ભારત અને અફઘાનિસ્તાન મેચની અમુક મેમોરેબલ મોમેન્ટ્સ:કિંગ કોહલીએ ટીકાકારોને જડબોતડ જવાબ આપ્યો, ભુવીના સ્વિંગની આગળ અફઘાનિસ્તાન લાચાર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એશિયા કપની શરૂઆતમાં ભારતને ટ્રોફી જીતવા માટે હોટ ફેવરિટ હતુ. ભારતે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન અને હોંગકોંગ ઉપર મોટી જીત મેળવી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાને સુપર-4ના મેચમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારત ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયુ હતુ.

તેવામાં ગુરુવારે ભારતે અફઘાનિસ્તાનની સામે ઓપચારિક મેચ રમી હતી. ત્યારે એવું લાગી રહ્યુ હતુ કે આ મેચ નિરસ રહેશે, અને ચાહકો માટે કોઈ રોમાંચ નહિ રહે. પરંતુ વિરાટ કોહલી અને ભુવનેશ્વર કુમારે શાનદાર પ્રદર્શન કરીને અફઘાનિસ્તાનને ત્રણએય ડિપાર્ટમેન્ટમાં પરાસ્ત કરી દીધુ હતુ. ત્યારે જોઈએ આ મેચની અમુક ખાસ ક્ષણો...

અફઘાનિસ્તાનની ખરાબ ફિલ્ડિંગ

અફઘાનિસ્તાનના પ્લેયર્સે મેચમાં 3 કેચ છોડ્યા હતા.
અફઘાનિસ્તાનના પ્લેયર્સે મેચમાં 3 કેચ છોડ્યા હતા.

અફઘાનિસ્તાનના ખેલાડીઓએ આ મેચમાં ઘણી જ ખરાબ ફિલ્ડિંગ કરી હતી. તેઓએ મેચમાં ત્રણ વખત કેચ છોડ્યા હતા. જેમાં બે વાર પંતને અને એક વાર વિરાટને જીવતદાન આપ્યુ હતુ.

પહેલો કેચ આઠમા ઓવરમાં છૂટ્યો હતો. અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબી બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે વિરાટે તેની બોલિંગમાં ડિપ મિડવિકેટ ઉપર શોટ માર્યો હતો. ત્યાં ઉભેલા ઈબ્રાહિમ ઝદરને તેનો કેચ છોડ્યો હતો. ત્યારે કોહલી 34 રને બેટિંગ કરી રહ્યો હતો. આ પછી અફઘાનિસ્તાનના પ્લેયર્સે 2 વાર પંતનો કેટ છોડ્યો હતો. પંતનો પહેલો કેચ 17મી ઓવરમાં અને બીજો કેચ 20મી ઓવરમાં કેચ છૂટ્યો હતો.

3 વર્ષના દુકાળનો આવ્યો અંત

વિરાટ કોહલીએ પ્રથમ T20 ઈન્ટરનેશનલ સેન્ચુરી મારી હતી. તેણે 1020 દિવસ પછી સદી ફટકારી હતી.
વિરાટ કોહલીએ પ્રથમ T20 ઈન્ટરનેશનલ સેન્ચુરી મારી હતી. તેણે 1020 દિવસ પછી સદી ફટકારી હતી.

આ મેચમાં વિરાટ કોહલી ઓપનિંગમાં આવ્યો હતો. જેને કોહલીએ બરાબરનો ઉપયોગ કર્યો હતો. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1020 દિવસ પછી સેન્ચુરી ફટકારી હતી. આ તેની કરિયરની ઓવરઓલ 71મી સદી હતી. જ્યારે T20 ઈન્ટરનેશનલમાં પ્રથમ સદી હતી. વિરાટે શાનદાર છગ્ગો મારીને પોતાની સેન્ચુરી પૂરી કરી હતી. આ પછી તેણે ગળામાં પહેરેલી પોતાની એંગેજમેન્ટ રિંગને ચૂમીને પોતાની આ સદીને પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકાને ડેડિકેટ કરી હતી. આ ઇનિંગમાં કોહલીએ 12 ચોગ્ગા અને 6 છગ્ગા માર્યા હતા.

શરૂઆની બે ઓવરમાં 4 વિકેટ પડી

ભુવનેશ્વર કુમારે મેચમાં 4 ઓવરમાં જ 4 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
ભુવનેશ્વર કુમારે મેચમાં 4 ઓવરમાં જ 4 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

વિરાટ કોહલી પછી ગેમમાં કમાલ દેખાડવાનો વારો ભારતીય બોલરોનો હતો. ભુવનેશ્વર કુમારે પહેલી ઓવરમાં જ અફઘાનિસ્તાનના બે બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા હતા. આ પછી તેણે 3 વિકેટ ઝડપી હતી. ભુવીએ મેચમાં 4 ઓવરમાં માત્ર 4 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

ભારતને મળ્યો નવો બોલર​​​​​​​

દિનેશ કાર્તિકે પણ મેચમાં બોલિંગ કરી હતી. તેણે 18 રન આપ્યા હતા.
દિનેશ કાર્તિકે પણ મેચમાં બોલિંગ કરી હતી. તેણે 18 રન આપ્યા હતા.

આ મેચ ભારત માટે આશ્ચર્યથી ભરેલુ રહ્યુ હતુ. આવી જ એક અચંબાવાળી ઘટના ભારતની બોલિંગ દરમિયાન બની હતી. મેચની છેલ્લી ઓવર દિનેશ કાર્તિક બોલિંગ કરી રહ્યો હતો. હંમેશા વિકેટકિપર તરીકે રમનારો કાર્તિકને બોલિંગ કરતા જોઈને તમામ ચાહકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. કાર્તિકે આ ઓવરમાં 18 રન દીધા હતા. તે પોતાના 15 વર્ષના કરિયરમાં પહેલીવાર બોલિંગ કરતા નજરે ચડ્યો હતો.