. તે ઉપરાંત પોતાની બાયોગ્રાફી વિશે પણ જાહેરાત કરી છે. 'Kirmani's Pitch Perfect' નામની ચેનલ પર કિરી ભાઈ ક્રિકેટ જ નહીં, લાઈફના વિવિધ તબક્કે પિચ બદલાઈ જાય તેમ છતાં કેવી રીતે પર્ફેક્શન સાથે તે સમય-મુશ્કેલીનો સામનો કરવો જોઈએ તે વિશે પોતાના અનુભવથી સલાહ આપે છે.

પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કિરમાણીએ આ ચેનલ કેમ રીતે ચાલુ કરી, તે પાછળનો હેતુ શું છે, તેમની બાયોગ્રાફી કોણ લોન્ચ કરશે, તે સહિત વિવિધ મુદ્દે દિવ્યભાસ્કરે તેમની સાથે વાત કરી.

તમને યૂટ્યૂબ ચેનલ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
લોકડાઉનમાં અમને વિચાર આવ્યો કે- આ સ્કૂલ અને કોલેજના બાળકો ઘણા સમયથી ઘરે જ બેઠા છે. તેમને મોટીવેટ કરવા માટે અને ખાસ તો સક્સેસની સીડી કઈ રીતે ચડવાની છે તે સમજાવવા માટે કંઈક કરવું જોઈએ. તે ઉપરાંત અમારા સંપર્કમાં બે વીડિયોગ્રાફર્સ હતા, જેમનું કોરોનાકાળમાં કામ બંધ થઈ ગયું હતું. તો જે રીતે બધું ભેગું થયું તે જોતા યૂટ્યૂબ ચેનલનો વિચાર આવ્યો. મારી ચેનલ પર ઘણા લીજેન્ડસ્ આવશે, જેઓ યુવા વર્ગને મોટીવેટ કરશે અને પોતાની સક્સેસ સ્ટોરી વિશે ડીટેલમાં વાત કરશે.

તો આ બધા લીજેન્ડસ્ ક્રિકેટિંગ ફિલ્ડના જ હશે?
ના, વિવિધ ફિલ્ડના એક્સપર્ટ્સ મારા શોનો ભાગ બનશે. બેડમિન્ટન પ્લેયર્સ, ટેનિસ પ્લેયર્સ, ડોક્ટર્સ, એંજિનિયર્સ, બિઝનેસ ટાયકૂન્સ, એથ્લિટ્સ. અને એ તમામ ગેસ્ટ જ આવાના છે તેમને ક્રિકેટમાં રુચિ છે. એટલે તેમની ફિલ્ડની દાસ્તાન સાથે ક્રિકેટ પર પણ ચર્ચા થશે જ. હું આ બધાને પોતે ઇન્ટરવ્યૂ કરીશ જેથી આજના યંગસ્ટર્સ, જે સ્ટાર્ટઅપ્સથી લઈને ઓન-ફિલ્ડ ઝંપલાવવા માગે છે, તેઓને એક દિશા મળી રહેશે. તે માટે હું આ નવો કોન્સેપટ લઈને આવ્યો છું.

અનિલ કુંબલે સાથે પોતાના શો દરમિયાન ચર્ચા કરતાં સૈયદ કિરમાણી.
અનિલ કુંબલે સાથે પોતાના શો દરમિયાન ચર્ચા કરતાં સૈયદ કિરમાણી.

અમારી સાથે અમુક ગેસ્ટના નામ શેર કરશો જે તમારા શો પર આવશે?
ડોક્ટર દેવી શેટ્ટી, જેઓ વર્લ્ડના બેસ્ટ કાર્ડિયેક સર્જન્સમાંથી એક છે. તે ઉપરાંત વિપ્રો, બાયોટેક, ઇન્ફોસિસ જેવી કોર્પોરેટ IT કંપનીના હેડ પણ આવશે. તેઓ કેવી રીતે ફાઉન્ડર બન્યા, શું મુશ્કેલીઓનો સામનો કર્યો એ બધી બાબતો પર વાતો થશે. ટેનિસમાંથી લિએન્ડર પેસ, સાનિયા મિર્ઝા શોમાં હાજરી આપશે. જસ્ટ ટૂ નેમ અ ફ્યૂ, મેં તમને આ નામ કીધા છે. આથી વધુ કહી નહીં શકું. રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે અને રોજર બિન્ની ઓલરેડી આવી ગયા છે.

યૂટ્યૂબ ચેનલ ઉપરાંત તમારી બાયોગ્રાફી પણ આવવાની છે, તે ક્યારે રિલીઝ થશે? નામ નક્કી થઈ ગયું છે?
બાયોગ્રાફીનું અત્યારે કમ્પાઇલેશનનું કામ ચાલી રહ્યું છે. વર્ષના અંત પહેલાં તે રિલીઝ થઈ જશે. મારી યૂટ્યૂબ ચેનલ પર શરૂઆતના બે એપિસોડમાં મેં પોતાની જર્ની વિશે થોડી વાત કરી છે. કેવા હર્ડલ્સ ક્રોસ કરીને હું અહીં સુધી પહોંચ્યો છું. જોકે, બધું એકદમ ડીટેલમાં તો બાયોગ્રાફીમાં આવશે. અને નામ માટે પ્લીઝ થોડી રાહ જોઈલો.

તમારી બાયોગ્રાફીમાં કોઈ ચોંકાવનારી કે એક્સક્લૂસિવ કન્ટેન્ટ વિશે કઈ જણાવશો?
કોણે કોને શું કહ્યું, ક્યારે કહ્યું, કેમ કહ્યું. મારા કરિયરની તમારા વાતો રેફરન્સ પોઈન્ટ્સ સાથે જણાવવામાં આવશે. હું ક્યારે ડ્રોપ થયો હતો, કેમ થયો હતો, કોણે કર્યો હતો, એ મુદ્દે પણ વિસ્તારથી વાત થશે.

પોતાની યુટ્યૂબ ચેનલ લોન્ચ કરતી વખતે સૈયદ કિરમાણી અને તેમની ટીમ.
પોતાની યુટ્યૂબ ચેનલ લોન્ચ કરતી વખતે સૈયદ કિરમાણી અને તેમની ટીમ.

તમારી બુકને કોણ લોન્ચ કરવાનું છે?
સુનિલ ગાવસ્કર મારી બુક માટે ફોરવર્ડ લખી રહ્યા છે. તે ઉપરાંત વિવિયન રિચર્ડ્સ પણ ચિપ ઈન કરશે. તે બંને મારી બુક લોન્ચ કરશે.

તમારી ફેવરિટ ઓન ધ ફિલ્ડ તો મોમેન્ટ તો બધા જાણે છે (83 વર્લ્ડ કપ) પણ ઓફ ધ ફિલ્ડ ફેવરિટ મોમેન્ટ વિશે જણાવો.
ઉમમ... ફેવરિટ ઓફ ધ ફિલ્ડ મોમેન્ટ તો એ છે કે... 1979માં મારા જે લગ્ન થયા, હું બહુ નસીબદાર છું કે મારી બેગમ હજી સુધી મારી સાથે છે, 40 વર્ષ થઈ ગયા છે. તમને જણાવી દઉં કે, જે વર્ષે મને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો. ઓફ ધ ફિલ્ડ, મારી વાઈફ- હબીબા કિરમાણી- સાથે લગ્ન કર્યા એ મારી ફેવરિટ મોમેન્ટ છે. એ પછી મેં ક્યારેય લાઈફમાં પાછળ ફરીને જોયું નથી. તે સિવાયની ઘણી અન્ય છે જે વિશે બાયોગ્રાફીમાં વાત થશે, પરંતુ સૌથી શ્રેષ્ઠ વિશે મેં તમને જણાવી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો